Book Title: Prabuddha Jivan 2008 10
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 17
________________ તા. ૧૬ ક્ટોબર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન દિવાળી કાર્ડ ભગવાન શ્રી તરફથી! –મલૂકચંદ રતિલાલ શાહ (કામદાર) દિવાળીના તહેવા૨ હમણાં ઉજવાઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિપાવલીની શુભેચ્છા અને નૂતન વર્ષાભિનંદનની અનેક ટપાલ મળી છે. એમાં જુદા જુદા પ્રકારની શુભેચ્છાઓ છે. કોઈએ લખ્યું છે કે નવા વર્ષે તમારા બિઝનેસમાં વધુ પ્રગતિ થાઓ, યશ અને રિદ્ધિસિદ્ધિમાં વૃદ્ધિ થાઓ તો બીજા પત્રમાં, ‘આરોગ્યપૂર્ણ દીર્ઘ જીવન પ્રાપ્ત થાઓ, પારિવારિક જીવનમાં સુખશાંતિ વધો તો ત્રીજા પત્રમાં લખ્યું છે કે તમારા જીવનમાં નવા વર્ષે વધુમાં વધુ ધન, યશ અને સર્વ સાંસારિક સુખની પ્રાપ્તિ સાથે આધ્યાત્મિક સાધનામાં વેગ આવીને તમને પ્રભુપદની પ્રાપ્તિ થાઓ એમ લખ્યું છે. તો કોઈએ એવું પણ લખ્યું છે કે ‘નવા વર્ષે તમને જે જોઈતું હોય તે બધું જ પરમ કૃપાળુ પરમાત્મા મેળવી આપો'–એવી અમારી પ્રાર્થના છે. આ બધું વાંચીને હું વિચારમાં પડી ગયો કે નવા વર્ષે મારે ખરેખર શું જોઈએ છે એમ મનને વિચારોમાં જોડતા ખ્યાલ આવ્યો કે આ જીવને શું જોઈએ છીએ એમ નહિ પરંતુ શું નથી જોઈતું એજ પ્રશ્ન છે. આ જીવને આ અને તે બધું જ જોઈતું હોય છે. ટપાલ લખનારને આવી વૃત્તિનો ખ્યાલ છે જ એટલે તો આપણને પૂછ્યા વિનાય, તેઓ નિરાંતે ભૂલ વિના લખી શકે છે કે તમને આ મળો અને તે મળો. ૧૭ કુટુંબસુખ, સૈન્ય, શસ્ત્ર, ધન, યશ, આરોગ્ય, વૈભવ વગેરે, બીજા બધાં કરતા તને વધારેમાં વધારે પ્રાપ્ત થાઓ. ઉપરના બેમાંથી કોઈ એક માગી લે, તને મળશે જ. લિ. ભગવાનશ્રી સ્વપ્ન તો ઉડી ગયું. પરંતુ પ્રશ્ન મૂકી ગયું. ખૂદ ભગવાનનું વચન-એમ બનવાનું જ તો શું માગું? આવો અણમોલ અવસ૨ તો ભાગ્યે જ મળે. એટલે વિચાર આવ્યો કે માગવાનું મન થાય એ નહિ પરંતુ શ્રેયાર્થીએ ખરેખર જે માગવાનું ઉચિત ગણાય એ જ હું માંગું. શું માંગું ? આ પ્રશ્નનો જવાબ જડી ગયો. ધર્મશાસ્ત્રનો પેલો પ્રસંગ સ્મૃતિમાં ચડી આવીને શું માંગવું તેનું માર્ગદર્શન આપી ગયો. આ રહ્યો મહાભારતમાંનો તે પ્રસંગ. પાંડવ અને કૌરવો વચ્ચે સમાધાન શક્ય નહિ બનતાં બન્ને પક્ષે યુદ્ધની તૈયારી આરંભાઈ રહી છે. તેવા સમયે એક દિવસ બપોર ભગવાન શ્રીકૃષ્ણ જમીને પલંગમાં આરામ કરી રહ્યા હતા ત્યારે યુદ્ધમાં વિજયી થવા, દુર્યોધન શ્રીકૃષ્ણની મદદ મેળવવા તેમના નિવાસે આવી પહોંચે છે. ભગવાનને નિદ્રાધિન જોઈને, પલંગ પ૨ તેમના માથા પાસે