Book Title: Pragnapanasutram Part 02 Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 3
________________ શ્રીયુત મણીલાલ પિપટલાલ વોરાને સંક્ષિપ્ત પરિચય વઢવાણ શહેરમાં શ્રાવક ધર્મપરાયણ પિપટલાલ જેચંદભાઈ નામના એકે સુશ્રાવક વણિક ગૃહસ્થ રહેતા હતાં જેઓ સદા જૈનધર્મમાં અટલ શ્રદ્ધા યુક્ત બની વણિકવૃત્તિથી (વ્યાપારથી) પિતાના કુટુંબની આજીવિકા ચલાવતા હતા. તેમના ધર્મપત્નિએ સંવત ૧૯૯૧ ના જેઠ સુદ ૮ ના દિવસે એક પુત્રરત્નને જન્મ આપે જેમનું નામ મણીલાલ રાખવામાં આવ્યું પિપટલાલભાઈને આ પુત્ર તેમનું ચોથું સ તાન અને બીજા પુત્ર હતા. મણીલાલભાઈના પિતાશ્રીએ તેમને નાનપણથી જ જૈનધર્મમાં શ્રદ્ધાવાન બનવાની પ્રેરણા આપી તેમને બી. એ. સુધી અભ્યાસ કરાવી સુગ્ય બનાવ્યા. યોગ્ય ઉમરે પહોંચતાં સંવત ૧૯૭૭ ના મહા માસમાં બટાદના પાણી કુળભૂષણ ઠાકરશીભાઈની સુપુવિ રંભાબહેન સાથે તેમના લગ્ન કરવામાં આવ્યા, મણીલાલભાઈનમાં પિતાના માતપિતાના ઉચ્ચ ધાર્મિક સંસ્કાર બાળવયથી જ ઓતપ્રેત થયેલા તેથી તેઓ સાધુ સાધ્વી મુનિરાજે પાસેથી વ્યા ખ્યાન વાણું સાંભળતા અને આ ઉત્તમ સત્સંગના પ્રતાપથી તેઓ નિઃસંતાન હેવા છતાં કેવળ અડતાલીસ વર્ષની વયમાં જ તેઓએ શ્રાવકના વ્રતોમાં ઉત્તમ એવું ચોથું વ્રત (બ્રહ્મચર્ય વ્રત)ને અંગીકાર કરી કાળજીપૂર્વક તે વ્રતના પાલનપા તત્પર રહે છે. તેઓએ ધાર્મિક અભ્યાસમાં પણ પિતાને અભ્યાસ આગળ વધારી શ્રી દશવૈકાલિકસૂત્ર તથા ઉત્તરાધ્યયનસૂત્ર કઠસ્થ કરેલ છે. અને પ્રતિદિન પઢિએ તેની સજજાય કરે છે. આ ઉત્તમ વાંચન તથા ધર્મારાધનના પ્રતાપે તેઓશ્રીને પંદરેક વર્ષ પહેલાં મુનિદીક્ષા ધારણ કરવાના ઉત્કટ ભાવ થયેલા પરંતુ કેટલાક કૌટુમ્બિક કારણસર તેમ થઈ શકેલ નથી. તે પણ તેઓએ ઘતે અગીકાર કરેલા જ છે. તેમજ દરરોજ ચાર કે પાંચ સામાયિક અવિચ્છિન્ન પણે કરે છે. તેમની આ પ્રવૃત્તિમાં તેમના ધર્મપરાયણ પત્નિ તરફથી પણ પ્રેત્સાહન તથા સાથે મળતા રહેવાથી તેમની ધર્મ પરાયણતા વિશેષ રીતે દીપી ઉઠે છે. તેમના ધર્મપત્નિ રંભાબહેન પણ દરરોજ ૬-૭ સામાયિક કરે છે. તેઓએ દશવૈકાલિક તથા ઉતરાધ્યયન સૂત્રના કેટલાક અધ્યયને કંઠસ્થ પણ કરેલા છે. તેઓ પણ દીક્ષા સ્વીકારવાના ભાવ સાથે તત્પર થયેલા પરંતુ મણિભાઈને રોકાણુથી તેમને પણ તે માટે થંભી જવું પડ્યું.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 1196