Book Title: Prakrit Prabodh
Author(s): Narchandrasuri, Diptipragnashreeji
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ प्रकाशकीयम् કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય ભગવંતની નવમી જન્મશતાબ્દી (૧૧૪૫-૨૦૪૫)ની ઉજવણીના ઉપલક્ષ્યમાં, પરમવંદનીય આચાર્ય ભગવંત શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલ આ ટ્રસ્ટ તેઓશ્રીના પટ્ટધર પરમપૂજ્ય આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરિજી મ.ના માર્ગદર્શન અનુસાર અનેકવિધ સાહિત્યિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરે છે. જેમાં સંશોધિત-સંપાદિત બહુમૂલ્ય ગ્રંથોનું પ્રકાશન, ‘અનુસંધાન’ નામની શોધપત્રિકા (અદ્યાવધિ ૫૯ અંક)નું પ્રકાશન, વિદ્વાનોનું ‘શ્રીહેમચંદ્રાચાર્ય ચંદ્રક'થી સન્માન વગેરે મુખ્ય છે. હમણાં આ ટ્રસ્ટે કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય વિરચિત શ્રીસિદ્ધહેમશબ્દાનુશાસનના અધ્યયન-અધ્યાપનમાં સહાયક ગ્રંથોનું પ્રકાશન કરવાનો ઉપક્રમ હાથ ધર્યો છે. જેમાં આ પૂર્વે શ્રીસિદ્ધહેમબૃહવૃત્તિ-ઢુંઢિકા (ભાગ ૧-૪), શ્રીસિદ્ધહેમલઘુવૃત્યુદાહરણકોશ વ. પ્રકાશિત થયા છે. તે જ શૃંખલામાં સિદ્ધહેમશબ્દાનુશાસનના ૮મા અધ્યાયરૂપ પ્રાકૃતવ્યાકરણની સ્વોપજ્ઞ વૃત્તિમાં દર્શાવેલ ઉદાહરણ-પ્રત્યુદાહરણમાંથી કેટલાંક મહત્ત્વપૂર્ણ ઉદાહરણોની પ્રક્રિયા-રૂપસિદ્ધિ દર્શાવતા ૧૩મી સદીના પ્રસ્તુત પ્રાચીન ગ્રંથનું સૌપ્રથમ પ્રકાશન કરતાં અમો આનંદની લાગણી અનુભવીએ છીએ. મલધારી શ્રીનરચંદ્રસૂરિ વિરચિત આ ‘પ્રાકૃતપ્રબોધ' ગ્રંથનું સંપાદન, પૂજય આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરિ મ.ની પ્રેરણા અને માર્ગદર્શન અનુસાર, અનેકવિધ સામગ્રીના આધારે સાધ્વી શ્રીદીપ્તિપ્રજ્ઞાશ્રીજી મ.એ કર્યું છે. આવા બહુમૂલ્ય ગ્રંથના પ્રકાશનનો લાભ અમારા ટ્રસ્ટને આપવા બદલ અમો પૂજ્ય આચાર્ય ભગવંત અને સાધ્વીજી ભગવંતના ઋણી છીએ. પ્રસ્તુત ગ્રંથનું સુંદર મુદ્રણ કરી આપવા માટે કિરીટ ગ્રાફિક્સને ધન્યવાદ ઘટે છે. અમારા ટ્રસ્ટને આવા ગ્રન્થોના પ્રકાશનનો લાભ મળ્યા જ કરશે એવી આશા સાથે... લિ. ક.સ.શ્રીહેમચંદ્રાચાર્ય ન.જ.શ.સ્મૃ.શિ.સં.નિધિના ટ્રસ્ટીઓ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 224