Book Title: Prashnottar Mohanmala Purvarddha Author(s): Mohanlalmuni Publisher: Prem Jinagam Samiti Mumbai View full book textPage 7
________________ પ્રસ્તાવના दुर्गतिप्रस्तान् जंतून् यस्माद्धारयते ततः । धत्ते चैतान् शुभस्थाने तस्माद्धर्म इति स्मृतः ।। શ્રી રાજેન્દ્રારિ દુર્ગતિમાં પડતા જે રાખે છે જીવને ધરી, ને શુભ ગતિમાં સ્થાપે, તે જ “ધર્મ” ગણાય છે. આ પ્રબળ અને પવિત્ર તે ધર્મ–સદ્ધર્મ છે એ સદ્ધર્મની પ્રાપ્તિને માટે આ જગતમાં કોણ મચ્યું નથી ? કોઈ એક માર્ગે અને કઈ બીજે માગે સદ્ધર્મની પ્રાપ્તિને માટે ફાંફા મારે છે, કારણકે તે મનુષ્ય જ્ઞાની હોય કે અજ્ઞાની હેય પણ એક યા બીજી રીતે એટલું તે સમજે છે કે સ્વર્ગપ્રાપ્તિમાં સુખ રહેલું છે અને ધર્મ કરીએ તે જ સ્વર્ગ પ્રાપ્તિ થાય છે. દુર્ગતિમાં પડનાર જીને ધરી રાખીને સદ્ગતિમાં પહોંચાડવાનું જે સામર્થ્ય ધર્મમાં રહેલું છે તે સામાથ્યને ગે જ આ ધર્મપ્રધાન દેશમાં સુજ્ઞ કે અજ્ઞ સર્વ કે સ્વર્ગ અને ધર્મને ઓળખતાં રહ્યાં છે. શ્રી મહાવીરે ધર્મને ત્રણે કાળમાં ઉપૃષ્ટ મંગળરૂપ કહ્યો છે. વી કં ઈ હિંસા સંગમો તવ અર્થાત્ અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ ઉત્કૃષ્ટ મંગળરૂપ છે અને ધર્મની એ મંગળરૂપતાના કથનમાં પણ ધર્મનું મહાઓ તેમજ સામર્થ્ય સ્કુટ થાય છે. ધર્માચરણથી મુક્તિ મળે છે એવું સામાન્ય રીતે મનાય છે. કૃષ્ણ યજુર્વેદના તૈત્તિરીયાધ્યકમાં કહ્યું છે કે धर्मेण पापमपनुदंति । धर्मे सर्व प्रतिष्ठितं । तस्माद्धर्म परमं वदन्ति ॥ અર્થાત્ ધર્મથી પાપ ટળે છે, અને ધર્મમાં સર્વ કાંઈ રહ્યું છે, માટે જ ધર્મને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ આ પોપનું ટાળવું, મુક્તિનું અથવા મેક્ષનું મળવું, એ બધું શું છે, તેનું સ્વરૂપ શું છે, એ તે ચેડા જ જાણે છે અને જાણનારાઓમાં પણ શેડા જ એ ધ્યેયબિંદુ તરફ જતા માગે ચાલે છે ચાલનારામાંના પણ થોડા જ વસ્તુતઃ પંથ કાપવામાં સફળ થાય છે, અને પંથ કાપન રાઓમાંના પણ કોઈક જ ઠેઠ ધ્યેયબિંદુ સુધી પહોંચી શકે છે. ઉત્તરાધ્યયનમાં મોક્ષમાર્ગનું સ્વરૂપ દર્શાવતાં જણાવ્યું છે चउकारणसंजुत्तं नाणदंसण लक्खणं । * અનુરુપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 576