Book Title: Payano Gujarati Shabdakosh
Author(s): K K Shastri
Publisher: Adarsh Prakashan

Previous | Next

Page 8
________________ કે, ક્વચિત જ, સાક્ષાત જ વગેરે. (ખ) વિકાર પામેલા (તદ્ભવ) શબ્દોની જોડણી (૩) તદ્ભવ શબ્દોને છેડે આવતા અનનુનાસિક ઈ કે અનુનાસિક ઈં 'દીર્ઘ કરવા. ઉદા. કીકી, કીડી, સીડી, કઢી, ચમચી, કડછી, જુગારી, અહીં, જહીં, તહીં, ક્યહીં, દહીં, નહીં, મહીં તદ્ભવ શબ્દોને છેડે આવતા અનનુનાસિક ઉ કે અનુનાસિક ઉં હ્રસ્વ કરવા. ઉદા. અગાઉ, ખેડુ, ગાઉ, ગોખરુ, ટાપુ, રખડુ, ખીસું, ટીપું, ધીમું, ફૂદું, ઊજળું, બિહામણું માત્ર એકાક્ષરી શબ્દોનો ઉપરના નિયમમાં અપવાદ કરવો. એકાક્ષરી શબ્દોમાં અનનુનાસિક ઊ નો વિકલ્પ લખવો; જેમ કે, જૂ-જુ, છૂછું, થૂ-થુ, દૂદુ, બૂબું, ભૂ-ભુ, રૂ-૨ (૪) અનુનાસિક ઈ અને ઊં શબ્દમાં અંત્ય ઇ ના અપવાદે કોઈ પણ સ્થાને આવતા ઈનો વિકલ્પ કરવો. ઉદ ઈંટ-ઇંટ, રીંછ-રિંછ, નીંદર-નિંદર, ઢીંચણ-ઢિંચણ, હીંચકોહિંચકો, ચીંદરડી-ચિંદરડી, મીંચામણાં-મિંચામણાં, પરંતુ અહીં, નહીં, જહીં, તો નહીં-નહિનો વિકલ્પ, નહિ તત્સમ હોવાથી. શબ્દમાં છેલ્લાં સિવાયનાં બધાં જ સ્થાનોએ ઊંનો વિકલ્પ કરવો. ઉદા. ઊંઘઉંઘ, થંક-થુંક, ઊંચાણ-ઉંચાણ, ઘૂંઘટ-ઘુંઘટ, મૂંઝવણ* મુંઝવણ, લૂંટાલૂંટ-લુંટાલુંટ, ગૂંછળિયાળુ-ગુંછળિયાળું, હૂંડિયામણ હુંડિયામણ (૫) જોડાક્ષરથી જ્યાં આગલા સ્વરને થડકો લાગતો હોય ત્યાં, અર્થાત્ જોડાક્ષર પૂર્વેના અક્ષરમાં આવતા છે કે જે હૃસ્વ લખવા. ઉદા. કિલ્લો, બિલ્લો, ઇજ્જત, કિસ્મત; કુસ્તી, સુસ્તી, ઉમ્મર, ઉંમર, હુન્નર, પિસ્તાળીસ, પિંડી, હિંદ, કિંમત, ટિંગાટોળી , . (૬) બે અક્ષરના શબ્દોમાં ઉપાંત્ય ઈ કે ઊ દીર્ઘ લખવા. (બે અક્ષરના શબ્દોમાં ઉપાંત્ય એટલે અત્યારની પૂર્વેનો) ઉદા. ઈજા, ખીણ, ચીસ, જીભ, ઠીક, ભીનું, દીવો, પીઠી, કૂવો, ચૂડી, જૂઠ, ધૂળ,

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 286