________________
૨૪
પૂ. ભા. જે. તીર્થભૂમિ
આલેખના જૈનોના પુરાણા કથાનુયાંગના ચિતાર આંખ સામે ખડા કરે છે. આ જોઈને હૃદય પુલકિત અની જાય છે. ખરેખર, આ મંદિર કલકત્તાના રાયખડ્રીદાસના અનુપમ જૈન મર્દિની યાદ અપાવે છે.
મદિરની લગાલગ એક નાના પણ રમણીય મગીચા છે. એમાં કાચથી મઢેલાં પ્રાચીન કળાનાં દશ્યોનુ સગ્રહસ્થાન છે. શિલાલેખા, દક્ષ્ય અને કળાના વિવિધ નમૂનાઓ જોઈને આપણા પ્રાચીન ગૌરવના ખ્યાલ આવે છે. વસ્તુત: આવાં સંગ્રહાલયાની ચેાજના પ્રત્યેક તીધામમાં કરાય તે એના મહિમા વધુ દીપી ઊઠે. જૈનસંઘને પેાતાની પ્રાચીન કારકીર્દિનું ભાન આવાં તીર્થસ્થળામાં થાય અને એવી ઉદાત્ત ભાવનાની પરપરા જળવાઈ રહે એ ઇચ્છાગ્ય છે.
આ મંદિરની સામે એક જૈન ધર્મશાળા છે, તેમાં જૈન યાત્રાળુઓ માટે બધી સગવડ હાય છે.
કાનપુરમાં વેપાર અર્થે આવેલા મારવાડી, ગુજરાતી, કચ્છી વગેરે જૈન ભાઈઓની વસ્તી છે.
શહેરમાં પાકી બાંધણીની નહેર વગેરે જોવાલાયક કેટલાંક સ્થળા છે. વેપારનું માટું મથક છે. અહીંની ગરમ કાપડની મિલા અને ચામડાના કારખાનાંઓની કારીગરીવાળી ચીજો વખણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org