Book Title: Pravachana Ratnakar 08
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪] અર્થ:- યતીશ્વર (શ્રી કુંદકુંદસ્વામી) રજ:સ્થાન–ભૂમિળને-છોડીને ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલતા હતા તે દ્વારા હું એમ સમજું છું કે, તેઓશ્રી અંદરમાં તેમ જ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પષ્ટપણે વ્યક્ત કરતા હતા (-અંદરમાં તેઓ રાગાદિક મળથી અસ્પષ્ટ હુતા અને બહારમાં ધૂળથી અસ્પષ્ટ હુતા). जइ पउमणंदिणाहो सीमन्धरसामिदिव्वणाणेण। ण विबोहइ तो समणा कहं सुमग्गं पयाणंति।। [ zસાર ] અર્થ:- (મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકરદેવ) શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદિનાથે (શ્રી કુંદકુંદાચાર્યદવે) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત? હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. [ શ્રીમદ્ રાજચંદ્ર ] જેમ સમયસાર શાસ્ત્રના મૂળકર્તા અલૌકિક પુરુષ છે તેમ તેનાં ટીકાકાર પણ મહાસમર્થ આચાર્ય છે. આત્મખ્યાતિ જેવી ટીકા હજુ સુધી બીજા કોઈ જૈન ગ્રંથની લખાયેલી નથી. અતિ સંક્ષેપમાં ગંભીર રહસ્યોને ગોઠવી દેવાની શ્રી અમૃતચંદ્રાચાર્યદેવની અજબ શક્તિ વિદ્વાનોને આશ્ચર્યચક્તિ કરે છે. શાસનમાન્ય ભગવાન કુંદકુંદાચાર્યદવે આ કળિ કાળમાં જગદ્ગુરુ તીર્થંકરદેવ જેવું કામ કર્યું છે અને શ્રીઅમૃતચંદ્રાચાર્યદવે જાણે કે તેઓ કુંદકુંદ ભગવાનનાં હૃદયમાં પેસી ગયા હોય તે રીતે તેમનાં ગંભીર આશયોને યથાર્થપણે વ્યક્ત કરીને તેમના ગણધર જેવું કામ કર્યું છે. એ તો સુવિદિત છે કે અંતિમ તીર્થકર ભગવાન શ્રી વર્ધમાનસ્વામીની દિવ્યધ્વનિનો સાર આચાર્ય શ્રી કુંદકુંદદેવ પ્રણીત સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય આદિ પરમાગમોમાં ઠાંસી ઠાંસીને ભરેલો છે. ભવ્યજીવોનાં સદભાગ્યે આજે પણ આ પરમાગમો શ્રી અમૃતચંદ્રાચાર્ય આદિ મહાન દિગ્ગજ આચાર્યોની ટીકા સહિત ઉપલબ્ધ છે. સાંપ્રતકાળમાં આ પરમાગમોનાં ગૂઢ રહસ્યો સમજવાની જીવોની યોગ્યતા મંદતર થતી જાય છે, મોક્ષમાર્ગ પ્રાયે લુપ્ત થયો હતો તેવા કાળમાં મહાભાગ્યે જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી યુગપુરુષ, આત્મજ્ઞસંત પરમપૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો ઉદય થયો. ૪૬ વર્ષો સુધી ઉપરોક્ત પરમાગમો તથા અન્ય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 551