Book Title: Payano Gujarati Shabdakosh Author(s): K K Shastri Publisher: Adarsh Prakashan View full book textPage 4
________________ પ્રકાશકીય મારે ખાસ વ્યાવહારિક કાર્ય માટે સુરત જવાનું થયું ત્યારે ત્યાંના એક ગ્રંથ વિક્રેતાને ત્યાં, અપ્રાપ્ય એવો અનેક કોશોના કર્તા ભાષાકોવિદ માન. કે. કા. શાસ્ત્રીનો રચેલો, ‘પાયાનો ગુજરાતી શબ્દકોશ' જોવામાં આવ્યો, આ કોશ ઘણાં લાંબા સમયથી અપ્રાપ્ય હોઈ એની પાસેની નકલ મેં માગી લીધી. મને થયું કે ગુજરાતી ભાષાના પ્રાણરૂપ પાયાના શબ્દોનો આ પૂર્વે છપાયેલ એક પણ કોશ જાણવામાં આવ્યો નથી, એટલે મારા મનમાં વિચાર આવ્યો કે જો શાસ્ત્રીજીની અનુજ્ઞા મળે તો આ કોશ છાપવો. એમનાં ‘મીરાનાં પદો'ની પાંચ આવૃત્તિ અમારા તરફથી પ્રકાશિત થયેલી એટલે પિરચય નવો કરવો પડે એમ નહોતું. અમદાવાદ આવીને હું એમની પાસે ગયો. કોશની નકલ જોઈ વરસોથી વિખૂટા પડેલાં પુત્રનાં દર્શન થયાં હોય એવો એમને આનંદ થયો. એમની પ્રસન્નતા જોઈ મેં એમને વિનંતિ કરી કે ‘આપ જો અનુજ્ઞા આપો તો આની નવી આવૃત્તિ પ્રકાશિત કરવાની મારી ભાવના છે.’ એમણે કહ્યું કે ‘વર્ષો પૂર્વે છપાયેલો છે, માટે એને નવેસરથી તપાસવો પડશે. રાહ જોઈ શકો તો હું સંશુદ્ધ કરી અદ્યતન બનાવી આપું.’ આનંદની વાત છે કે એક જ માસમાં, એમનાં અનેક પુસ્તકોનાં સર્જનમાંથી સમય કાઢી, સંશુદ્ધ કરી આપ્યો, એ આ અમારા આદર્શ પ્રકાશન દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, જેને માટે માન. શાસ્ત્રીજીનો હું ઘણો જ ઋણી છું. આ કોશ વિદ્યાર્થીઓને તો કામ લાગશે જ, પણ પાયાના આશરે ૫૦૦૦ શબ્દો અને અંતે નિત્ય ઉપયોગી આશરે ૧૨૦૦ શબ્દો પણ હોઈ સર્વ સામાન્ય જનને પણ આ ઉપયોગી થશે જ. તા. ૧-૧-૨૦૦૩ - કમલેશ મદ્રાસીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 286