________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
આ તો વીતરાગનો માર્ગ છે. ભાઈ ! પ્રભુ ત્રણલોકનો નાથ સર્વજ્ઞ છે. એની એક સમયની પર્યાયમાં સર્વ લોકાલોક સમાઈ ગયા છે જાણવામાં આવી ગયા છે. આપ્તમીમાંસાના ૪૮ માં શ્લોકમાં સ્વામી સમંતભદ્રાચાર્ય કહે છે કે હે નાથ ! સમયે એક અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણ. એક સમયમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય આપના જ્ઞાનમાં આવ્યાં-એટલે સર્વ દ્રવ્યો જ્ઞાનમાં આવ્યાં અને કહ્યા તેથી આપ સર્વજ્ઞ છો એમ હું કહું છું. એક “ક” બોલે એમાં અસંખ્ય સમય જાય. એવા એક સમયમાં દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય ત્રણ જેણે જાણ્યાં તેણે આત્મા જાણ્યો, અને તેને સર્વ દ્રવ્યોનું જ્ઞાન થયું. તેથી તે સર્વજ્ઞ છે. ભાઈ ! આ તો ત્રણલોકના નાથ કેવળીએ એક સમયમાં જે જોયું અને જે કથનમાં આવ્યું એ અલૌકિક વાતો છે. અહીં કહે છે કે એક (આત્મા) ને ત્રણરૂપ પરિણમતો કહેવો તે વ્યવહાર થયો, અસત્યાર્થ પણ થયો તેથી તેને મેચક-મલિન કહ્યો છે. (કળશ ૧૭ ભાવાર્થ) અહાહા ! શું અર્થ કર્યો છે જયચંદ્ર પંડિતે ! પહેલાંના પંડિતો વસ્તુની જેવી સ્થિતિ છે તેવા અર્થ કરતા હતા. પણ હમણાં ઘણી ગરબડ થઈ ગઈ છે.
વ્યવહાર મોક્ષમાર્ગનું સેવન કરવું, રાગનું સેવન કરવું એ વાત તો છે નહિ. રાગનું શું સેવન કરવું? એનો તો અભાવ કરવો છે. પરંતુ ભગવાન જ્ઞાયકસ્વભાવી એક ચૈતન્યઘનસ્વરૂપ જે આત્મા તેની દષ્ટિ, જ્ઞાન અને ચારિત્ર એ નિશ્ચયથી પરમાર્થ છે. એ નિશ્ચયથી પરમાર્થ જે પર્યાય છે તેને અહીં વ્યવહાર કહીને મલિન કહી છે. પહેલાં એનું વિકલ્પમાં પણ યથાર્થ જ્ઞાન તો કરે, જ્યાં વ્યવહાર વિકલ્પવાળું જ્ઞાન પણ યથાર્થ નથી ત્યાં સત્યજ્ઞાન-સમ્યજ્ઞાન હોતું નથી.
- સાધુ પુરુષે ત્રણનું (દર્શન-જ્ઞાન-ચારિત્રનું) સેવન કરવું એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે, “પણ પરમાર્થથી જોવામાં આવે તો એ ત્રણેય એક આત્મા જ છેકારણ કે તેઓ અન્ય વસ્તુ નથી પણ આત્માની જ પર્યાયો છે.” ભાષા જુઓ. મોક્ષમાર્ગની પર્યાય (નિશ્ચયરત્નત્રયની પર્યાય) આત્માની પર્યાય છે, પરન્તુ વ્યવહારરત્નત્રયનો વિકલ્પ એ આત્માની પર્યાય નથી, અદભૂત છે. આ નિશ્ચયરત્નત્રય એ સદ્ભુત વ્યવહાર છે. બનારસીદાસ વિરચિત પરમાર્થવચનિકામાં કહ્યું છે કે “દ્રવ્ય નિષ્ક્રિય છે. સમ્યજ્ઞાન (સ્વસંવેદન) અને સ્વરૂપાચરણની કણિકા જાગે ત્યારે મોક્ષમાર્ગ સાચો. મોક્ષમાર્ગ સાધવો એ વ્યવહાર અને શુદ્ધ દ્રવ્ય અક્રિયારૂપ નિશ્ચય છે.” નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ સાધવો એ વ્યવહાર છે. પર્યાય છે ને? તેથી. “એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમ્યગ્દષ્ટિ જાણે છે, પણ મૂઢ જીવ (અજ્ઞાની) જાણે નહિ અને માને પણ નહિ.”
હવે દષ્ટાંત આપે છે : “જેમ કોઈ દેવદત્ત નામના પુરુષનાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ દેવદત્તના સ્વભાવને ઉલ્લંઘતા નહિ હોવાથી (તેઓ) દેવદત્ત જ છે અન્ય વસ્તુ નથી. તેમ આત્મામાં પણ આત્માનાં જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ આત્માના સ્વભાવને ઉલ્લંઘતાં નહિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com