Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

Previous | Next

Page 54
________________ આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. હે જિનેશ્વર ! સદ્ગુણો અને મનોહર અક્ષરોરૂપી ચિત્ર-વિચિત્ર પુષ્પો વડે ગુંથેલી એવી આ તમારા સ્તોત્રરૂપી માળાને જે મનુષ્ય અવિરતપણે કંઠમાં ધારણ કરે છે તે સ્વમાની એવા ઉન્નત મનુષ્યને, અથવા આ સ્તોત્રના રચયિતા માનતુંગ સુરીશ્વરને સર્વતંત્ર સ્વતંત્ર એવી કોઈ ને પણ વશ ન રહેનારી (મોક્ષ રૂપી) લક્ષ્મી પ્રાપ્ત થાય છે. શુદ્ધ જળથી અભિષેક કરી. ત્રણ અંગલૂછણાં કરી આરતિ મંગળદીવો તથા શાન્તિકળશ કરી આદીશ્વર પ્રભુનું ચૈત્યવંદન કરી. આદીશ્વર ભગવાન, ક્ષેત્રપાલ દેવ, અધિષ્ઠાયક દેવ-દેવીઓનું વિસર્જન કરવું અંત્તે આ પ્રમાણે ક્ષમાયાચના કરવી. आहवानं नैव जानामि, न जानामि विसर्जनं । पूजाविधिं न जानामि, प्रसीद परमेश्वर ! ।। ॐ आज्ञाहीनं क्रियाहीनं, मंत्रहीनं च यत्कृतम् । तत् सर्वं कृपया देव ! क्षमस्व परमेश्वर ।। उपसर्गाः क्षयं यान्ति, छिद्यंते विघ्नवल्लयः । मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ।। सर्व मंगल मांगल्यं, सर्व कल्याण-कारणम् । प्रधानं सर्व धर्माणां, जैनं जयति शासनम् ।। ।। इति भक्तामर महापूजन विधिः समाप्तः ।। ૫૦

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60