________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૦-૨૧-રર ]
[ ૭૧
પરણ્યા પછી બાયડીના થઈ ગયા; ઇત્યાદિ કેટલાક વાતો કરે છે. અરે ! સાંભળને બાપુ! અહીં કહે છે કે પહેલાં મારું કોઈ હતું જ નહિ, મારું હતું એક સર્વજ્ઞસ્વરૂપ. તે તો હું છું જ. અને પારદ્રવ્ય પરદ્રવ્ય જ હતું.
હવે ભવિષ્યકાળ : આ પરદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહિ અને એનો હું ભવિષ્યમાં થઈશ નહિ. એ રાગનો, શરીરનો કે દેશનો હું થઈશ નહિ. કોઈનો દીકરો અને કોઈકનો બાપ હું ભવિષ્યમાં થઈશ નહિ. હું મારો જ ભવિષ્યમાં થઈશ. અસ્તિનાસ્તિ કહે છે ને? અને આ પરદ્રવ્યનું પરદ્રવ્ય જ ભવિષ્યમાં થશે.
આવો જે ત્રણે કાળ સંબંધીનો સ્વદ્રવ્યમાં જ સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે તે જ પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેનાથી તે ઓળખાય છે. જુઓ ભાષા. એક જ્ઞાયકભાવ સર્વજ્ઞસ્વભાવી આત્મા એ જ હું છું એવો સત્યાર્થ-બૂતાર્થ આત્મવિકલ્પ એ જ જ્ઞાની સમક્તિીનું લક્ષણ છે. આ રીતે જ્ઞાની ઓળખાય છે. બાકી આ મારાં ને એ તારાં, મેં આમ કર્યું હતું. અને તે આમ કર્યું, તમે ઉપકાર ભૂલી ગયા આદિ બધું ગાંડપણ છે, અજ્ઞાન છે.
જે પરદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે તે તો અજ્ઞાની છે, અને જે પોતાના આત્માને જ પોતાનો માને છે તે જ્ઞાની છે–એમ અગ્નિ-બંધનના દાંત દ્વારા દઢ કર્યું છે. (આ ભાવાર્થ થયો.)
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :
* કળશ ૨૨ : શ્લોકાર્થ *
જગતના જીવોને ઉદ્દેશીને કહ્યું છે કે “નાત’ જગતના જીવો “માનનીતું મોદમ' અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને “ફવાનીમ ચતુ' હવે તો છોડો. એટલે કે અનાદિકાળથી ભગવાન આત્માનો આનંદ અને શાંત સ્વભાવ હોવા છતાં તેણે રાગ-દ્વેષ અને પુણ્ય-પાપના ભાવને જ વેધા છે. અનાદિથી દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધાદિ ભાવોમાં જે મોહપુરમાં મારાપણાના ભાવ, પરમાં સાવધાનીના ભાવ જે અધર્મરૂપ છે તે જ એણે વેધા છે. પરંતુ પોતે જે અતીન્દ્રિય જ્ઞાન અને આનંદસ્વરૂપ ભગવાન આત્મા છે તેને વેધો નથી.
આ ખાવું, પીવું અને વેપાર કરવો ઇત્યાદિમાં જે બાહ્ય ક્રિયા થાય છે એ તો એણે કરી નથી. એ કાળે જે રાગ-દ્વષના ભાવ થાય તે એણે કર્યા અને અનુભવ્યા-વેધા છે. ચોવીસે કલાક આ ધંધાપાણી ઇત્યાદિ બધી પ્રવૃત્તિ દેખાય છે ને-એમાં એ પરનું કાંઈ કરતો નથી, કરી શક્તો નથી. અનાદિકાળથી સ્વરૂપના સ્વાદથી જે વિરુદ્ધભાવ એવા રાગ અને દ્વેષ, શુભ અને અશુભ એમ વિકૃતભાવ એણે કર્યા અને વેધા છે. પરને તો એ વેદી શક્તો નથી અને આત્માને એણે અનુભવ્યો નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com