Book Title: Prabhavak Charitra Author(s): Prabhachandrasuri Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ * 5 આ ગ્રંથમાં આવેલ પ્રભાવશાળી આત્માઓના જીવનચરિત્રો શ્રદ્ધા તથા મનન પૂર્વક વાંચતા આત્મામાં શાંત રસ ઉત્પન્ન થવા સાથે, ધર્મરૂપી મહા મંગળને પ્રગટ કરાવી આત્મભાવના, આત્મદર્શન અને આત્માનંદ પ્રગટ થાય છે. છેવટે આ ઉત્તમ ગ્રંથના શ્રવણ, મનન અને પઠન પાઠનથી અનેક ભવ્યાત્માઓ તેવા ઉચ્ચપદના અધિકારી બને તેવી આ સભા પરમાત્માની પ્રાર્થના કરે છે. આ ગ્રંથમાં પંન્યાસજી શ્રી લલિતવિજયજી મહારાજના ઉપદેશથી નીચે પ્રમાણે આર્થિક સહાય મળી છે જે માટે તે તે સગૃહસ્થને આભાર માનવામાં આવે છે. 1 પાલનપુર નિવાસી દેશી કાળીદાસભાઈ સાકળચંદ મારફત એક શ્રાવિકા બહેન - તરફથી સ્વપર ઉપકારાર્થે રૂા. 450) સંવત 1982 ના શ્રાવણ વદ 2. 2 શેઠ નથમલ મૂળચંદ તરફથી રૂ. 250) 3 શ્રી મુંબઈ કેટના શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરના જ્ઞાનખાતામાંથી રૂા. 250) આ ગ્રંથ માટે આર્થિક સહાય માટે આવવાના છે. આ ગ્રંથના મુફ તપાસવા વગેરે માટે બંધુ શ્રી ફત્તેચંદ ઝવેરભાઈએ પિતાના વખતને ભોગ આપ્યો છે જેથી ઉપકાર માનવામાં આવે છે. આ ગ્રંથની શુદ્ધિ માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યો છે, છતાં દષ્ટિદોષ, પ્રેસદોષ કે એવા કોઈ પ્રમાદ નિમિત્તો કોઈપણ સ્થળે ખેલના જણાય તો ક્ષમા માગીયે છીએ. અને તે સુધારવા માટે અમોને જણાવવા વિનંતિ કરીયે છીયે. આત્માનંદ ભવન, સં. 1987 કલ્પધર. ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ સેક્રેટરી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 459