Book Title: Payano Gujarati Shabdakosh
Author(s): K K Shastri
Publisher: Adarsh Prakashan

Previous | Next

Page 6
________________ . જોડણી વિશે સરકારી ઠરાવ ગુજરાતી ભાષાની જોડણીમાં સુધારા કરવા માટે કાર્યપદ્ધતિ નિયમો નક્કી કરવા અંગે ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, ઠરાવ ક્રમાંક :- પરચ-૧પ૨૦૦૦-એમ-૧૮-૨, સચિવાલય, ગાંધીનગર તારીખ : ૯-૧૧-૦૧ વંચાણે લીધો : (૧) ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત સાર્થ ગુજરાતી જોડણી કોશ. (૨) શિક્ષણ વિભાગનો તા. ૨-૭-૦૧નો ઠરાવ ક્રમાંક : પરચ-૧૫-૨૦૦૦-એમ-૧૮-૨ ઠરાવ : ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત સાર્થ ગુજરાતી જોડણીકોશ અનુસાર ગુજરાતી ભાષામાં જોડણી કરવામાં આવી રહી છે. દરમ્યાનમાં ગુજરાતી ભાષાની જોડણીને હજુ પણ વધુ સરળ બનાવવા માટે સરકારશ્રીમાં અનેક રજૂઆતો થયેલ એટલે એ અન્વયે જોડણી સુધાર સમિતિની રચના શ્રી કે. કા. શાસ્ત્રીના અધ્યક્ષપદે ઉપર ક્રમાંક :(૨)માં દર્શાવેલ ઠરાવથી કરવામાં આવેલ. આ સમિતિએ ગુજરાતી ભાષાની જોડણી માટે સાર્થ જોડણીકોશને જ આધારભૂત અને સર્વમાન્ય ગણેલ છે. ઉપરાંત ગુજરાતી ભાષાની જોડણી માટે સામેલ પરિશિષ્ટ-૧ નિષ્કર્ષરૂપ જોડણી વ્યવસ્થામાં દર્શાવ્યા મુજબ થાય એમ સરકારશ્રીએ ઠરાવેલ છે. આથી રાજ્યમાં તમામ પ્રકારના વ્યવહારમાં, જેમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવે તેમાં, ઉપર દર્શાવેલ નિષ્કર્ષરૂપ જોડણી વ્યવસ્થાઅનુસાર ગુજરાતી શબ્દોની જોડણી થાય એનું ધ્યાન રાખવા રાજ્યના ગુજરાતી પ્રેમી લાગતા-વળગતા સર્વે જનોને જણાવવાનું ઠરાવવામાં આવે છે. ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે, (આર. બી. ધંધુકિયા) ઉપસચિવ, શિક્ષણ વિભાગ.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 286