________________
११
इत्याचार्य श्रीहेमचन्द्रविरचितायां प्राकृतदीपिकायां चतुर्थः पादः समाप्तः || છે | ગ્રન્થાઇ ૨૦૦ || પ્રતોની વિગત
૧. ડા.નં. ૧૬૮ ક્ર. ૬૬૧૩, પત્ર ૨૯
૨. ડા.નં. ૨૦૦ *. ૮૫૨૩, પત્ર ૪૦
* તા. સિદ્ધહેમ-પ્રાકૃતવ્યાકરણની શાંતિનાથ જૈન જ્ઞાનભંડાર-ખંભાતની તાડપત્રીય પ્રત. નં. ૨૫૪, ૫ત્ર ૨૨૩. પુષ્નિા - સંવત્ ૧૨૨૪ વર્ષે ભાદ્રપદ્ર શુદ્ધિ રૂ વધે મદં વળ્યુપ્રસાદ્દેન સુત યશોધવલસ્યાઽર્થે તેવિતા ॥ આ પ્રત મૂળ પ્રાકૃતવ્યાકરણની અત્યન્ત શુદ્ધ વાચના ધરાવે છે અને અનેક-અનેક મહત્ત્વપૂર્ણ ટિપ્પણોથી અલંકૃત છે.
* મુ સિદ્ધહેમ-પ્રાકૃતવ્યાકરણની મુદ્રિત વાચના. સં.- પી.એલ.વૈદ્ય, પ્ર.ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ Hemachandra)
પૂના, ૧૯૮૦ (Prakrit Grammar of
–
-
કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યે શ્રીસિદ્ધહેમશબ્દાનુશાસનના આઠમા અધ્યાયરૂપે મહારાષ્ટ્રી, આર્ષ, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ એમ કુલ ૭ પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ આપ્યું છે. આ વ્યાકરણની તેઓશ્રીએ જ રચેલી વૃત્તિમાં નિયમોના બોધ માટે જે ઉદાહરણ-પ્રત્યુદાહરણો આપવામાં આવ્યાં છે, તે પ્રયોગોની રૂપસિદ્ધિમાં સુગમતા રહે તે હેતુથી મલધારગચ્છના શ્રીનરચંદ્રસૂરિજીએ પ્રસ્તુત પ્રાતપ્રવોધ વૃત્તિની રચના કરી છે. વૃત્તિના પ્રારંભે જ તેઓએ ‘સિદ્ધહેમાષ્ટમાધ્યાયે રૂપસિદ્ધિવિધીયતે' એમ કહીને, વ્યાકરણ પર પાંડિત્યપૂર્ણ વિવરણનો નહિ, પણ વિદ્યાર્થીઓની સુગમતા ખાતર ફક્ત રૂપસિદ્ધિ જ દર્શાવવાનો પોતાનો આશય સ્પષ્ટ કરી આપ્યો છે. વૃત્તિના અન્તે પણ તેઓ આ વૃત્તિ રચવા પાછળનો હેતુ દર્શાવતા જણાવે છે કે “જુદા જુદા વિદ્વાનોએ પોતાની મતિકલ્પનાથી જિટલ બનાવી દીધેલી સઘળીયે રૂપપ્રક્રિયાને જોઈને શિષ્યવર્ગથી પ્રાર્થના કરાયેલા નરચંદ્રસૂરિએ પરંપરાને નજરઅંદાજ કર્યા વગર (રૂપસિદ્ધિ દર્શાવવાનો) આ પ્રયત્ન કર્યો છે.” આ ઉપરથી સમજી શકાય છે કે પ્રાકૃત-વ્યાકરણની રચના થયા પછીના થોડાક દાયકામાં જ, તેમાં નિર્દિષ્ટ પ્રયોગોની સિદ્ધિ માટે વિવિધ મતાંતરો પ્રવર્તવા માંડ્યા હશે. જેને લીધે અભ્યાસી વિદ્યાર્થીઓને મૂંઝવણ થવા માંડી હશે કે કઈ પદ્ધતિ કે પ્રક્રિયાને સાચી ગણવી ? આથી તેમની મૂંઝવણના ઉકેલ અર્થે, પોતાના શિષ્યોની અભ્યર્થનાથી, નરચંદ્રસૂરિએ આ કૃતિની રચના કરી છે.
વિદ્યાર્થીલક્ષી આ રચનામાં જો કે વ્યાકરણના બધાં સૂત્રોમાં નોંધાયેલા બધા જ પ્રયોગોની વિગતવાર સાધનિકા નથી દર્શાવી. કર્તાને જ્યાં જ્યાં, જે ઉદાહરણોમાં,