Book Title: Prasharamrati Prakaranam
Author(s): Umaswati, Umaswami, Haribhadrasuri, Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Shrutbhuvan Sansodhan Kendra

View full book text
Previous | Next

Page 6
________________ संपादकीय હસ્તપ્રત પરિચય : પ્રશમરતિપ્રવરનું પ્રસ્તુત સંપાદન મુખ્યત્વે ચાર હસ્તપ્રતોના આધારે થયું છે. (૧) દે. પ્રત. પાટણના હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડારની તાડપત્રીય પ્રત. આ પ્રતની પ્રતિછાયા (xerox) પ.પૂ.પ્ર.શ્રી જંબૂ વિ.મ.એ કરાવી હતી. તેની નકલ કોબાના પૂ.આ.શ્રી કૈલાસસાગરસૂ. જ્ઞાનભંડારથી મળી છે. આ પ્રતમાં પ્રાચીન ટીકા છે. અંતિમ પુષ્મિકામાં જણાવ્યું છે કે આ પ્રત સં. ૧૪૮૭માં કા.સુ.૧૦ના દિવસે દેવલપાટકમાં લખાઈ છે. આ પ્રતના કેટલાક પાનાં મોગલોના આક્રમણને કારણે તૂટી ગયા હતા. પંડિત હેમસાગરગણિ પાસે તૂટેલી પ્રત હતી અને હેમમેરૂગણિ પાસે તેની આદર્શનકલ હતી. તેના આધારે ચંડગચ્છ (ચંદ્રગચ્છ)ના પૂ. આ.શ્રી પૂર્ણચંદ્રસૂ.મ.ના શિષ્ય આ.શ્રીહેમહંસર્. અને પુણ્યમેરુગણિએ આ પ્રતના ખૂટતાં પાનાની પૂર્તિ કરી લખી છે. આ પ્રતમાં સૂત્ર નથી, કેવળ વૃત્તિ છે. અર્થાત્ સં. ૧૪૮૭માં નવાં પાનાં લખાયા તે કરતાં મૂળ આદર્શ પ્રાચીન છે. પ્રત ઘણેખરે અંશે શુદ્ધ છે. પાછળથી લખાયેલી પ્રતોના આધારે મુદ્રિત થયેલી પ્રતોની અશુદ્ધિઓ આ પ્રતના પાઠ મળતાં શુદ્ધ થઈ શકી છે. (૨) વૈ. પ્રત. આ પ્રત કાગળની છે. તે કોબા સ્થિત પૂ.આ.શ્રીકૈલાસસાગરસૂ. જ્ઞાનભંડારમાં છે. આ પ્રત ત્રિપાઠી છે. તેમાં મૂળ અને પ્રાચીન ટીકા લખાઈ છે. સં. ૧૬૪૭માં પોષ વ. ૧૪ રવિવારે નાગોરમાં તેની પ્રતિલિપિ થઈ છે. લિપિકાર શ્રીજયક્ષેમ ગણિ છે. આ પ્રતના પાઠ અશુદ્ધ છે. (૩) . સંજ્ઞક પ્રત ક્યાંની છે તે ખ્યાલ આવતો નથી. પાટણની હોવી જોઈએ તેવી સંભાવના છે. હાલ તેની પ્રતિછાયા અમદાવાદ સ્થિત ગીતાર્થગંગાના શાસ્ત્ર સંગ્રહમાં છે. પ્રત શુદ્ધ છે. તેમાં મૂળ સાથે પૂ.સા.શ્રી હરિભદ્રસૂ.મ. કૃત વિવરણ છે. (૪) ૩. સંજ્ઞક પ્રત અમદાવાદસ્થિત ડહેલાના ઉપાશ્રયની છે તેની પ્રતિછાયા ગીતાર્થગંગાના શાસ્ત્ર સંગ્રહમાં છે. આ પ્રત પંચપાઠી છે. તેમાં અવચૂરિ લખાઈ છે. મુદ્રિત સંસ્કરણ : “પ્રશમરતિ પ્રાચીન ટીકા, અવચૂરિના અંશ સાથે જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર દ્વારા વિ.સં. ૧૯૬૬માં પ્રકાશિત થયું છે. આ પ્રકાશનના સંપાદક અજ્ઞાત છે. તેનું સંશોધન પૂ. મુનિશ્રી ગંભીરવિ.મ.એ કર્યું છે. પ્રસ્તુત સંપાદનમાં તેમની સંસ્કૃત પ્રસ્તાવનાનો સમાવેશ કર્યો છે. બૃહદ્ ગચ્છના આ શ્રીહરિભદ્રસૂ.મ.ના વિવરણ અને અવચૂરિ સાથે દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ, સુરત દ્વારા વિ.સં. ૧૯૮૫માં પ્રકાશિત થયું છે. તેના સંપાદક પૂ.આ.દે. શ્રી સાગરાનંદસૂ.મ. છે. તેમના સંસ્કૃત ઉપોદ્ઘાતનો, બૃહદ્ વિષયાનુક્રમનો અને પ્રકાશકના કિંચિદ્ વક્તવ્ય તથા Prefaceના જરૂરી અંશનો અત્રે સમાવેશ કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 333