Book Title: Pravachana Ratna Chintamani 3 Author(s): Kanjiswami Publisher: Kundkund Kahan Digambar Jain Trust View full book textPage 9
________________ શ્રી સમયસારજી-સ્તુતિ (હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર ! તે સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી. (અનુષ્ટ્રપ ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. | (શિખરિણી). અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂછ વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. (શાર્દૂલવિક્રિડિત) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવકલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. (વસંતતિલકા) સુણે તને રસનિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝ. (અનુષ્ટ્રપ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 316