Book Title: Pathik 1999 Vol 39 Ank 08 Author(s): Nagjibhai K Bhatti and Other Publisher: Mansingji Barad Smarak Trust View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાષ્ઠ શિલ્પકલાનાં વિકાસનાં ઐતિહાસિક તબક્કાઓ | ડૉ. આર. ટી. સાવલિયા* ભારતીય સંસ્કૃતિના પ્રતીકરૂપ એવા કાષ્ઠકલાના ઉત્તમ નમૂનાઓ ધાર્મિકવૃત્તિ તથા કલાકારોની કલાના યશોગાન ગાતા નગરો અને ગ્રામોમાં આજે પણ જોઈ શકાય છે. પુરાતન કાલથી જોઈએ તો તેનો વિકાસ ઐતિહાસિક તબક્કાવાર થયેલો નજરે પડે છે. આરંભમાં બેડોળ અને અણધડ લાગતી આ કલાનો વિકાસ સૌંદર્યની ઉચ્ચકોટિની ચરમ સીમાએ પહોંચેલો જોઈ શકાય છે. કાઠાશિલ્પકલામાં લોકકલાના તત્ત્વો ઉમેરાતા સમાજજીવનની લોકશૈલીના પ્રતિબિંબો નીરખી શકાય છે. વૈદિકકાળમાં મોટેભાગે કાઇના મકાનો અને કાઇગ્રામો તથા નગરો બંધાતા હોવાના સાહિત્યિક આધારો મળે છે. જો કે વેદકાલની કાષ્ઠકલાના કોઈ નમૂનાઓ મળ્યા નથી, પરંતુ રાજાને રહેવાના મહેલો, ઋષિઓની પર્ણકુટીઓ, ગ્રામ્ય રહેણાંકનાં મકાનો અને ફરતી કાષ્ઠના પાટડાની વાડ અને દરવાજાઓ અને એના ઉપર થતાં કોતરકામ અને કાષ્ઠશિલ્પ અંગેની નોંધો પ્રાચીન ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. નંદવંશના સમયમાં કાષ્ઠના મહાલયો તેમજ મોટા કિલ્લાઓ બંધાયા હતા. પ્રાચીન પાટલીપુત્ર નગરના ખોદકામમાંથી કાઇદુર્ગના કેટલાક પાટડાઓ મળી આવ્યા છે. આ પાટડાઓ ઉપર કોઈ કોતરકામ નથી, પણ પરદેશી મુસાફરોની પ્રવાસનોંધોના વર્ણન ઉપરથી જણાય છે કે નંદશાસનમાં અને મૌર્યોના સમયમાં ભારતમાં કાષ્ઠકલા સોળે કળાએ ખીલી હશે. એ સમયે કાષ્ઠશિલ્પમાં લોકકલાના અનેક નમૂનાઓ કોતરાયા હશે. ચંદ્રગુપ્ત મૌર્ય પછી સમ્રાટ અશોકના સમયમાં બાંધકામમાં તેમજ કીર્તિસ્તંભો, જય સ્તંભો વગેરેના કોતરકામમાં પથ્થરનો ઉપયોગ શરૂ થયો. છતાં બાંધકામમાં થતો પથ્થરનો ઉપયોગ કાઇના બાંધકામને અનુસરીને જ થયેલો દેખાવ છે. આ હકીકત સાંચી અને અમરાવતીના સ્તૂપોની વેદિકા અને તોરણોના કંડારકામ જેવાથી ખ્યાલ આવે છે. ગુજરાતમાં જૂનાગઢની ઉપરકોટની પ્રાચીન ગુફાની દીવાલોના ચંદ્રસલાકાના સુશોભનો તેમજ બાવા યારાની ગુફાના દ્વારોનાં કંડારકામ, તળાજાની એભલ ગુફાની છતના તથા બહારના ચંદ્રસેલાકાના સુશોભનો, સાણા ડુંગરની ગુફાઓના સ્તંભો ઉપરનું કોતરકામ વગેરે ઉપર કાષ્ઠશિલ્પ સ્થાપત્યની અસર તથા અનુકરણ થયેલું દષ્ટિગોચર થાય છઠ્ઠા સૈકાથી માંડીને દસમા સૈકાના અંતભાગ સુધીમાં ગુજરાતમાં સંખ્યાબંધ કાઠમંદિરોનું નિર્માણ થયું હતું તેમજ કેટલાક મંદિરોના બાંધકામમાં કાષ્ઠશિલ્પોનો અંશતઃ ઉપયોગ થયો હતો. મુસ્લિમ તવારીખોને આધારે જાણવા મળે છે કે ઈ.સ. ૧૦૨૪માં મહમદ ગઝનવીએ સોમનાથનું મંદિર તોડ્યું ત્યારે એ મંદિરનો સભામંડપ કાષ્ઠનો હતો. કાષ્ઠના ઓછાં ટકાઉપણાંને લઈને મંદિરોના બાંધકામમાં છઠ્ઠા સૈકાથી પથ્થરનો વિશેષ ઉપયોગ થતો, છતાં કાષ્ઠ મંદિરોનું નિર્માણ થતું એ હકીકત છે. પરધર્મીઓ મંદિરો તોડવા કે બાળવા લાગ્યા પછી પણ કોઈ કોઈ જગ્યાએ કાઠમંદિરો બનાવાતા, જેને ઉત્તમ નમૂનો વડોદરા સંગ્રહાલયમાં સુરક્ષિત કાષ્ઠ સભામંડપ છે. આ મંડપ સોળમી થી ૧૮મી સદી દરમ્યાન નિર્મિત થયેલ વિવિધ ભાગોને જોડીને ઊભો કરવામાં આવ્યો છે. આ મંડપના કાષ્ઠ શિલ્પોમાં નેમિનાથનો લગ્નોત્સવ, સંસાર ત્યાગ, વર્ષીદાન મહોત્સવ જૈનાચાર્યોની શોભાયાત્રા, અપ્સરાઓ વગેરે જોઈ શકાય છે. તે સાથે ચક્રવર્તી રાજા ભરતની શોભાયાત્રાનું દશ્ય કાટકશિલ્પ પટ્ટીકામાં કંડારેલું છે. લલિત ત્રિભંગમાં વેણુધર શ્રીકૃષ્ણનું શિલ્પ, ગજલક્ષ્મી, દેવાંગનાઓ, ગંધર્વો, પશુ-પક્ષીઓનાં શિલ્પો કલાત્મક રીતે કોતરાયા છે. શિલ્પશાસ્ત્રના ગ્રંથોમાં રહેણાંકના મકાનોમાં વિશેષતઃ કાષ્ઠના ઉપયોગના ઉલ્લેખ મળે છે. આ કારણથી * અધ્યાપક, ભો. જે. વિદ્યાભવન, એચ. કે. કૉલેજ કમ્પાઉન્ડ, આશ્રમ રોડ, અમદાવાદ પથિક' • મે, ૧૯૯૮ • ૩ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20