Book Title: Prabhavak Charitra Author(s): Prabhachandrasuri Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 5
________________ ! ગ્રંથ સંબધી વકતવ્ય છે ગ્રંથમાં બાવીશ આચાર્ય મહારાજાઓના જીવન વૃત્તાંત આપવામાં આવેલ છે. વર્તમાનકાળમાં થયેલા મહાપુરૂષોના અનેક ચરિત્રો હોવા છતાં આ " પ્રભાવક ચરિત્ર” ના જેવો ગ્રંથ જૈન સાહિત્ય-જૈન ઇતિહાસમાં ઉચ્ચ કોટીમાં મુકવા જેવો હોઈ તેવા ગ્રંથો બહુ ઓછી છે. આ ગ્રંથ ચરિત્રનો હોવા છતાં ઐતિહાસિક છે, અને જે જે સૈકામાં જે જે મહાન આચાર્ય વિદ્યમાન હતા તે સમયમાં દેશની સામાજિક, નૈતિક, રાજકીય અને ધાર્મિક પ્રવૃત્તિ કેવી હતી તે જાણવા સાથે ભવ્ય જીવોને તે તે મહાન પુરૂષોના ચરિત્રો અને તે તે વખતના દેશ કાળ ભાવમાંથી પિતાના વ્યવહાર અને ધાર્મિક જીવનમાં અનુકરણ કરવું કેટલું શકય છે તેને પણ અનુભવ થાય છે. આવા જીવન ચરિત્રોના વાંચનથી શ્રદ્ધા દૃઢ થાય છે, આત્માની નિર્મળતા થાય છે અને મનન પૂર્વક વાંચનથી તેવા મહાન પુરૂષ થવાની ઘડીભર ભાવના પ્રગટ થાય છે. કહેવામાં આવે છે કે સામાન્ય મનુષ્ય પણ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રથી પિતાનું જીવન ઉત્તમ બનાવી શકે છે અને તેવું ઉન્નત જીવન બનાવવા માટે આવા પ્રબંધ વાંચવાની પણ તેટલી જ અગત્ય છે. ધાર્મિક શિક્ષણ ક્રમમાં જીવન ચરિત્રનું શિક્ષણ આવશ્યક ક્રમ છે. કારણ કે વાર્તા કે કથા દ્વારા બાળ જીવોને ધાર્મિક શિક્ષણ આપવાની રીત સરલ અને સુંદર છે; આવા આવા અનેક કારણોથી આ સભા તરફથી સીરીઝ-ગ્રંથમાળા પ્રકટ કરવાનો ધારો કરી ઉત્તમ ને પવિત્ર આત્માઓના જીવન ચરિત્રે પ્રકટ કરવામાં આવે છે. આ અગાઉ શ્રી નેમિનાથ ચરિત્ર શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, શ્રી વિમલનાથ ચરિત્ર, શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર અને તે સિવાય અન્ય મહા પુરૂષો અને મહા સતીઓના ચરિત્રના ગ્રંથ પ્રકટ કરવામાં આવેલ છે, તે જો કે ગયા કાળના-કેવળજ્ઞાની મહા પુરૂષોના વખતના છે, પરંતુ આ વર્તમાનકાળ (પંચમ આરામાં) થયેલ મહાન આચાર્યો–પવિત્ર આત્માઓના ચરિત્રો પણ સાથે સાથે આપવા જોઇએ. તેમ ધારી “આ પ્રભાવક ચરિત્ર” પ્રકટ કરવામાં આવેલ છે; તેમાં આવેલ ચરિત્રો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 459