Book Title: Prathamanuyog Shastra ane Tena Praneta Sthavir Aryakalaka
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 2
________________ | પ્રથમાનુગશાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર આઈ કાલક [૧૨૩ तो एव स ओमत्थं भणिओ अह गंतु सो पतिट्ठाणं ।। आजीवीसगासम्मी सिक्खति ताहे निमित्त तु ॥ १५४० ॥ આ પ્રમાણે જ્યારે સહાધ્યાયીએ કાલકાર્યને તેમની ઊણપ જણાવી ત્યારે તેમણે પ્રતિષ્ઠાનપુરમાં જઈને આજીવકોની પાસે નિમિત્તવિદ્યાનો અભ્યાસ કર્યો. अह तम्मि अहीयम्मी वडहेठ निविट्ट अन्नयकयाति । सालाहणो णरिंदो पुच्छतिमा तिण्णि पुच्छाओ ॥ १५४१ ।। અષ્ટાંગનિમિત્તવિદ્યા ભણી ગયા બાદ કેઈક પ્રસંગે સ્થવિર આર્ય કાલક વડના ઝાડ નીચે બેઠા છે, ત્યાં શાલિવાહન રાજા આવી ચડે છે અને આચાર્યને આ પ્રમાણે ત્રણ પ્રશ્નો પૂછે છે : पसुलिडि पढमयाए बितिय समुद्दे व केत्तियं उदयं । ततियाए पुच्छाए महुरा य पडेज व ण व ? त्ति ॥ १५४२ ।। પહેલે પ્રશ્ન : બકરી વગેરે પશુઓની લીડીઓ કેમ થાય છે ? બીજો પ્રશ્ન : સમુદ્રમાં પાણું કેટલું ? ત્રીજો પ્રશ્ન : મથુરાનું પતન થશે કે નહિ ? पढमाए वामकडगं देइ तहिं सबसहस्समुल्लं तु । बितियाए कुंडलं तू ततियाए वि कुंडल बितियं ॥ १५४३ ॥ પહેલા પ્રશ્નના ઉત્તરથી પ્રસન્ન થઈ રાજા શાલિવાહને આચાર્યને લાખમૂલ્યનું ડાબું કહું ભેટ કર્યું. બીજા અને ત્રીજા પ્રશ્નના ઉત્તરથી રાજી થઈ રાજાએ બે કુંડલે ભેટ કર્યો. आजीविता उवहित गुरुदक्खिण्णं तु एत अम्हं ति। तेहि तयं तू गहितं इयरोचितकालकज्जं तु ॥ १५४४ ॥ આ પ્રસંગે, આર્ય કાલકને નિમિત્તવિદ્યા ભણુવનાર આજીવક સાધુઓ ત્યાં હાજર હતા, તેમણે “આ અમારી ગુરુદક્ષિણ છે” એમ કહી તે ત્રણેય ઘરેણાં લઈ લીધાં. અને આર્ય કાલક પિતાના સમયોચિત કાર્યમાં લાગી ગયા. _णटुम्मि उ सुतम्मो अटुम्मि अणटे ताहे सो कुणइ । लोगणुजोगं च तहा पढमणुजोग च दोऽवेए ।। १५४५ ।। જેનો સૂત્રપાઠ ભુલાઈ ગયો છે, છતાં જેનો અર્થ એટલે કે ભાવ ભુલાયો નથી, એવા લોકોનોગ અને પ્રથમાનુગ નામના બે ગ્રંથની તેમણે પુનઃ રચના કરી. વહુ નિમિત્ત તfથે પદમણનો હૃતિ રચારું जिण-चकि-दसाराणं पुत्वभवाइ निबद्धाइ।। १५४६ ।। ઉપરોક્ત બે ગ્રંથ પછી પહેલામાં ઘણા પ્રકારની નિમિત્તવિદ્યા અને પ્રથમાનુયોગમાં જિનેશ્વર, ચક્રવતી અને દશારોના પૂર્વભવાદિને લગતું ચરિત્ર ગૂંથવામાં આવ્યાં છે. ते काऊणं तो सो पाडलीपुत्ते उवहितो संघं । बेइ कतं मे किंची अणुग्गहट्ठाय त सुणह ॥ १५४७ ॥ આ બન્નેય ગ્રંથની રચના કરીને તેઓ પાટલીપુત્રમાં પહોંચ્યા અને ત્યાંના શ્રીસંઘને કહ્યું કે: મેં કાંઈક કર્યું છે તેને અનુમહ કરીને તમે સાંભળો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8