________________
આશયથી જ કરેલ હોવાથી હવે તેઓ સંયમ ગ્રહણના સંગેનીજ રાહ જુવે છે. પરંતુ આ પુત્રથી પણ અધિક પિતાના ઓરમાયા પુત્ર શ્રી. નટવરભાઈ વિગેરે કુટુંબીજનોના મમત્વથી રજા મળી શકતી નથી.
અંતે અંતરાય તૂટે છે. અને સં. ૧૯૭૫ના મહા સુદી ૧૪સે ભૂરીબેન કવિ. કુ. કી પ. પૂ. આ. શ્રીમદ્ વિ લબ્ધિસૂરીશ્વરજીશ્રીના વરદ હસ્તે-શાસનસ-૫–પૂ. આ. શ્રીમદ્દ વિ–નેમિસૂરીશ્વરજીના આજ્ઞાવતી પૂ સા. ચપાશ્રીજી મહારાજના શિષ્યા બને છે.
સંયમી બન્યા બાદ પૂ. ગુરૂજીશ્રીની સેવામાં પિતાનું જીવન સમર્પિત કરી જ્ઞાન ધ્યાનમાં ખૂબજ આગળ વધે છે. અને ઘણાં ખરાં આગમ સૂત્રોનું અધ્યયન કરી વિદુષી બને છે. પરમવિદુષી હેવા. છતાં પણ તેમના જીવનમાં વિદ્યાના ઘમંડને બદલે નમ્રતાજ જોવામાં આવતી હતી.
ગ્રામનુગ્રામ વિહાર કરી અનેક ભાવુક જનને પ્રતિબોધ કરે છે. તેને લઈ જૈન સમાજમાં તેમના પ્રત્યે ખૂબ જ આકર્ષણ વધે છે. તેના પરિણામે લગભગ ૭૫ જેટલી ઉચ્ચ કુટુંબની બહેનો તેમના શિષ્યા-પ્રશિષ્યા બને છે.
આટલો મોટો સમુદાય હોવા છતાં પણ તેમની વ્યવસ્થાશક્તિ અને કુશાગ્રબુદિધના યોગે સારેય સમુદાય ત્યાગ, વૈરાગ્ય, અને જ્ઞાનાભાસમાં આગળ વધ્યે જતો હતો. તેમના સંસ્કાર વારસાને લઈ વર્તમાનકાળે પણ તેમના સમુદાયની એટલી જ જાહેરજલાલી ટકી રહેલ છે.
તેમના જીવનમાં રહેલા કિયારૂચિ, અપ્રમત્તપણું, રસનાને વિજય, ભાષામાં મધુરતા. વાત્સલ્યભાવ, લઘુતા, ઉદારતા, ગુણાનુરાગ, વિનય, વૈયાવચ્ચ, જિનાજ્ઞાનો રાગ, અને પુણ્ય પ્રકર્ષ વિગેરે ગુણો માટે વિવેચન.