Book Title: Pratishthakalpa Anjanshalaka Pratishthadividhi Author(s): Sakalchandra Gani, Somchandravijay, Chandravijay Gani, Jineshchandravijay Publisher: Rander Road Jain Sangh View full book textPage 9
________________ વિધિકાર શ્રી નવીનભાઈ : પરમશ્રદ્ધેય વિધિકાર, શ્રાદ્ધવર્ય શ્રી નવીનચંદ્ર બાબુલાલ શેઠ જામનગરવાળા, જેઓ પ્રાચીન વિધિપરંપરાને અનુસરનાર અમદાવાદવિધાશાળાની વિધિકાર મંડળીમાંના જ એક છે. અનેક પૂજ્ય ગીતાર્થ ગુરુ ભગવંતોની નિશ્રામાં એકસો ઉપરાંત અંજનશલાકા અને સેંકડો પ્રતિષ્ઠાઓ કરાવી છે. એક સમયે વિધિઓના જાણકાર શ્રી વેલચંદભાઈ (પૂ. મુનિ શ્રી વિશ્વકીર્તિવિજ્યજી મ.સા.)ના વરદહસ્તે તૈયાર થયેલ, ગુરુ કૃપાથી અનેક ગૂંચવણોનો સહજ ઉકેલ કરી શકનાર, નિઃસ્વાર્થ રીતે પ્રભુભક્તિમાં સદા તત્પર, અતિશયોક્તિ વિના કહી શકાય કે વિધિ-વિધાનના પરમરહસ્યને સાચા અર્થમાં પામી શકેલ, સાત્ત્વિકતાનું તેજ જેમના મુખારવિંદ ઉપર સતત ઝળકતું હોય છે તેવા, સમતાશીલ હોવા છતાં હરહંમેશ હસતા-રમતા, જેમની સાથે સાકેશભાઈ, અશોકભાઈ,નિખિલભાઈ જેવા કાર્યશીલ યુવકો જોડાયેલા રહે છે, એવા નવીનભાઈએ પોતાના અનુભવના આધારે પૂ. ગુરુમહારાજ અને વિધિકાર બન્નેને અનુકૂળતા આવે તે રીતે આ પ્રતનું સંકલન કર્યું છે. વિધિકાર શ્રી નવીનભાઈPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 656