________________
१२ અભ્યાસીઓને તેની સાધનિકા કઠિન કે ગુંચવાડા ભરેલી બનશે તેમ ભારું, ત્યાં ત્યાં લાગુ પડનારાં સૂત્રો તેમણે ક્રમબદ્ધ ટાંક્યાં છે. તે પણ ખાસ સૂત્રો જ. બાકીની સામાન્ય પ્રક્રિયા તો અભ્યાસી પોતે જ શોધી શકે તેવો તેમનો ખ્યાલ લાગે છે અને તે સમુચિત પણ છે. કારણ કે અત્રે સિદ્ધ કરવામાં આવેલા પ્રયોગો પર પૂરતું ધ્યાન આપનાર અભ્યાસી અન્ય તમામ પ્રયોગો સહેલાઈથી સિદ્ધ કરી શકે તેવી આ ગ્રંથની ગૂંથણી છે.
જો કે ઉપર જણાવેલી વાત સાચી હોવા છતાં પણ કેટલાક પ્રયોગોની સાધનિકા આપવાનું કાળાંતરે વિદ્વાનોને જરૂરી જણાતાં આ ગ્રંથમાં તે તે કાળે સંવર્ધન થતું જ રહ્યું છે. ઉપર જણાવેલી પ્રાકૃતપ્રબોધની પ્રમાણમાં પ્રાચીન આ પ્રત કરતાં છે અને હું પ્રતો કે જે ૧૫મા-૧૬મા સૈકાની છે તેમાં ઘણા વધારે સૂત્રો-પ્રયોગો નોંધાયા છે. એક સ્કૂલ અંદાજ મુજબ આ વધારો લગભગ પ% જેટલો થવા જાય છે. પ્રાકૃતિદીપિકા પણ આ જ રીતે પ્રાકૃતપ્રબોધની સંવર્ધિત આવૃત્તિ જ છે. આમાં સંવર્ધન ત્રણ રીતે થયું છે. (૧) પ્રબોધ કરતાં વધુ પ્રયોગોની પ્રક્રિયા દર્શાવવી. (૨) એ પ્રક્રિયાના મૂળભૂત સંસ્કૃતરૂપની પણ સિદ્ધિ દર્શાવવી. (૩) બત: સેટ કે મોડનુસ્વાર: જેવા સામાન્ય સૂત્રોનો નિર્દેશ પ્રાય દર વખતે કરવો. આ સંવર્ધનને લીધે દીપિકા પ્રબોધ કરતાં લગભગ બમણું કદ ધરાવનારી બની છે.
એક વાત ધ્યાનપાત્ર છે કે દીપિકાકારે પ્રબોધના મંગલાચરણ ‘પ્રણે પરમ તિ:૦'ને દીપિકાના મંગલાચરણ તરીકે યથાવત્ રાખ્યું છે. વળી દીપિકાનું બંધારણ પણ પ્રબોધના બંધારણ જેવું જ છે તેથી આ બે એક જ ગ્રંથના બે નામ છે તેવી સમજણ જાગવી સ્વાભાવિક છે. પરંતુ તે બરાબર નથી. દીપિકા પ્રબોધના આધારે રચાયેલો સ્વતંત્ર ગ્રંથ જ છે. આ ગ્રંથ કોઈક કારણસર ૪.૩૫૦ સુત્રથી જ સમાપ્ત થઈ જાય છે. ગ્રંથના અંતે ‘રૂત્યવાર્યશ્રીદેવેન્દ્રવિરવતીય પ્રક્રિતીપિયો વતુર્થ: પદ સમાપ્ત:' આવી પુષ્મિકા મળે છે. દીપિકાકાર આ આચાર્ય હેમચંદ્ર કોણ તે સંશોધનનો વિષય છે. અત્રે સંપાદનમાં દીપિકાગત રૂપપ્રક્રિયા જ્યાં જ્યાં પ્રબોધથી જુદી પડતી જણાઈ અથવા પ્રબોધગત પ્રક્રિયામાં દીપિકા દ્વારા કંઈક જરૂરી વિશેષ સૂચન અપાતું જણાયું ત્યાં ત્યાં ટિપ્પણીમાં વી. સંજ્ઞાથી નોંધ આપી છે. . પ્રતિ અપભ્રંશ ભાષા-વિભાગમાં સર્વથા દીપિકાની જ પદ્ધતિ ધરાવે છે તે અત્રે નોંધવા યોગ્ય છે.
પ્રબોધમાં રૂપપ્રક્રિયા દર્શાવતી વખતે ઘણી વખત મૂળ પ્રયોગ નથી નોંધવામાં આવતો. તેથી અભ્યાસીની સહુલિયત ખાતર અત્રે મૂળપ્રયોગો []માં મૂકવામાં આવ્યા