________________
TIÇIT
FE 6 દ
ति
ष्ठा
ल्प
અન્નન
शलाका
प्रति
» 1
(૬) નવગ્રહપૂજનઃ- મૂળમાં શ્લોક, આહ્વાન-પૂજનમંત્ર આપેલ છે. તેને રાખી જે રીતે નવગ્રહ પૂજન પ્રચલિત છે, તે રીતે કુસુમાંજલિ, આલેખ, આહ્વાન, પૂજન, જાપ, અર્ધ્ય અને પ્રાર્થના એ ક્રમ મુજબ પૂજન સામગ્રીની ચોખવટ સાથે લીધુ છે. દિક્પાલ-ગ્રહપૂજનમાં આલેખ મંત્રો તેમજ ગ્રહશાંતિસ્તોત્ર જે રીતે હાલ પ્રસિદ્ધ છે તે રીતે છે.
(૭)અષ્ટમંગલપૂજન:- મૂળમાં નથી પણ બધે થાય છે, તેથી પૂજન સામગ્રી સાથે લીધું છે.
વિભાગ (૪):- (૧)લઘુસિદ્ધચક્રપૂજનઃ– શાસનદેવી, ચોસઠ ઈન્દ્રપૂજા, બાકુળા, અંગન્યાસ, કરન્યાસ બધું મૂળની જેમ છે. પહેલાં પાંચ પદોમાં સ્થાપના તથા પૂજનના શ્લોકો છે, છેલ્લા ચારમાં ફક્ત સ્થાપના શ્લોક અને મંત્રો છે. પૂજનના શ્લોક નથી તે આચારદિનકરમાંથી, પૂજનમાં વિમવ, જાપ પ્રતાન્તરમાંથી લીધા છે.
(૨)વીશસ્થાનકપૂજનઃ- શાંતિઘોષણા બાદ વીશસ્થાનકના માત્ર ૨૦ મંત્રો જ મૂળમાં છે. તે અહી પૂજનમાં લીધા છે. શ્લોકો વીશસ્થાનકપૂજનની પ્રતમાં અને વિમવ, જાપ વગેરે બીજેથી લીધેલ છે.
વિભાગ (૫):- ચ્યવનકલ્યાણક:- પ્રારંભમાં વિદેકાસ્થાપન, દિશિબંધ, પૂ. આચાર્ય ભગવંતને કેસર-બાદલાથી અલંકાર પ્રચલિત વિધાન મુજબ છે. આભૂષણના શ્લોકો મૂળ પ્રત મુજબ પરંતુ મંત્રો તેમજ માતા-પિતાની સ્થાપનાનો મંત્ર અનુભવીઓના અનુભવના આધારે સામગ્રીસહિત મૂકેલ છે. બાકી બધી વિધિ મૂળ મુજબ છે. સર્વ નૂતનબિંબોને વસ્ત્રાચ્છાદન, વનકલ્યાણક ચૈત્યવંદન, સ્તવન વગેરે હસ્તપ્રતમાંથી લીધેલ છે.
વિભાગ (ઉ):- જન્મકલ્યાણક:- જન્મવિધાનથી ૬૪ ઈન્દ્રોની સ્થાપના સુધી મૂળ પ્રત પ્રમાણે છે. ત્યાર બાદ આચારદિનકરમાં જે બૃહત્સ્નાત્રમહોત્સવ, વિવિધ પૂજા, અષ્ટમંગલ-આલેખન સુધી આવે છે, તે આખું લીધું છે. દેવવંદન,
Jain Education Internal
For Private & Personal Use Only
0 ♠ ? છ ઋ 1
તા
TET1
www.jainelibrary.org