Book Title: Prashnottar Mohanmala Uttararddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 529
________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા. ઉત્તરાદ્ધ ભાગ ૧૧ મે. પ્રશ્ન ૧ લું–કેટલાક કહે છે કે જૈન ધર્મ વેદ ધર્મમાંથી નીકળે છે. કેટલાક કહે કે બૌદ્ધ ધર્મમાંથી જૈન ધર્મ નીકળે છે. અને કેટલાક એમ પણ કહે છે કે જૈન ધર્મ ગૌતમે ચલાવ્યું છે. આ વિષે શું સમજવું ? ઉત્તર–જૈનધર્મ અનાદિ છે. કોઈ પણ ધર્મમાંથી જૈનધર્મ નીકળે એવી કલ્પના કરવી તે આકાશ પુષ્પવત્ છે. વેદ વગેરે દરેક ધર્મનાં શાસ્ત્રોમાં જૈનધર્મની શાક્ષી મળી આવે છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે વેદ વગેરે રચાયેલાં શાસ્ત્રોથી પહેલા જૈનધર્મ અનાદિથી ચાલ્યો આવે છે એમ ઘણા પ્રકારની સાબીતી મળી આવે છે. પ્રશ્ન ૨ –વેદ પહેલાને જૈનધર્મ છે એવી શાક્ષી વેદમાંથી નીકળી આવે તે વેદ પહેલાને જૈનધર્મ છે એમ એકે અવાજે કબુલ કરવું પડે માટે એ કઈ વેદ ધર્મને દાખલ હોય તે પ્રગટ કરી બતાવશે ? ઉત્તર–સાંભળે-જૈનધર્મની પ્રાચીનતાની શાક્ષી “સનાતન જૈન” પુસ્તક ૧ લું-ડસેમ્બર ૧૯૦૫–અંક ૫ મે-જૈનની પ્રાચીનતા અને સમી ચીનતા અર્થે, અન્ય દર્શનોનાં શાસ્ત્રો પરથી કેટલીક શાક્ષીઓ અહિં મૂકીએ છીએ. શીતમાં–આ પ્રમાણે કહ્યું છે. ॐ त्रैलोक्य प्रतिष्टितानां, चतुर्विंशति तीर्थकराणां; ऋषभादि वर्द्धमानान्तानां, सिद्धानां शरणं प्रपद्ये. ॥ અર્થ –ષભથી વમાન પર્યત જે “સિદ્ધ” ત્રિકર્મા પ્રતિષ્ઠા (માન) પામે છે, અને ચોવીશ તીર્થોની સ્થાપના કરનાર છે તે સિદ્ધોનાં શરણને પ્રાપ્ત થાઉં છું; અર્થાત્ તે રાષભાદિ સિદ્ધ મને બચાવે. ઉપર પ્રમાણે ગવેદમાં-અષભદેવથી માંડી વર્ધમાન સ્વામી (મહાવીર સ્વામી) સુધીના વીશ તીર્થકરની સાક્ષી આપે છે કે તેઓ સિદ્ધ થયા એવી સાબીતી કરી આપે છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે-વેદ પહેલા ચોવીશે તીર્થકર થઈ જવા જોઈએ, તેમજ વ્યાખ્યા વિલાસમાં પણ ઉપર કહેલા વેદમાં મહાવીરનું નામ દાખલ કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570