Book Title: Pravachana Ratnakar 02
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 201
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૩૬ ] ( સ્વાયત્તા) सर्वतः स्वरसनिर्भरभावं चेतये स्वयमहं स्वमिहैकम् । नास्ति नास्ति मम कश्चन मोह: शुद्धचिद्धनमहोनिधिरस्मि ।। ३० ।। [ ૧૮૯ આત્મા ને જડ, શિખંડની જેમ, એકમેક થઈ રહ્યાં છે તોપણ, શિખંડની માફક, સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે, હું મોઢુ પ્રતિ નિર્મમ જ છું; કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય (આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવો ને એવો જ સ્થિત રહે છે. (દહીં ને ખાંડ મેળવવાથી શિખંડ થાય તેમાં દહીં ને ખાંડ એક જેવાં માલૂમ પડે છે તોપણ પ્રગટરૂપ ખાટા-મીઠા સ્વાદના ભેદથી જુદાં જુદાં જણાય છે; તેવી રીતે દ્રવ્યોના લક્ષણભેદથી જડ-ચેતનના જુદા જુદા સ્વાદને લીધે જણાય છે કે મોહકર્મના ઉદયનો સ્વાદ રાગાદિક છે તે ચૈતન્યના નિજસ્વભાવના સ્વાદથી જુદો જ છે.) આ રીતે ભાવકભાવ જે મોહનો ઉદય તેનાથી ભેદજ્ઞાન થયું. ભાવાર્થ::- આ મોહકર્મ છે તે જડ પુદ્દગલદ્રવ્ય છે; તેનો ઉદય કલુષ (મલિન ) ભાવરૂપ છે; તે ભાવ પણ, મોહકર્મનો ભાવ હોવાથી, પુદ્દગલનો જ વિકા૨ છે. આ ભાવકનો ભાવ છે તે જ્યારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. જ્યારે તેનું ભેદજ્ઞાન થાય કે ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો જ્ઞાનદર્શનોપયોગમાત્ર છે અને આ લુપતા રાગદ્વેષમોહરૂપ છે તે દ્રવ્યકર્મરૂપ જડ પુદ્દગલદ્રવ્યની છે', ત્યારે ભાવકભાવ જે વ્યકર્મરૂપ મોહનો ભાવ તેનાથી અવશ્ય ભેદજ્ઞાન થાય છે અને આત્મા અવશ્ય પોતાના ચૈતન્યના અનુભવરૂપ સ્થિત થાય છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [૪] આ લોકમાં [ä] હું [સ્વયં] પોતાની જ [ ં સ્વ] પોતાના એક આત્મસ્વરૂપને [ ચેતયે] અનુભવું છું [ સર્વત: સ્વ-રસ-નિર્ભર—માવું] કે જે સ્વરૂપ સર્વતઃ પોતાના નિજ૨સરૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલા ભાવવાળું છે; માટે [ મોહ: ] આ મોહ [ મ ] મારો [શ્વન નાસ્તિ નાસ્તિ] કાંઈ પણ લાગતોવળગતો નથી અર્થાત્ એને અને મારે કાંઈ પણ નાતો નથી. [શુદ્ધ—વિ-ધન-મહ:-નિધિ: અસ્મિ] હું તો શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજ:પુંજનો નિધિ છું. (ભાવભાવના ભેદ વડે આવું અનુભવ કરે.) ૩૦. એવી જ રીતે, ગાથામાં ‘મોહ’ પદ છે તેને બદલી, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન, સ્પર્શન-એ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246