Book Title: Pravachana Ratnakar 04
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 266
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૮૬ ] [ ૨૫૫ - ભૂતાર્થ નામ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવરૂપ શુદ્ધ ચૈતન્યમય વસ્તુ. અહાહા ! તેનો સમસ્ત પ્રકારે એકવાર અનુભવ કરે તો મિથ્યાત્વનો નાશ થઈ જાય છે. સમયસારની ૧૧મી ગાથા જૈનશાસનનો પ્રાણ ત્યાં પણ એમ કહ્યું છે કે ‘મૂવત્વમસ્તિવો જીતુ સન્માવિઠ્ઠી હવવિ નીવો'–ભૂતાર્થ નામ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકવસ્તુનો આશ્રય કરવાથી નિશ્ચય સમ્યગ્દર્શન થાય છે. અહાહા...! એક સમયમાં પૂર્ણાનંદનો નાથ ભગવાન સ્વયંજ્યોતિ સુખધામ અંદર પર્યાય વિનાની પોતાની ચીજ પડેલી છે. તેનો આશ્રય કરે ત્યારે પર્યાયમાં તેનો અનુભવ થાય છે તે સમ્યગ્દર્શન છે. તે ધર્મનું પ્રથમ પગથિયું છે. આ સિવાય બીજા બધા ક્રિયાના વિકલ્પો ફોક છે, નિરર્થક છે. ‘ ભૂતાર્થપરિગ્રòણ ’–આને માટે ૫૨માર્થનય શબ્દ કહ્યો છે. ભૃતાર્થ નામ ૫૨માર્થનય. ૫૨માર્થ એટલે-પા કહેતાં ઉત્કૃષ્ટ, મા એટલે લક્ષ્મી એવો જે અર્થ એટલે પદાર્થ. અહાહા...! ભૂતાર્થ એટલે ત્રિકાળી છતો પદાર્થ જે ભગવાન આત્મા તેને અહીં ઉત્કૃષ્ટ લક્ષ્મીવંત પદાર્થ એટલે પરમાર્થ કહ્યો છે. લૌકિકમાં તો પ૨નું કાંઈક કરે તેને ૫૨માર્થ કહે છે. અહીં તો પરનું કરે એને તો અજ્ઞાન કહ્યું છે. હું દાન આપું, હું આહાર આપું, હું કપડાં આપું, હું બીજાને સુખી કરું એવો ૫૨ની ક્રિયા કરવાનો ભાવ છે તે અહંકાર છે અને તે મિથ્યાત્વ છે, પરમાર્થ નથી. ઉત્કૃષ્ટ લક્ષ્મીવંત જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા ૫રમાર્થ છે, ભૂતાર્થ છે. ભગવાન ત્રિલોકનાથ ભૂતાર્થ પદાર્થ છે. પ્રભુ! આ અલૌકિક ચીજ છે! એક સમયમાં ભૂતાર્થ-છતી ચીજ, પલટાતી પર્યાય વિનાની ચીજ એવી ત્રિકાળી એકરૂપ ચીજ તેને અહીં ભૂતાર્થ કહી છે. અહીં ભૂતાર્થપરિગ્રહેણ-એમ જે કહ્યું છે એના માટે ચાર શબ્દ કહ્યા છે. ભૂતાર્થ એક, ૫૨માર્થનય બે, શુદ્ધ દ્રવ્યના અનુભવનું જેમાં પ્રયોજન છે તે શુદ્ધ દ્રવ્યાર્થિકનય ત્રણ અને અભેદનય ચાર. અહાહા! અભેદ એકરૂપ ત્રિકાળી નિત્યાનંદ જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ સદશસ્વભાવ જે પ્રત્યેક પર્યાયમાં અન્વયરૂપ રહે તે સદા એકરૂપ ચીજને અહીં અભેદનય કહેલ છે. પર્યાયબુદ્ધિ છોડીને ત્રિકાળી છતા પદાર્થનો અનુભવ કરવાનું અહીં કહેલું છે, કેમકે ૫૨માર્થરૂપ ભૂતાર્થનો અનુભવ કરવાથી સમ્યગ્દર્શન થાય છે, અરે ભાઈ! પાંચ પરાવર્તનરૂપ સંસારમાં શુભાશુભભાવરૂપ પરાવર્તન તું અનંતવાર કરી ચૂકયો છે. શુભભાવ તો તું અનાદિ સંસારથી કરતો આવ્યો છું અને મેં શુભભાવ કર્યા એવા અહંકારરૂપે જ તું પરિણમ્યો છું. ભગવાન! અંદર પંચપરાવર્તનના ભાવથી ભિન્ન તારી ચીજ શુદ્ધ જ્ઞાયકભાવે પડી છે તેનો આશ્રય કર. કેમકે તે વડે સમ્યગ્દર્શન થાય છે. ભગવાનનો માર્ગ અતિ સુક્ષ્મ છે. લોકો તો બાહ્ય શુભભાવમાં અને પરદ્રવ્યની ક્રિયામાં અનાદિકાળથી અહંપણું કરી રહ્યા છે. પોતાની જે ત્રિકાળી શુદ્ધ વસ્તુ ‘અમ્' તે બાજુ પર રહી ગઈ છે. ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા તે ‘અહમ્’–હું એવો Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295