Book Title: Prashnottar Mohanmala Purvarddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 9
________________ કારણભૂત બને છે. આ બેઉ પ્રકારના કર્મો –હેય કર્મોને અને ઉપાદેય કર્મોને બેધ ત્યાં સુધી મનુષ્યને થતું નથી ત્યાં સુધી મનુષ્ય એક પ્રકારનાં કર્મો ટાળવાને બીજા પ્રકારનાં કર્મો આચરી શક્તા નથી, તેમજ આવતાં કર્મોને અટકાવી શકતું નથી. જ્ઞાન અને દર્શનની આવશ્યકતા તેની પાછળના ચારિત્ર તથા તપના આચરણને અર્થે જ છે અને જ્યાં સુધી સદસર્વસ્તુની માહિતી સદસવિવેકબુદ્ધિવડે પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી તેમનું કશું મનુષ્ય પોતાના આત્માના હિતાર્થે ગ્રહણ કરી શકતું નથી. ઓધુનિક કાળમાં જ્ઞાનપ્રાપ્તિના મુખ્ય સાધનરૂપ સદ્દગુરૂ છે. જગતમાં ગુરૂઓમાં સદ્દગુરૂઓ થડા છે અને એવા સશુરૂની ઉપલબ્ધિ કરી શકનારા પણ થડા છે, અને સદગુરૂ ઉપલબ્ધ થાય, તે પણ સદ્ગુરૂના બંધને ગ્રહણ કરનારા શ્રોતાઓ-શ્રાવકે કેવા છે? વિદ્વાનોએ શ્રાવકના સાત પ્રકાર પાડ્યા છે. એક પ્રકારના શ્રાવકે સાપ સરખા છે. સીપ જેમ મુખ ખોલીને દરિયામાં તરે છે અને મેઘનાં બિંદુઓ વરસે છે તે ઝીલી લે છે એટલે તેમાં મોતી પાકે છે, તેમ પહેલા પ્રકારના શ્રાવકે સદ્દગુરૂના મુખમાંથી પડતા વચનમૃતને ઝીલી લઈને તેને પિતાના હૃદયમાં મૂલ્યવાન મેતીની પેઠે જાળવી રાખે છે. બીજા પ્રકારના શ્રાવકો શ્રીફળ જેવા છે. જેમ નાળીયેરી બારે માસ ફળે છે, તેમ શ્રાવક એક વાર ગુરૂવચન સાંભળે છે એટલે પછી બારે માસ તે વચનાનુસાર વર્યા કરે છે અને પુણ્ય પાર્જન કરે છે. ત્રીજા પ્રકારના શ્રાવકે નદી જેવા છે. નદીમાં વર્ષાઋતુમાં જળ બહુ વહે છે પણ વરસાદ ન વરસે તે જળ ઓછું થાય છે, છતાં નદીની ભૂમિમાં પુષ્કળ જળ છુપાયેલું રહે છે, તેમ સદ્ગુરુના વચનામતને લાભ મળે તે શ્રાવકને વૈરાગ્ય પરમ સ્વરૂપમાં દીપી નીકળે છે, પરંતુ વરસાદ ન હોય તે બહાર સાધારણ દેખાય છે પરંતુ અંતરમાં તે વૈરાગ્ય વસેલો જ હોય છે. ચોથા પ્રકારના શ્રાવકે સરવર જેવા છે. સરોવરમાં જ્યાં સુધી પાણી ભર્યું હોય છે, ત્યાંસુધી જમીન લીલી રહે છે પરંતુ વરસાદ વિના પાણી સુકાઈ જાય, ત્યારે જમીન પણ સુકાઈને તરડઈ જાય છે, તેમ શ્રાવકની હૃદયભૂમિ સદ્દગુરૂના વચનામૃતના સિંચનથી ભીની રહે છે, પરંતુ ગુરૂને અભાવે જ્યારે તે ભૂમિ ઉપરનું જળ સુકાઈ જાય છે ત્યારે વૈરાગ્યવાસન પણ ચાલી જાય છે અને હૃદયભૂમિ સુકાઈને તેમાં તીરાડ પડી જાય છે. વરસમાં બે ચાર વાર સદ્દગુર વચન સાંભળે ત્યાં સુધી સરોવરના જે જળભર્યો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 576