________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૦-૮૧-૮૨ ]
[ ૧૭૧ આમ વાત છે ત્યારે કોઇ એમ કહે છે કે કર્મના કારણ વિના વિકાર થાય તો વિકાર જીવનો સ્વભાવ થઇ જાય. ભાઇ! પર્યાયમાં જે વિકાર થાય છે તે વર્તમાન પર્યાયનો સ્વભાવ જ છે. પર્યાયના પકારક પર્યાયથી છે, દ્રવ્ય-ગુણથી નહિ. દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ છે અને આ પર્યાય જે વિકારી થઇ છે તે પોતાથી થઇ છે.દ્રવ્ય-ગુણ શુદ્ધ છે તો પર્યાયમાં વિકાર થયો કયાંથી? તો કહે છે કે વર્તમાન પર્યાયની યોગ્યતાથી સ્વતંત્રપણે વિકાર થયો છે, કર્મને કારણે વિકાર થયો છે એમ નથી.
અજ્ઞાનદશામાં જીવ મિથ્યાત્વ અને રાગદ્વેષનો કર્તા છે પણ પરભાવનો કર્તા તો કદી પણ નથી. કર્મને બાંધે કર્મની પર્યાય અને છોડ પણ કર્મની પર્યાય; જીવ તેનો કર્તા નથી. જીવ દેહની અવસ્થાને કરે એમ પણ કદી બનતું નથી. શરીરને આમ ચલાવું એવા રાગને તે અજ્ઞાનવશ કરે છે તેથી તે રાગનો કર્તા છે, પણ દેહની અવસ્થાનો ત્રણ કાળમાં તે કર્તા નથી. ભાઇ! બહુ ધીરજ અને શાન્તિથી આ સમજવું. અનાદિથી તું જન્મ-મરણના સાગરમાં ગોથાં ખાતો દુ:ખમાં ડૂબી રહ્યો છે. અરે ભાઈ! સુખનો સાગર એવો ભગવાન આત્મા છે, તેના ભાન વિના તું દુઃખી જ દુઃખી છે.
પ્રશ્ન:- મિથ્યાત્વ અને પુણ્ય પાપના ભાવને અજ્ઞાનપણે જીવ પરની અપેક્ષા વિના સ્વતંત્રપણે કરે છે એવી સ્વતંત્રતાનો નિર્ણય કરાવીને એને(આત્માને) કયાં લઇ જવો છે?
ઉત્તર:- આવી સ્વતંત્રતા સિદ્ધ કરીને એને ત્રિકાળી આનંદનો નાથ જ્ઞાયકસ્વરૂપ ભગવાન પોતે છે ત્યાં એને લઇ જવો છે. શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે ને? પંચાસ્તિકાયમાં કહ્યું છે કે ચારે અનુયોગનાં શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગતા છે. અહીં પણ જે વાત ચાલે છે એનું પણ તાત્પર્ય વીતરાગતા છે. જીવમાં વિકાર સ્વતંત્ર થાય છે એવો નિર્ણય કરાવીને એને વિકારમાં રોકી રાખવો નથી, પણ વિકારરહિત શુદ્ધ ચૈતન્યસ્વભાવમય ભગવાન આત્મા છે ત્યાં એને લઇ જવો છે. સ્વ-આશ્રયમાં એને લઇ જવો છે, કેમકે સ્વ-આશ્રયથી વીતરાગતા છે અને જ્યાં સુધી પરનો આશ્રય છે ત્યાં સુધી એને રાગ જ છે.
અનંતકાળથી જીવ પોતાની સ્વચ્છંદતાથી સંસારમાં રખડે છે. વ્યવહારથી-રાગથી લાભ(ધર્મ) થાય એવી ઊંધી માન્યતાથી તે સંસારમાં રખડે છે. પણ બાપુ! રાગથી વીતરાગતા ન થાય. વ્યવહારનું લક્ષ છોડીને સ્વનું નિજ ચૈતન્યસ્વભાવમય ત્રિકાળી શુદ્ધ આત્માનું લક્ષ કરે ત્યારે વીતરાગી પર્યાય પ્રગટ થાય. વિકાર પોતે સ્વતંત્રપણે કરે છે પણ વિકારથી આત્મા હાથ આવે એવી ચીજ નથી. એ તો શુદ્ધ ચૈતન્યની નિર્વિકારી અનુભૂતિથી પ્રાપ્ત થાય છે અને તે અનુભૂતિ સ્વના આશ્રય વડે પ્રગટે છે.
ખરેખર તો ત્રિકાળી જ્ઞાયકભાવ જે છે તે આત્મા છે.નિયમસાર ગાથા ૯૧માં આવે છે કે- મિથ્યારત્નત્રયને છોડીને, ત્રિકાળ નિરાવરણ, નિત્ય આનંદ જેનું એક લક્ષણ છે એવો, નિરંજન નિજ પરમપરિણામિકભાવસ્વરૂપ કારણપરમાત્મા તે આત્મા છે; તેના સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણનું રૂપ તે ખરેખર નિશ્ચયરત્નત્રય છે.” આવા ત્રિકાળી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com