Book Title: Pravachana Ratnakar 04
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 268
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૮૬ ] [ ૨૫૭ વાર લગની લગાડ; તને તત્ત્વની ઉપલબ્ધિ થશે. ઉપલબ્ધિ ન થાય એવી તારી વસ્તુ નથી. છ માસ લગાતાર પ્રયત્ન કર. જેમ માતાની આંગળીથી નાનું બાળક છૂટું પડી જાય અને તેને કોઈ પૂછે કે–તારું નામ શું? તારું ઘર કયું? તારી શેરી કઈ? તો બાળક કહે કે ‘મારી બા’. માતાના વિરહે બાળક પણ એક બાનું જ ચિંતવન કરે છે. તેમ પ્રભુ! તને અનંતકાળથી આત્માનો વિરહ છે. અને આત્મા આત્મા એમ ચિંતવન ન થાય અને એની સમીપ તું ન જાય તો આ જીવન વ્યર્થ ચાલ્યું જશે. ભાઈ ! સઘળાં કામ છોડીને આ કરવા જેવું છે. સ્તુતિ, વંદના વગેરે બહારની ક્રિયાના વિકલ્પોને તો વિષરૂપ કહ્યા છે, કેમકે ભગવાન અમૃતસ્વરૂપ આત્માથી તે વિરુદ્ધ ભાવ છે. તો એ ઝેરને છોડી તારી ચીજમાં જ્યાં એકલું અમૃત ભર્યું છે ત્યાં જા, ત્યાં જા. શાસ્ત્રમાં આવે છે કે–જેના દર્શન અને જ્ઞાનમાં આત્મા સમીપ છે અને રાગ દૂર છે તે જ્ઞાની છે. અજ્ઞાનીને રાગ સમીપ છે અને આત્મા દૂર છે. ૫૨માત્મપ્રકાશ દોહા માં આવે છે કે જેને રાગની રુચિ છે તેવા અજ્ઞાનીને આત્મા હૈય છે અને જ્ઞાનીને રાગ હૈય છે અને ત્રિકાળી શુદ્ધ ભૂતાર્થ વસ્તુ ઉપાદેય છે. અરે ભગવાન! તારી બલિહારી છે, પણ તારી તને ખબર નથી. આ બહારની લક્ષ્મી, આબરૂ, વિષય, વાસના, વગેરે ભાવ તો પાપભાવ છે. અને પઠન, પાઠન, સ્તુતિ, ભક્તિ વગેરે જે શુભભાવ આવે તેને પણ ભગવાન ઝેર કહે છે. એ ઝેરથી અમૃતની-આત્માની પ્રાપ્તિ નહિ થાય. ભગવાનનો આ માર્ગ છે; લોકોએ તેને બગાડી નાખ્યો છે. કળશ ૧૮૯માં કહ્યું છે કે-‘વિષ ત પ્રગીતં’–શુભક્રિયારૂપ વિકલ્પો વિષ છે. અંદર આનંદનો કંદ ભગવાન આત્મા બિરાજે છે તે એકનો જ અનુભવ અમૃત છે અને તે જ સમ્યગ્દર્શન છે, ધર્મ છે. આઠ વર્ષની બાલિકા પણ સમ્યગ્દર્શન પામે છે તે અંદર એક ભૃતાર્થ ભગવાન આત્માનો અનુભવ કરીને સમ્યગ્દર્શન પામે છે. આ જ રીત છે. મેરુ પર્વતથી ઉપર પ્રથમ સ્વર્ગ સૌધર્મ દેવલોક છે. તેમાં બત્રીસ લાખ વિમાન છે. એક વિમાનમાં અસંખ્ય દેવ છે. તે સ્વર્ગનો સ્વામી શક્ર-ઇન્દ્ર એક ભવ કરીને મોક્ષ જવાનો છે. તે હવે પછી મનુષ્યનો દેહ પામી કેવળજ્ઞાન પ્રગટ કરી મોક્ષપદ પામશે. તેની સ્ત્રી ઇન્દ્રાણી-શચી છે. તે જન્મી ત્યારે મિથ્યાદષ્ટિ હતી કેમકે સમકિત હોય તો સ્ત્રી પર્યાયમાં જન્મે નહિ. ઉપજે ત્યારે મિથ્યાત્વસહિત હોય છે, પછી સમક્તિને પ્રાપ્ત થાય છે. તે ઇન્દ્રાણી પણ એક ભવ કરીને મોક્ષ પામશે. અન્ય સંપ્રદાયમાં મલ્લિનાથને સ્ત્રી પર્યાય ઠરાવી છે તે જજૂઠું છે. સ્ત્રી પર્યાયમાં મોક્ષ માને તે બધું કલ્પિત છે. અહા! સંપ્રદાયમાંથી નીકળવું લોકોને કઠણ પડે અને તેમાંથી નીકળે તો શુભભાવમાંથી નીકળવું કઠણ પડે. અહીં તો કહે છે કે-ભૂતાર્થ શુદ્ધ ચિત્તૂપ એકરૂપ વસ્તુનું એકવાર ગ્રહણ કર. ભાઈ! ત્રિકાળી શુદ્ધ ધ્રુવ વસ્તુના અનુભવ વિના સમ્યગ્દર્શન નહિ થાય. લાખ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295