Book Title: Purva Bharatni Jain Tirth Bhumio
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ જતાં, સંભવ છે કે સરતચૂક કે માહિતીફેરના કારણે આ પુસ્તકમાં કેઈ કાઈ સ્થળે હકીકતદોષ કે સ્ખલના રહી જવા પામ્યાં હાય આવી સ્ખલના જેએન જોવામાં આવે તે તેની અમને જાણ કરવાની કૃપા કરે, જેથી પુસ્તકના પુનર્મુદ્રણ સમયે તે દૂર કરી શકાય. આ પુસ્તકમાં મુખ્ય ૪ર અને ખીજાં ૧૬ મળીને કુલ ૫૫ જેટલાં ગામ-નગરાના પરિચય આપ્યા છે. તીર્થયાત્રાને! ક્રમ અને કાંથી કયા સ્ટેશને ઊતરી તી ધામમાં જવાય એની માહિતી પણ આપવામાં આવી છે. વિચ્છેદ ભૂમિની વિગત પશુ જેટલી પ્રાપ્ત થઈ શકી તેટલી આમાં સગ્રહી છે. મતલબ કે, તીથ યાત્રી આ પુસ્તક ઉપયેગી હકીક્તો સાથે હર્ષભેર વાંચી જાય એવી દષ્ટિથી આ પુસ્તક લખાયું છે. પૂ. મુ. શ્રી. વિશાલવિજયજી મહારાજના સદુપદેશ અને ધ્રાંગધ્રાનિવાસી શ્રીયુત ચતુરભાઈ કલ્યાણજીની પ્રેરણાથી આ પુસ્તકનું ખ ધ્રાંગધ્રાનિવાસી ( હાલ મુંબઇમાં રહેતા ) શેઠ શ્રી. પુરુષોત્તમદાસ સૂરચદે આપ્યું છે તે બદલુ અમે તેમને આભાર માનીએ છીએ, અને ભવિષ્યમાં પશુ તેઓ આ ગ્રંથમાળાના જ્ઞાનપ્રચારના કાર્યમાં આ રીતે જ સહાય આપતા રહેશે એવી ઉમેદ રાખીએ છીએ. પૂ. જયંતવિજયજી મહારાજના સ્વર્ગવાસથી આ ગ્રંથમાળાને ભારે ખેાટ આવી પડી છે. એક રીતે કહીએ તેા આ ગ્રંથમાળાના પુસ્તક–પ્રકાશનના કાર્યમાં ઢીલાશ આવી ગઈ છે. મહારાજશ્રી પોતે ઉત્તમ કાટિના ગ્રંથે! તૈયાર કરતા હતા એટલુ જ નહીં, એ ગ્રંથૈને પ્રકાશિત કરવા માટેની આર્થિક સહાય પણ તેમના અસરકારક ચારિત્રના બળે મળી રહેતી હતી. અને એ રીતે ગ્રંથમાળાનું પુસ્તકપ્રકાશનનું કાર્ય નચિંત રીતે ચાલ્યા કરતું હતું. અત્યારે અમે આ કાર્ય માં વારંવાર મુશ્કેલીને અનુભવ કરીએ છીએ. આમ છતાં મહારાજશ્રીના શિષ્યરત્ના પૂ. મુ. શ્રી. વિશાલવિજયજી તથા મુ. શ્રી. યાન વિજયજી ‘આ ગ્રંથમાળા પ્રત્યે ખૂબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 192