________________
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
વીરચંદભાઈ આવ્યા. શેરીમાં રમતા બાલાભાઈને માસીએ કોઈની સાથે ખબર કહેવડાવ્યા કે ‘તારા પિતા તને મળવા આવ્યા છે.' ભાઈબંધી સાથે શેરીમાં રમતા બાળાભાઈએ એ વાતની દરકાર કરી નહીં. મનમાં એમ માન્યું કે ‘ભલે આવ્યા, એમાં શું?'
આનું કારણ એ હતું કે આ બાળક એક મોટી બહાદુરીના કામમાં ગૂંથાયેલો હતો. ઘણા દિવસે ગામના તૈયબ વોરાની બાંડી બકરી પકડાઈ હતી. એના આંચળ એવા કે એ ચાલે ત્યારે જમીન પર ડે અને એને હાથ અડાડે એટલે દૂધનો ફુવારો છૂટે! આથી તૈયબ એના પર કપડાંની એક કોથળી બાંધી રાખે, કારણ કે એને આ છોકરાઓના તોફાનની ખબર પડી ગઈ હતી. છોકરાઓની નજર તૈયબ પર રહે અને તૈયબની નજર છોકરાઓ પર રહે. આમ બંને વચ્ચે વહેમ અને વેરની ગાંઠ બંધાઈ ગયેલી. છોકરાઓ એના ઘર પાસેથી ઠાવકા
પ્રબુદ્ધ જીવન
થઈને નીકળ્યા હોય તોપણ તૈયબને શંકા જાય કે નક્કી આ બકરીને માટે આવ્યા છે. આથી છોકરાઓને જુએ કે તરત એમના પર અપશબ્દોનો વરસાદ વરસાવે. સામે કોઈ બોલે તો છૂટ્ટે હાથે ધા કરે. કોઈપણ ભોગે બકરી પાસે પહોંચવા ન દે. આમ બેયને સામસામે વૈર બંધાયાં હતાં અને ચોર-પોલીસની આ રમતમાં કોણ ફાવે તે જોવાનું હતું. બાલાભાઈ અને ગોઠિયાઓ માટે બકરી અને એના આંચળનું દૂધ મહાપડકાર સમું હતું. આની સામે તૈયબ બાળકોનો દુશમન બની ગયો હતો અને એમને એમના પેંતરાઓમાં કોઈ પણ ભોગે સફળ થવા દેતો ન હતો.
૧૧
ભીખાલાલ આ દિગ્વિજય મેળવવામાં કાર્યરત હોવાથી પિતાના આગમનની ખબર ખાસ કાને ધરી નહીં. કાર્યસિદ્ધિ મેળવીને એ ઘેર પાછા આવ્યા. વહાલી માસી પાસે ખઉખઉ લેવાનો સમય થઈ ગયો હતો. પિતાએ પાસે બોલાવ્યા, પણ કશોય જવાબ આપ્યા વિના ભીખાલાલ ખઉખરે લઈને બહાર દોડી ગયા. અત્યંત શરમાળ એવા ભીખાલાલને પિતા પાસે જતાં શરમ આવી. પિતા વીરચંદભાઈ બે દિવસ રહ્યા. સહુના ક્ષેમકુશળ જાણ્યા અને ભીખાલાલ માટે મીઠાઈ,
ભરત ભરેલી ટોપી અને રમકડાં આપીને પાછા ફર્યાં.
ખરાખરીનો ખેલ જામ્યો હતો. એક બાજુ તૈયબની ચોકીદારી અને બીજી બાજુ આપણા બાલાભાઈ એટલે કે ભીખાલાલ અને એમની મંડળીનો દૂધ મેળવવા માટેનો મોચી! એવામાં એક દિવસ માહિતી આવી કે તૈયબની કેરીનું વેગન સ્ટેશન પર આવ્યું છે અને એ માટે તે સ્ટેશને જવાનો છે. આ કામમાં ઘણો સમય જશે, એવીય માહિતી મળી. આથી મંડળીમાં આનંદ થઈ ગયો. તૈયબની બકરીની તપાસ ચાલી અને તે ઝડપાઈ. એક ગલીમાં એ બકરીને આંતરી લીધી. યુદ્ધમાં દુશ્મનને ઝબ્બે કર્યા જેટલો આનંદ થયો. એક સાથીએ બકરીના કાન પકડ્યા, બીજાએ પગ પકડ્યો અને ત્રીજાએ માટીની નાની એવી કુલડીમાં દોહવા માંડવું, માટીની કુલડી ભરાતાં કેટલી વાર? આથી સહુએ વારાફરતી એ પીવાનું શરૂ કર્યું. બે મિત્રો આજુબાજુ નજર નોંધીને બેઠા હતા. નક્કી કર્યું હતું કે દૂરથી દાઢી દેખાય એટલે રફુચક્કર થઈ જવું.
