Book Title: Pravachana Ratna Chintamani 3 Author(s): Kanjiswami Publisher: Kundkund Kahan Digambar Jain Trust View full book textPage 5
________________ iv] [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ વક્તા અને શ્રોતા હયાત છે ત્યાંસુધીમાં જેટલું ઝડપથી થઈ શકે તેટલું કામ કરી લેવા જેવું છે. આ પુસ્તક પ્રકાશનમાં અનેક મુમુક્ષુઓ તરફ્થી ટ્રસ્ટને અત્યંત નિસ્પૃહભાવે સહયોગ મળેલો છે તેની સાભાર નોંધ લેવામાં આવે છે. જે જે મુમુક્ષુઓએ પ્રવચનો ઉતાર્યા છે તેમ જ ઉતારેલા પ્રવચનો તપાસી આપેલ છે, તેઓના અમો આભારી છીએ. આ કાર્યમાં સક્રિય રીતે ભાઈશ્રી હીરાલાલ ભીખાલાલ શાહે મહત્ત્વપૂર્ણ ફાળો આપેલ છે, તેમનો આભાર માનીએ છીએ. ભાઈશ્રી હેમંતભાઈ ગાંધીએ અતિ ચીવટથી ખુબ મહેનત લઈને શત્રુથી અંત સુધી પ્રેસ મેટર તથા પ્રૂફ-સંશોધન કરી આપેલ છે. તે બદલ તેમનો આભાર માનીએ છીએ. આ સિવાય ઘણા મુમુક્ષુઓએ ઉદારતાથી આર્થિક સહયોગ આપેલ છે, જેની પ્રસ્તુત પુસ્તકમાં નામાવલી આપી છે. આ બધા દાતાઓનો પણ આભાર માનીએ છીએ. આ પુસ્તકનું શબ્દગૂંથણીનું (ટાઈપસેટીંગ) કાર્ય કાળજીપૂર્વક કરી આપવા બદલ ક્રિએટીવ પેજ સેટર્સના શ્રી સમીર પારેખના ખુબ જ આભારી છીએ. અંતમાં, પરમપૂજ્ય ગુરુદેવશ્રીનો આપણા ઉપર અતિ ઉપકાર છે. જેનું વર્ણન શબ્દો દ્વારા અશક્ય છે. જેણે શાશ્વત સુખનો માર્ગ આપ્યો તેનું ઋણ ચૂકવવાનો કોઈ માર્ગ જ નથી. એથી વિનમ્રપણે ગુરુવાણીના પાવન પરમામૃત દ્વારા વીતરાગ સર્વજ્ઞપ્રણીત અને શ્રી ગણધરાદિ મહાન આચાર્યો રચિત પરમાગમોનો ઉકેલ કરી નિજ સાધનાની પરિપૂર્ણતાને આપણે પામીએ અને સર્વ જીવો પણ પામો એ જ અભ્યર્થના. જયવંત વો તે કુંદકુંદ આચાર્ય કે જેમણે મહાતત્ત્વથી ભરેલો પ્રાકૃતરૂપી પર્વત બુદ્ધિરૂપી શિરપર ઉપાડીને ભવ્ય જીવોને સમર્પિત કર્યો છે. વીર સંવત ૨૫૭૧ વૈશાખ સુદ ૨, વિક્રમ સંવત ૨૦૬૧, તા. ૧૦-૫-૨૦૦૫ લિ. શ્રી કુંદકુંદ-કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ, ટ્રસ્ટી મંડળPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 316