Book Title: Prasharamrati Prakaranam Author(s): Umaswati, Umaswami, Haribhadrasuri, Anandsagarsuri, Sagaranandsuri Publisher: Shrutbhuvan Sansodhan Kendra View full book textPage 7
________________ ટીકાકાર પરિચય : પ્રશમરતિ પ્રકરણની પ્રાચીન ટીકાના કર્તા અજ્ઞાત છે. તે જ રીતે અવચૂરિના કર્તા પણ અજ્ઞાત છે. | વિવરણના કર્તા પૂ.આ.શ્રી હરિભદ્રસૂ.મી. છે. તેઓ વાદીદેવસૂરિમ.ની (સ્યાદ્વાદરત્નાકરના કર્તા) પરંપરામાં થયેલા પૂ.આ.શ્રી માનદેવસૂ.મ.ના (તેઓ વિરહાંક પૂ.આ.શ્રી હરિભદ્રસૂ. કૃત શ્રાવકધર્મવિધિનીના ટીકા કર્તા હોવાની સંભાવના છે તેવું મો.દ.દેસાઈ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં પેરા નં. ૩૪૭ની ટિપ્પણી નં. ૨૮૫ જણાવે છે) ના સંતાનીય શ્રી જિનદેવ ઉપાધ્યાયના શિષ્ય હતા. શ્રીજિનદેવ ઉપાધ્યાય તેમના દીક્ષાગુરુ હતા કે વિદ્યાગુરુ તે વિષે સ્પષ્ટતા નથી. પ્રશમરતિ વિવરણની પ્રશસ્તિ પ્રમાણે તેઓ વિદ્યાગુરુ જ જણાય છે. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’માં શ્રી મો.દ. દેસાઈ તેમનો આ રીતે પરિચય આપે છે. ૩૪૭ બૃહદુગચ્છના માનદેવસૂરિ-જિનદેવ ઉપાધ્યાય શિષ્ય હરિભદ્રસૂરિએ જયસિંહ રાજ્ય સં. ૧૧૭૨માં બંધસ્વામિત્વ-પડશીતિ આદિ કર્મગ્રન્થ પર વૃત્તિ, (જે. પૃ. ૨૬, જે. પ્ર. ૩૪, પ્ર. ઓ. સભા નં. પર), પ્રાકૃતમાં મુનિપતિચરિત (બ. હેમચંદ્ર ગ્રં. મા., વે. નં. ૧૭૪૭) અને શ્રેયાંસચરિત રચ્યાં. ૫ડશીતિનું બીજું નામ આગમિકવિચારસાર પ્રકરણ છે તે પરની વૃત્તિ આશાપુરની વસતિમાં ૧૧૭૨માં રચી. (બૃહ. ૬, નં. ૭૭૬ પા. સૂચિ નં. ૧૯ (૩) પ્ર. આ. સભા ભાવ.), અને સં. ૧૧૮૫માં ઉમાસ્વાતિકૃત પ્રશમરતિ પર વૃત્તિ (પ્ર. જૈન ધ. સભા ભાવ.) અને ક્ષેત્રસમાસવૃત્તિ (જ. નં. ૨૬૮ (૧), શ્રીધર ભાં. ૨, ૮૦) રચી. (જે. પ્ર. પૃ. ૩૪-૩૫). પ્રસ્તુત સંપાદનમાં જેમની હસ્તપ્રત વિ. ભૌતિક અને પ્રસ્તાવના વગેરે બૌદ્ધિક સામગ્રીનો ઉપયોગ કર્યો છે, તે સર્વ પ્રત્યે કૃતજ્ઞતા અભિવ્યક્ત કરું છું. - સંપાદકPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 333