ચોરીના બોર મીઠા લાગે એમ આ દૂધનો સ્વાદ ભીખાલાલ અને એમના મિત્રોને અમૃત સો લાગ્યો. વળી કેટલાયે સમયની મહેનત પછી તૈયબની ભાંડી બકરીનું દૂધ પીવાના કામમાં વિજય મેળવ્યો. એનો વી આનંદ અદકેરો હતો ! બાળપણમાં બનતી નાની-શી ઘટના ચિત્ત પર સ્થાયી અને વિરાટ પ્રભાવ પાડે છે. એ િિહનો આનંદ અનોખો અને અવર્ણનીય હોય છે.
માસીના રાજમાં ભીખાલાલને અતિ સુખ હતું. માસી સદાય એક જ ધ્યાન રાખતાં કે આ નમાયા બાળકને કોઈ રીતે ઓછું ન આવે, ભીખાલાલ નબળા બાંધાનો હતો. આથી એ બિમાર પડે ત્યારે માસી રાતોની રાતના ઉજાગરા કરતી. પોતે ભૂખી રહેતી અથવા તો થીંગડાંવાળા અડધા કપડે ચલાવતી, પરંતુ ભીખાલાલને ઓછું આવવા દેતી નહીં. આન કારણે ભીખાલાલ પોતાના ઘેર બાર ગામની બાદશાહી હોય એવા અભિમાનથી જીવતા હતા!
એક દિવસ ચશ્મા ચડાવીને માસી જરીભરત કરતા હતા. કોણ જાણે શું થયું કે એકાએક એમના હાથ ધ્રુજવા લાગ્યા. હાથમાંથી સોય પડી ગઈ અને તરત ભોંય પર સૂઈ ગયાં. પડોશીઓ દોડી આવ્યા અને માસીની આસપાસ ટોળે વળીને સહુ પોતપોતાની રીતે રોગનું નિદાન કરવા લાગ્યા. એક અનુભવીએ પાકું નિદાન કરતા નિર્દોષ આપ્યો કે સોપારીનાં શોખીન માસીને ખાવામાં
સોપારીનું મીંજ આવી ગયું લાગે છે અને તેથી આવાં ચક્કર આવ્યાં છે. થોડી વારમાં સારું થઈ જશે.
પડોશીઓથી ઘેરાયેલા માસીને આવી રીતે જમીન ૫૨ ધ્રૂજતાં સૂતેલાં જોઈને બાળક ભીખાલાલના મનમાં ભયનું લખલખું પસાર થઈ ગયું. એને માટે તો માસી એ જ જગતમાં સર્વસ્વ હતાં. એમને માટે માતાપિતા, સગાંવહાલાં કે પરિવાર-બધું જ એ માસી એ હતાં. એમને કંઈ થયું તો? પહેલાં તો સોપારીના મીંજીની વાત સાંભળીને ભીખાલાલનું મન શાંત થયું. માસીના રોગનું નિદાન મળ્યું અને પોતાના મનનું સમાધાન થયું. એ જાણતો હતો કે માસીને સોપારી ખાવાનો અતિ શોખ છે. આથી એની જાણકારી અને રોગનું નિદાન બંનેનો મેળ બેસી ગયો.પણ લાંબો સમય આ સ્થિતિ રહી નહીં. ચારેક દિવસ બાદ ફરી એક વાર રોટલી વણતાં વણતાં માસીના હાથ લાઈ ગયા. હાથ ચાલે જ નહીં, ફરી ચક્કર આવ્યાં. બાળક ભીખાલાલની દુનિયામાં નવો ચક્રવાત ધસી આવ્યો. (ક્રમશઃ)
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭
ફોન : ૦૭૯-૨૬૬૦૨૬૭૫
મો. : ૦૯૮૨૪૦૧૯૯૨૫