________________ * , * * * * * ઘટનાઓ ઐતિહાસિક છે. ગ્રંથ કર્તા, ગ્રંથ રચવાને કાળ અને પ્રશસ્તિ સંબંધી ઉલ્લેખ વગેરે પ્રસ્તાવનાના લેખક મહાત્માએ આપેલ હેવાથી અહિં જરૂર નથી. આ સભાની વિનંતિથી વિઠઠર્ય મુનિરાજશ્રી કલ્યાણવિજ્યજી મહારાજે આ પ્રબંધ ઉપર લખેલી વિરતૃત પર્યાલોચના કે જે પાછળ આપવામાં આવેલી છે તે પ્રથમ વાંચવાથી આ પ્રબંધની ખાસ ઉપયોગી ઘટનાઓનું વિશેષ જ્ઞાન થશે અને ઉપયોગિતા જણાશે. આ ગ્રંથની ગૌરવતા અને ઉપયોગિતા માટે આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજીના શિષ્યરત્ન પન્યાસ લલિતવિજયજી મહારાજે ઘણું પ્રશંસા કરતાં આ સભા તરફથી પ્રકટ કરવા સેક્રેટરીને આજ્ઞા કરી હતી, તેમજ કેટલીક ઉપદેશ દ્વારા સહાય પણ મળી હતી, જેથી તેઓશ્રીને પણ આભાર માનતાં આ સભા તરફથી આ ઐતિહાસિક સાહિત્યનો અમૂલ્ય ગ્રંથ પ્રકટ થતાં તેની અભિવૃદ્ધિ થઈ છે. આ ગ્રંથના ભાષાંતરની શરૂઆત કરતાં પહેલાં પરમકૃપાળુ, પાતઃસ્મરણીય, શાંતમૂર્તિ પ્રવર્તકજી મહારાજશ્રી કાતિવિજયજી મહારાજને પાટણ મુકામે જઈ આ સભાના સેક્રેટરીએ આ ગ્રંથનું ભાષાંતર સભા તરફથી પ્રકટ કરવાની ઇચ્છા જણાવી, તથા તેની શુદ્ધ પ્રતા કયાં હશે ? તે સંબંધી સેક્રેટરીએ વિનંતિ કરતાં ઉક્ત મહાત્માએ જણાવ્યું કે, મેં કેટલીક પ્રતે જોઈ છે, પરંતુ તેની શોધેલી (શુદ્ધ) પ્રતા હજી સુધી જોવામાં આવી નથી, જેથી મૂળ ગ્રંથ છપાયેલ છે તેના ઉપરથી ભાષાંતર કરાવવું અને જ્યાં ખલના લાગે ત્યાં ઇતિહાસનો વિષય જેમને હોય તેવા વિદ્વાન પુરૂષની દૃષ્ટિએ મુકી છપાવવું. એટલા ઉપરથી પરમકૃપાળુ મુનિરાજ શ્રી કલ્યાણુવિજયજી મહારાજને આ ગ્રંથ દષ્ટિગોચર કરવા તેમજ તેના ઉપર ઐતિહાસિક દષ્ટિએ પ્રસ્તાવના-પર્યાલોચના લખવા આ સભા તરફથી વિનંતિ કરવામાં આવતાં તે સ્વીકારી તે કામ તેઓશ્રીએ હાથ ધર્યું અને તેની પ્રસ્તાવના તથા પર્યાચના ઘણું જ પરિશ્રમવડે ઐતિહાસિક દૃષ્ટિએ લખી આપી; તેમજ ગ્રંથશદ્ધિ કરી આ ગ્રંથની ગૌરવતામાં વૃદ્ધિ કરી છે અને ગ્રંથને સર્વાંગ સુંદર બનાવ્યો છે તે માટે આ સભા પિતાને આનંદ જાહેર કરવા સાથે તે મહાત્માને જેટલો ઉપકાર માને તેટલો ઓછો છે. * ઉપરોક્ત બતાવ્યા પ્રમાણે આપવામાં આવેલી સુચના માટે પૂજ્ય કૃપાળુ પ્રવર્તકજી મહારાજની આ સભા આભારી છે તેટલું જ નહિ પરંતુ ઉક્ત મહાત્મા અને તેમના શિષ્ય–અને પ્રશિષ્યરત્ન મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજ તથા મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ, કે જેમના અમૂલ્ય પ્રયત્ન વડે અને તેઓની વિદ્વત્તાને સંપૂર્ણ લાભ મેળવી આ સભા તરફથી પ્રગટ થતાં વિવિધ સાહિત્યના મૂળ ગ્રંથ પ્રકટ કરી આ સભા સાહિત્યસેવા કરી રહેલ છે, તથા જૈન સમાજ આનંદપૂર્વક તેને વધાવી લે છે, અને જૈનેતર આ દેશ અને યુરોપીઅન વિદ્વાને તે પ્રકટ થતાં સાહિત્ય માટે પિતાને સંપૂર્ણ આનંદ જાહેર કરવા સાથે સભાની પ્રશંસા કરે છે જે માટે ત્રણે મહા પુરૂષોની આ સભા સદા માટે અત્યંત ઋણ અને આભારી છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust