Book Title: Payano Gujarati Shabdakosh
Author(s): K K Shastri
Publisher: Adarsh Prakashan

Previous | Next

Page 5
________________ નિવેદન બેઝિક અંગ્રેજીની જેમ ગુજરાતી ભાષામાં પણ સર્વસામાન્ય ગુજરાતી વ્યાપક શબ્દોનો સંગ્રહ કરવાનો આ પ્રયત્ન છે. બની શકે એટલી કરકસર કરી ગુજરાત ભરમાં જાણીતા એવા આશરે ૫000 મૂળ શબ્દો અહી તારવવામાં આવ્યા છે. આ ઉપરાંત, એ મૂળ શબ્દોમાંથી સાધવામાં આવેલા જે શબ્દો મોટા ભાગમાં જાણીતા છે તે, જે તે શબ્દના પેટમાં સમાવી લેવામાં આવ્યા છે. વાચકને એ જોતાં જ સ્પષ્ટતા થઈ જશે કે કયા મુખ્ય શબ્દમાંથી એનો વિસ્તાર થયો છે. એ ખરું કે આ સંગ્રહમાં લગભગ સરખા અર્થના એકથી વધુ શબ્દ પણ વપરાયેલા મળશે. તદન બાળકો માટેનો જ આ કોશ હોય તો અનેક પર્યાયોમાંથી સહેલો એક પર્યાય જ રાખી બાકીના જતા કરવામાં આવે; પણ આ કોશ સમગ્ર ગુજરાતની પ્રજાને ઉપયોગી થાય એ દૃષ્ટિ પસંદગીમાં હોઈ થોડો પણ અર્થનો (shadeનો પણ ભેદ) હોય અને શબ્દ દેશમાં વ્યાપક હોય તો છોડી દેવામાં નથી આવ્યો. અંગ્રેજીમાં એક બેઝિક ડિક્શનેરી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, મુંબઈએ આજથી સાઠેક વર્ષ પહેલા પ્રગટ કરી હતી, એમાં બધા મળી ૨૦૦૦૦ વસ હજાર સર્વસામાન્ય અંગ્રેજી શબ્દોનો સંગ્રહ છે, જેમાં અર્થ જOOOO ચાળીસ હજાર છે. આ મારા કરેલા સંગ્રહમાં એ દષ્ટિએ દસેક હજાર શબ્દ થશે. પણ આ ઉપરાંત એક વિશિષ્ટ પ્રયત્ન હું આ સાથે જુદો જ આપું છું; અને એ– - “ટાઈમ્સ ઑફ ઇન્ડિયા. (મુંબઈ) તરફથી બેઝિક અંગ્રેજી માટે ૮૫૦ ઉપરાંત વૈજ્ઞાનિક ૧૦૦, પત્રવ્યવહારના ૫૦, મળી ૧૦૦૦ શબ્દો પસંદ કરવામાં આવ્યા હતા, જ્યારે ન્યૂયોર્ક(અમેરીકા)થી પ્રસિદ્ધ થયેલી બેઝિક વિવિધ ભાષાઓનાં પાઠ્ય પુસ્તકોમાં અંગ્રેજી વગેરે માટે નિત્યના વ્યાપકના વ્યવહારના ૬૦૦ શબ્દો આપવામાં આવ્યા છે. આ બંનેની સરણીએ આશરે ૧૨૦૦ એકહજાર બસો શબ્દ તારવીને અકરાદિ ક્રમે રજૂ કરવામાં આવ્યા છે. આ શબ્દો આપણી સર્વસામાન્ય જરૂરિયાત પૂરી પાડી શકશે એર્વી મને શ્રદ્ધા છે. આ પસંદગી શબ્દો અઘરા ન પડી જાય અને સામાન્ય રીતે શહેર કે ગામડામાં પણ પરિચિત હોય એ રીતની કરવામાં આવી છે. તા. ૧-૧-૨૦૦૩ કેશવરામ કા. શાસ્ત્રી

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 286