________________
૨૦
(૧) પુસ્તકનું નામ : વેદ પરિચય
(ઋગ્વેદ, સામવેદ, અથર્વેદનો સંક્ષિપ્ત પરિચય) લેખક : જગદીશ શાહ (M.A.LL.B. ઍડવોકેટ) પ્રકાશક : એન.એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨, મૂલ્ય રૂ. ૭૫, પાના ૧૦૮, આવૃત્તિ-બીજી નવેમ્બર-૨૦૦૬.
ભારતીય સંસ્કૃતિ તથા સંસ્કૃતિતથા સંસારોનું શાશ્વત મૂળ તે આપણું વૈદિક દર્શન છે. અનન્ત એવા આ વેદ સાહિત્યનો સારસ્પર્શી સંક્ષિપ્ત પરિચય આપવાનો લેખક જગદીશ શાહનો નમ્ર પ્રયાસ પ્રશંસનીય અને આવકારદાયક છે.
આપણાં અમૂલ્ય વારસાનો પરિચય કરાવતું આ પુસ્તક ‘વેદ-પરિચય” દરેક ભારતીએ વાંચવું
ઘટે. સંસ્કારનિષ્ઠ, સારસ્વત શ્રી જગદીશભાઈએ ભારતીય સંસ્કૃતિના પ્રચાર, પ્રસાર અને સંવર્ધન
માટે સ્થપાયેલી તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠમાં પાંચ વર્ષ સુધી પાયાના પત્થર તરીકે અધ્યાપન કાર્ય કર્યું છે. તેથી ભારતીય મૂલ્યોને જીવનમાં ઉતાર્યા છે, ઉગાડ્યા છે. આ પુસ્તકમાં તેઓ ભીતરના વૈભવ તરફ અંગુલિનિર્દેશ કરી, અધ્યયનની દિશા ચીંધવાનું મિત્ર કાર્ય પણ કરે છે.
ગુજરાતી ભાષામાં આપણાં ચાર દો... ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ વિશે સરળ ભાષામાં માહિતી આપતા ખૂબ ઓછાં પુસ્તકો ઉપલબ્ધ છે. ત્યારે 'વેદ-પરિચય'માં ચારે વેદો વિશે સંક્ષિપ્ત અને શાસ્ત્રોક્ત માહિતી
જગદીશભાઈએ રજૂ કરી છે માટે સૌ સંસ્કૃતિ પ્રેમીઓ અને પુસ્તકપ્રેમીઓ આ અનોખી ભાતના પુસ્તકો આવકારશે અને ભારતીય સંસ્કૃતિના ગૌરવના ગાયકો ગણેશ સ્તવનસમા આ પુસ્તકને સ્વીકારો.
X X X
(૨) પુસ્તકનું નામ : ગર્વથી કહું છું હું હિંદુ છું, મુસલમાન છું, ખ્રિસ્તી છે, બૌદ્ધ, શીખ, જૈન છું.
લેખક : વિનોબા
પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુજરાત પાગા, વડોદરા-૩૯૦૦૦૧. મૂલ્ય રૂ. ૧૦, પાના ૬૪, આવૃત્તિ-પ્રથમ, પુનર્મુદ્રણ-છઠ્ઠું, ઑક્ટોબર-૨૦૦૭.
વર્તમાન સમયમાં ભારતના રાજકારણમાં
પ્રબુદ્ધ જીવન
સર્જન સ્વાગત
ડૉ. કલા શાહ
જે કાંઈ બીનાઓ બની રહી છે તે જોતાં નીવ્ર કોમંથન ઘડી આવી ગઈ લાગે છે. કોમ-કોમ વચ્ચે અને ધર્મ-ધર્મ વચ્ચે આટલું વૈમનસ્ય ઘૂંટાયા કરશે તો અનેક ધર્મ-ભાષા અને જાતિ વગેરેના સંગમ તીર્થ એવા ભાતીગળ દેશની
વિવિધતામાં એકતાની ઉજ્જવળ પરંપરા છિન્નભિન્ન થઈ જશે.
આવા સંજોગોમાં ધર્મ વિશેની વિનોબાની આ ઊંડી અને વિશદ મર્મગ્રાહી છણાવટ ધણી ઉપયોગી થઈ પડશે. આ નાનકડા પુસ્તકમાં શરૂમાં મુખ્ય છ ધર્મોનો પરિચય ભારોભાર સમભાવપૂર્વક અને મમભાવપૂર્વક કરાવ્યો છે. 'સેક્યુલારીઝમ' એટલે ધર્મહીનતા નહીં પણ પરીશુદ્ધ ધર્મભાવના. ઝધડો કદાપી બે ધર્મો વચ્ચે થતો જ નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
ધર્મનિષ્ઠ શાણા સમજદાર વાચકો આ પુસ્તિકા વાંચે અને સાચી ધર્મસમજ કેળવે એ જ અભ્યર્થના.