બેસી જાય છે. થોડી વાર પછી અર્જુન પણ તે જ હેતુથી ત્યાં આવે છે. ભગવાનને સૂતેલા જોઈને, ભગવાનના ચરણ પાસે આસન લે છે. થોડીવારમાં ભગવાનના ચક્ષુ ખૂલતા પ્રથમ અર્જુન નજરે ચડે છે પછી દુર્યોધન. પહેલા અર્જુનને જોયો તેથી પ્રભુ પ્રથમ તેની વાત સાંભળે છે અને પછી દુર્યોધનની. બન્નેના આગમનનો હેતુ જાણીને શ્રીકૃષ્ણ એક દરખાસ્ત મૂકે છે કે નીચેની બે બાબતો પૈકી કોઈ એક પ્રથમ અર્જુન પસંદ કરી લે અને પછી દુર્યોધન. ‘પ્રાપ્તમાં અસંતોષ અને અપ્રાપ્તની ઝંખના’–એવી સાધારણ માનવ માત્રની પ્રકૃતિ રહેલી છે એવી ટપાલલેખકને ખબર છે જ એટલે તેઓ તો લખે કે તમને આ કે તે મળો. એવા પત્રોના પ્રથમવાંચનમાં મારા જેવાને એ શુભેચ્છાઓ ગમી પણ જાય. મનમાં થાય કે મિત્રોના લેખન મુજબ જે મળી જાય તે ચાલશે અને ગમશે! પરંતુ અધ્યાત્મની સાધનાનો દાવો કરતો મારા વ્યક્તિત્વનો બીજો એક ભાગ, ઉપરના વિચારોને રોકીને હૃદયમાં ઊંડો પ્રશ્ન પેદા કરે છે કે-નવા વર્ષે હું શું ઈચ્છું છું અને ખરેખર મારે શું ઈચ્છવું જોઈએ ? આવા વિચારોની છાયામાં રાત્રે હું નિંદ્રાધિન થઈ ગયો. સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ‘ભગવાનશ્રી’-એવી સહીવાળું દિવાળી કાર્ડ ટપાલમાં મળ્યું ! તેમાં લખ્યું હતું: ‘આત્મપ્રિય, નવા વર્ષના હાર્દિક અભિનંદન! આજના મંગળદિને નીચેની બે પૈકી તું જે નક્કી કરે તે કોઈ એક બાબત આ નવા વર્ષે તને અવશ્ય પ્રાપ્ત થાઓ એવું મારું શુભેચ્છા વચન છેઃ શ્રી ભગવાન કહે છેઃ- (૧) યુદ્ધમાં એક પક્ષે હું એકલો નિઃશસ્ત્ર રહીને સાથ આપું, અથવા (૨) બીજા પક્ષે મારું સર્વ ધન, સૈન્ય, શસ્ત્રાદિ મળી શકશે. બોલ, ‘અર્જુન, આ બેમાંથી તું એક માગી લે.' ચિંતન કે ક્ષોભમાં જરાય સમય ગુમાવ્યા સિવાય, અર્જુન કહે છે કે ‘પ્રભુ, મારે તો આપ જ જોઈએ. જેવા છો તેવા આપના વિના મારી બીજી ગતિ નથી. શસ્ત્ર, સૈન્ય ભલે દુર્યોધનને મળે.' ભગવાને તથાસ્તુ કહી અર્જુનની માંગ સ્વીકારી લીધી. દુર્યોધન તો અર્જુનની માંગ સાંભળીને રાજી રાજી થઈ ગયો કે મૂરખનો જામ છે ને કે સૈન્ય, શસ્ત્રો, ધનાદિને છોડીને એકલા કાળિયાને (શ્રીકૃષ્ણ)ને માગી લીધો! અર્જુનને પ્રથમ માંગનો ચાન્સ ભલે મળ્યો પરંતુ કામ તો મારું થઈ ગયું છે. (૧) નવા વર્ષે હું પરમાત્મા જેવો છું તેવો સર્વાંશે તને પ્રાપ્ત થાઉં, તને મળું. અને કથાનકની આગળની વાત તો આપણે જાણીએ જ છીએ (૨) આ દુનિયાના તમામ દુન્યવી સુખો, ઈન્દ્રિય ભોગો, કે યુદ્ધમાં-જીવન સંગ્રામમાં-વિજય તો અર્જુનનો જ થયો. જે

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28