Book Title: Prathamanuyog Shastra ane Tena Praneta Sthavir Aryakalaka
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 8
________________ પ્રથમાનુગશાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર આર્ય કાલક [ 129 અનુયોગદ્વાર-વૃત્તિકાર યાકિનીમહત્તરાસૂનુ આચાર્ય શ્રી હરિભદ્દે ચૂર્ણિ અને વૃત્તિમાં અનેક ઠેકાણે અને અનેક વિષયમાં પ્રથમાનુયોગની સાક્ષી આપી છે, જેમાંના થોડા ઉપયોગી ઉલ્લેખો મેં આ લેખના પ્રારંભમાં આપ્યા છે એટલે પ્રથમાનુયોગની પ્રતિ મેળવવા માટે કે વાંચવા માટે આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરને દેવતાની જરૂરત જરાય ન હતી, ભલે શ્રી જિનદત્તસૂરિ મહારાજને હ. શ્રી હર્ષભૂષણે કરેલે લેખ પણ કરિપત જ છે. સંભવ છે, ગરપાતંત્ર્યસ્તવવૃત્તિકારની સ્પર્ધામાં હર્ષભૂષણે પણ એક તુકકો ઊભો કર્યો હોય. તુકકો પણ જેતે નહિ, એક રાત્રિમાં જ આચાર્યશ્રી હેમચંદ્ર પ્રથમાનુગ વાંચી લીધો. મને તો લાગે છે કે બન્ને મહાનુભાવોએ તુક્કા જ ઉડાવ્યા છે. આવા દેવતાઈ તુક્કાઓ આપણે ત્યાં ઘણું ચાલ્યા છે. પ્રભાવચરિત્રકાર આચાર્યો પણ એક આવી જ કથા રજૂ છે– એવામાં બુદ્ધાનંદ મરણ પામી વ્યંતર થયો અને પૂર્વના વૈરભાવથી તેણે ભલ્લાદિકૃત નયચક અને પદ્મચરિત્ર એ બન્નેય ગ્રંથ પોતાને તાબે કર્યા અને તે કોઈને વાંચવા દેતો ન હતો.” - પ્રભાવક ચરિત્ર ભાષાંતર, પૃષ્ઠ 123. ખરેખર આવી કથાઓ અર્થ વિનાની જ છે. મલવાદી પ્રાચીન નયચક ગ્રંથને વાંચે છે ત્યારે તેમના હાથમાંથી દેવતા તે ગ્રંથને પડાવી લઈ જાય છે, અને એની જ ભલામણથી નિર્માણ થયેલા નયચક ગ્રંથની રક્ષા કરવાની એ દેવતાને પરવા નથી, ત્યારે તો આવી કથાઓ ઉપહાસજનક જ લાગે છે ? અંતમાં, પ્રાસંગિક ન હોવા છતાંય મેં આ લેખમાં પંચકલ્પમહાભાષ્ય અને તેની ચૂર્ણિને ઉલેખની નોંધ કરી છે એટલે મારે કહેવાની વસ્તુ અનુપ્રસન્ત તો છે જ, અને તે એ કે પંચકલ્પમહાભાષ્ય નામ સાંભળી ઘણા વિદ્વાને એમ ધારી લે છે કે પંજા નામનું સૂત્ર હોવું જોઈએ. પરંતુ ખરું જોતાં તેમ છે જ નહિ. પંચક૯૫ભાષ્ય એ ક૫ભાગમાંથી છૂટો પાડેલો એક ભાગ્યવિભાગ તેનું મૂળ સૂત્ર જે કહી શકાય તે તે કલ્પસૂત્ર (બૃહકલ્પસૂત્ર) જ કહી શકાય; જેમ આવશ્યક નિર્યુક્તિમાંથી ઓઘનિર્યુક્તિને જુદી પાડવામાં આવી છે, દશવૈકાલિક નિર્યુક્તિમાંથી પિંડનિર્યુક્તિને જુદી કરી છે તે જ રીતે કલ્પભાગમાંથી પંચકલ્પભાષ્યને પણ અલગ કરવામાં આવ્યું છે. બૃહકલ્પસૂત્રની કેટલીક જૂની પ્રતિઓના અંતમાં જં પસૂત્ર સમાપ્તમ આવો ઉલ્લેખ જોઈ કેટલાક ભ્રમમાં પડી જાય છે, પરંતુ ખરી રીતે ભ્રમમાં પડવું જોઈએ નહિ. એવા નામોલ્લેખવાળી પ્રતિ બધી બૃહત્ક૯પસૂત્રની જ પ્રતિઓ છે. [‘આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રન્થ,” ઈ. સ. 1956] જ્ઞાનાં. 17 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8