Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 5
________________ આમ વિકૃતિની પરંપરામાંથી પ્રકૃતિમાં લાવવા માટે, અને પ્રકૃતિમાં રહેલાઓને સુદઢ બનાવનારી મહાપુરૂષોની અંતરના ઉંડાણમાંથી નીકળતી ભાષાને આ પુસ્તકમાં સંગ્રહ આપવામાં આવ્યો છે. માનવીને પ્રકૃતિના ગુણગાન જરૂર ગમે છે, એણે સ્તોત્રો ગાયાં, સ્તવને ગાયાં, સ્તુતિ ગાઈ કેઈ વિશિષ્ટ વ્યક્તિની એણે પૂજા શરૂ કરી ગુણગાન કર્યા. વીતરાગ ભગવંતમાં શ્રદ્ધા મજબુત બની એમાં એણે જીવનની જડ નિહાલી અને એજ સ્તવના કરતાં કરતાં ખુદ માનવી પોતે પણ પ્રકૃતિમય-વીતરાગ બની ગયો. આ સંગ્રહમાં એવાં હૈયાઓને પુકાર છે. ભગવાનની ભક્તિથી ભરપુર હૈયાઓએ એમની રસ ધૂન ઠાલવી છે. જે સૈદ્ધાતિક રહસ્યને જાણવા શાસ્ત્રો ઉથલાવવાં પડે, વર્ષો ગાળવાં પડે અને કેટલાંક અણસમજ્યાંય રહી જાય તેવાં ગહન તો અને ચરિત્રોને રમત રમતમાં આનંદ કરતાં કરતાં સમજાઈ જાય તેવી રીતે ગુણ્યાં છે. કે-કઈ ધીરગંભીર સ્વરે ગાય તો ખુદ ભગવાન ઉપદેશ આપતા ઉપસર્ગો સહન કરતાં, અરે! કેટ કેટલાં જીવનને પ્રત્યક્ષ કરાવતાં હોય એવો સાક્ષાત્કાર થયા સિવાય ન રહે. આ પુસ્તકમાં સજઝાયોને પણ સંગ્રહ છે. બજઝાય અને સ્તવનમાં જરા ફેર છે. સજઝાયમાં અદયયન છે, પઠન છે, પાઠન છે. એ પણ વ્યક્તિનું જીવન આલેખે છે. અમકા, સુભદ્રા, કલાવતી એમ અનેક પુણ્ય પુરૂષોનાં જીવન આલેખાય છે. સ્તવનની એક મર્યાદા છે. સ્તવન માત્ર વીતરાગનું હોય છે. એના વિશેઠ આરાધકનું નહીં. એના આરાધકેનાં જીવન સજઝાયમાં ઉતારાય છે. અને એવાં ચરિત્રની સઝાયો જીવનમાં મોક્ષનું ભાથું ભરી જાય છે. પુણ્ય પુરૂષોની જેમ આધ્યાત્મિક ગહન તરવાની પણ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 468