________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૭-૧૮]
[ ૩૫
અરે ભાઈ! તું દુઃખી પ્રાણી અનાદિનો છે. રાગને બંધને વશ થયો તેથી દુઃખી છે એ નિરાકુળ ભગવાન આનંદનો નાથ છે. એને પર્યાયમાં-જ્ઞાનમાં જાણનારો તે પોતે છે, એમ ન જાણતાં જ્ઞાનની પર્યાયમાં પરને વશ થયો થકો રાગ તે હું એવી મૂઢતા ઉત્પન્ન કરે છે. થોડા શબ્દોમાં મિથ્યાત્વ કેમ છે અને સમ્યકત્વ કેમ થાય એની વાત કરી છે.
ઘણા લોકો અત્યારે માને છે કે કર્મને લઈને આમ થાય. પણ ભાઈ ! કર્મ તો જડ છે. એને લઈને શું હોય? કોઈ કર્મ આડે આવતું નથી. જાણવાવાળાને જાણે નહિ અને રાગને વશ પડી એમ માને કે હું આ (રાગાદિ), એ તો પોતે વશ થાય છે. “અપનકો આપ ભૂલકે હેરાન હો ગયા.” મૂળ સમ્યગ્દર્શન અને આત્મજ્ઞાનની વાત પડી રહી અને મૂળ વિના ( ત્યાગમાં ધર્મ માનીને) બધાં પાંદડાં તોડયાં. જેમ આંબલીનાં લાખો પાન હોય તે તોડે પણ મૂળ સાજું રહે તો તે ૧૫ દિવસમાં પાંગરી જાય. તેમ રાગની મંદતાની ક્રિયાઓ અનંતવાર કરી એ પાંદડાં તોડ્યાં, રાગ રહિત આત્મા કેવો છે તેને જાણ્યા વિના અજ્ઞાનથી મિથ્યાત્વનું મૂળ સાજું રાખ્યું, પણ એને ઉખેડીને સમ્યગ્દર્શનરૂપી ધર્મના મૂળને પકડ્યું નહિ.
અહીં કહે છે કે આ જાણનાર-જાણનાર-જાણનાર-આ જે જાણનક્રિયા દ્વારા જણાય છે તે હું એમ અંતરમાં ન જતાં જાણવામાં આવે છે જે રાગ તેને વશ થઈ રાગ તે હું એમ અજ્ઞાનીએ માન્યું તેથી આ અનુભૂતિમાં જણાય છે તે જ્ઞાયક હું એવું આત્મજ્ઞાન ઉદય પામતું નથી. દર્શનમોહના ઉદયને કારણે આ આત્મજ્ઞાન ઉદય પામતું નથી એમ ન કહ્યું પણ રાગને વશ થવાથી આ જેના અસ્તિત્વમાં-ટ્યાતીમાં જાણવું થાય છે એ જાણનાર તે હું એવું આત્મજ્ઞાન મૂઢ-અજ્ઞાનીને પ્રગટ થતું નથી. કોઈ માને કે કર્મથી થાય, કર્મથી થાય તો એ જૂઠી વાત છે. ત્રણકાળમાં કર્મથી આત્માનું કાંઈ ન થાય. કર્મ એ તો પરદ્રવ્ય છે. પરદ્રવ્યથી સ્વદ્રવ્યમાં કાંઈ થાય એ વાત તદ્દન જૂઠી છે. પોતે પોતાને ભૂલીને રાગને પોતાનો માને એ તો મૂઢભાવ છે, મિથ્યાત્વ છે. તો પછી આ બાયડી, છોકરાં, કુટુંબ, મકાન, પૈસા, આબરૂ વગેરે કયાંય રહી ગયા. એને પોતાના માને એ તો મૂઢતા છે જ.
રાગ અને આત્મા વચ્ચે સંધિ છે, નિઃસંધિ નથી. (આ પ્રવચનમાં) આ વાત આગળ આવી ગઈ છે. ત્રણલોકનો નાથ જે સચ્ચિદાનંદ પ્રભુ એની અને રાગની વચ્ચે સંધિ છે, તડ છે, પણ એક્તા નથી. માણસો બહારથી માથાફોડ કરે અને જિંદગી કાઢે, પણ શું થાય? (અંતરંગમાં સંધિ છે, પણ એક નથી એમ વિચારે નહિ તો શું થાય?) એને એકાન્ત લાગે છે પણ એકાન્ત એટલે શું એની ખબર નથી. ભાઈ ! જે વિકાર થાય છે તે તારાથી જ થાય છે, પરને લઈને-કર્મને લઈને કે નિમિત્તને લઈને નહિ. તું પોતે વિકાર કરે ત્યારે તેને (કર્મ આદિન) નિમિત્ત કહેવામાં આવે છે. આ અનેકાન્ત છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com