X X X
(૩) પુસ્તકનું નામ : કીર્તિકળશ લેખક : પૂજ્ય મુનિશ્રી વાસભદીપ પ્રકાશક : ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, રતન પોળ નાકા સામે, અમદાવાદ. મૂલ્ય રૂા. ૫૦, પાના ૮૪, આવૃત્તિ-પ્રથમ.
૨૦૦૭.
જૈન શાસનના પ્રતિષ્ઠિત વિદ્વાન, તેજસ્વી ચિંતક,પ્રભાવકના અને ઉત્તમ સાહિત્યકાર તરીકે જાણીતા મુનિશ્રી વાત્સલ્યદીપનું સ્થાન વર્તમાન જૈન સાહિત્યક્ષેત્રે અતિ મહત્ત્વનું છે. તેમનું સાહિત્ય સર્જન દેશ-વિદેશ સર્વત્ર, તેમની રસમય શૈલીને કારણે લોકપ્રિય રહ્યુ છે.
*ક્રીનેિકળશ'માં જૈન કથાઓના કુલ ૫૧ પ્રસંગોને અતિ સંક્ષિપ્તમાં હૃદયસ્પર્શી બાનીમાં મુનિશ્રીએ આલેખ્યા છે, જેમાં પ્રભુ મહાવીર અને ગૌતમસ્વામી, સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતા, ભીમદેવ અને મંત્રી વિમળશા, મૃગાવતી અને ચન્દન, કમઠ અને પાર્શ્વકુમાર, બુદ્ધિ
તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮
સાગરજી મહારાજ તથા ભક્ત સુરદાસ વગેરે જીવન પ્રસંગો મુનિશ્રીની કલમે વાંચીએ ત્યારે તે માત્ર વાર્તા કે ઘટના ન બની રહેતા જીવનને પ્રે૨તી અંત૨ને સન્માર્ગે દોરતી કલાકૃતિઓ બને છે જેમાંથી ઈતિહાસ, મુધ્ધધ અને ધર્મધારાનું રસપાન થાય છે.
X X X
(૪) પુસ્તકનું નામ : હિરદે મેં પ્રભુ આપ (પરમશ્રઢય સંતશ્રી આત્માનંદજીનું જીવનચરિત્ર)
લેખક : પ્રા. જયંત મોઢ.
પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, શ્રી સત્પુત સેવા સાધના કેન્દ્ર સંચાલિત કોબા-૩૮૨૦૦૭ (જિ. ગાંધીનગર, ગુજરાત) મૂલ્ય રૂ. ૧૦૦, પાના ૧૯૮, આવૃત્તિ-પ્રથમ.
૨૦૦૬.
હિરદે મેં પ્રભુ આપ’–આ એક જીવનકથા ન બની રહેતા જીવન યાત્રા છે, જીવન યાત્રાનો આલેખ છે, જેમાં બાહ્ય ઘટનાઓ દ્વારા વાચકે જીવનની દિવ્ય અને આંતરિક શુદ્ધની પ્રક્રિયાની ખોજ કરવાની છે.
આ ગ્રંથમાં અહિંમાંથી શુદ્ધિ તરફનો ઝોક
છે.
વ્યક્તિમાંથી અવ્યક્તતાની શોધ છે.
સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફની ગતિ છે. અંતરયાત્રા એકલાની હોય છે. આ જીવનકથામાં જીવન યાત્રા-બાહ્ય યાત્રાના અનુભવની સાથે સાથે માનવ હૃદયમાં ચાલતી અને ચિત્તને સમૃદ્ધ કરતી માનસયાત્રાનો અનુભવ પણ થાય છે.
પૂ. સંતશ્રી આત્માનંદજીનું જીવન સંદેશરૂપ છે. આ આત્મચરિત્ર-જીવનચરિત્ર આત્માની ઉર્ધ્વયાત્રા છે. હૃદયમાં પ્રભુભક્તિ હોયતો જીવન કેવો આકાર પામે તેનો આલેખ છે.
પ્રેરક, રસપ્રદ, માહિતીસભર અને માર્ગદર્શક પુરવાર થાય તેવા આ ચરિત્ર ગ્રંથમાં મુમુક્ષુઓને પ્રેરણાના પીયૂષ પ્રાપ્ત થશે.
XXX
(૫) પુસ્તકનું નામ : પ્રભો અંતર્યામી લેખક : રવીન્દ્ર સાંકળિયા
પ્રકાશક : એન.એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨. મૂલ્ય રૂા. ૪૫, પાના ૪૮, આવૃત્તિ-પ્રથમ. ૨૦૦૮.