Book Title: Pravachana Ratna Chintamani 3
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 14
________________ ૨] [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ અન્વયાર્થ:- (નીવાનામ્) જીવોનાં (૩યોનિનીવાળાસ્થાનાદિg) કુળ, યોનિ, જીવસ્થાન, માર્ગણાસ્થાન વગેરે (જ્ઞાત્વ) જાણીને (તસ્ય) તેમના (સામનિવૃત્તિપરિણામ:) આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે (પ્રથમવ્રતમ્) પહેલું વ્રત (મવતિ) છે. ટીકા:- આ, અહિંસાવ્રતના સ્વરૂપનું કથન છે. કુળભેદ, યોનિભેદ, જીવસ્થાનના ભેદ અને માર્ગણાસ્થાનના ભેદ પહેલાં જ (૪૨ મી ગાથાની ટીકામાં જ) પ્રતિપાદિત કરવામાં આવ્યા છે; અહીં પુનરુક્તિદોષના ભયથી પ્રતિપાદિત કર્યા નથી. ત્યાં કહેલા તેમના ભેદોને જાણીને તેમની રક્ષારૂપ પરિણતિ તે જ અહિંસા છે. તેમનું મરણ થાઓ કે ન થાઓ, *પ્રયત્નરૂપ પરિણામ વિના સાવદ્યપરિહાર (દોષનો ત્યાગ) થતો નથી. આથી જ, પ્રયત્નપરાયણને હિંસાપરિણતિનો અભાવ હોવાથી અહિંસાવ્રત હોય છે. એવી રીતે (આચાર્યવર) શ્રી સમંતભદ્રસ્વામીએ (બૃહસ્વયંભૂસ્તોત્રમાં શ્રી નમિનાથ ભગવાનની સ્તુતિ કરતાં ૧૧૯મા શ્લોક દ્વારા) કહ્યું છે કે : (ફિશર) "अहिंसा भूतानां जगति विदितं ब्रह्म परमं न सा तत्रारम्भोऽस्त्यणुरपि च यत्राश्रमविधौ । ततस्तत्सिद्धयर्थं परमकरुणो ग्रन्थमुभयं भवानेवात्याक्षीन्न च विकृ तवेषोपधिरतः ॥" (લોકાર્થ:-) જગતમાં વિદિત છે કે જીવોની અહિંસા પરમ બ્રહ્મ છે. જે આશ્રમની વિધિમાં લેશ પણ આરંભ છે ત્યાં તે-તે આશ્રમમાં અર્થાત્ સગ્રંથપણામાં) તે અહિંસા હોતી નથી. માટે તેની સિદ્ધિને અર્થે, (હે નમિનાથ પ્રભુ!) પરમ કરુણાવંત એવા આપશ્રીએ બન્ને ગ્રંથને છોડ્યા (-દ્રવ્ય તેમ જ ભાવ બન્ને પ્રકારના પરિગ્રહને તજી નિગ્રંથપણું અંગત કર્યું), વિકૃત વેશ તથા પરિગ્રહમાં રત ન થયા.” વળી (૫૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે): મુનિને (મુનિcોચિત) શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) દેહચેષ્ટાદિકસંબંધી શુભોપયોગ તે વ્યવહાર-પ્રયત્ન છે. [શુદ્ધપરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ તો વ્યવહારપ્રયત્ન પણ કહેવાતો નથી. ]

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 316