Book Title: Pathik 1999 Vol 39 Ank 08
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “રાજકોટની સ્વાતંત્ર્ય ચળવળોનાં પરિપ્રેક્ષ્યમાં રાજકિય પ્રવૃત્તિઓ.” (એક મૂલ્યાંકન) પ્રા. ચંદ્રકાન્ત એચ. જોષી અકિંચન રાજકોટનાં રાજવીશ્રી (૬-૨-૧૯૩૦) ગુરુવારના રોજ નિધન) પ્રજાવત્સલ મા. લાખાજીરાજ બાપુશ્રીનું શરદીથી એકાએક આકાળે અવસાન થયું. તા . * * * * કે : પ્રાસ્તાવિક - ૧૯૩૯ ની ૧૩ મી એપ્રિલ એ સમયનાં મધ્યપ્રદેશ અને " બેરારનાં પાટનગર નાગપુરમાં સ્થપાયેલ હિન્દુસ્તાની લાલસેનાની ફૌજી કાઉન્સલનાં સંસ્થાપક ક્રાન્તીવીર મગનલાલ બાગડીને અંજલી અર્પતા હિન્દુસ્તાની લાલસેના ઇતિહાસ કમિટીએ આરંભ આ સૂત્રથી જ કર્યો કે, “બગાવત એ પ્રત્યેક ગુલામ પ્રજાનો જન્મ સિદ્ધ અધિકાર છે'', સ્વતંત્રતાનાં જન્મ સિદ્ધ અધિકારને ચરિતાર્થ કરવા માટે બગાવત એક શુદ્ધ સાધનની ગરજ સારે છે. મુક્તિસંગ્રામનાં વિધાયકોમાં સ્વામી દયાનંદ સરસ્વતી, અરવિંદ ઘોષ, શ્રી રંગઅવધૂત, પાડુંરંગ, હરિ ૐ આશ્રમનાં પૂ. મોટા જેવા દાર્શનિક સાધુસંતો કે ભગતસિંહ ખુદીરામ બોઝ, દામોદર પંત, બાલકૃષ્ણ ચોકર, સુભાષચંદ્ર બોઝ, વાસુદેવ ફડકે, શ્યામજી કૃષ્ણવર્મા, રામચંદ્ર પાંડુરંગ (તાત્યાસાહેબટોપે) મદનલાલ ધીંગરા, વિરસાવરકર, સરદારસિંહજી રાણા, નરીન્દ્રનાથ ઘોષ, ચંપકરામન પીલ્લાઈ, સુશીલ સેન, લાલા હરદયાળ જેવા અઠંગ ક્રાંતિકારીઓનાં ૧૮૫૭ નાં બળવાથી માંડીને ૧૯૪૭ ની આઝાદી સુધીમાં સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જેવા વરિષ્ઠ નેતાઓ પ્રચંડ પુરુષાર્થ પડેલો છે. ગુજરાત સૌરાષ્ટ્ર રાજકોટની કાર્યપદ્ધતિ નિરાળી ગણવા માટે પૂરતા વ્યાજબી કારણો મળી રહે ખરા ! ૧૮૫૭ના બળવાની તારીખ તો ૩૧ મે નક્કી થયેલી પરંતુ ખરેખર તો ૧૦ મેનાં જ શરૂ થઈ ગયો. આ બળવટનાં યજ્ઞકુંડમાં પ્રથમ આહુતિ ૧૮૫૮ની ૮મી એપ્રિલ એક બ્રાહ્મણપુત્રની શહીદીથી આરંભાઈ અંગ્રજ સાર્જન્ટ મેજર ધુમેન ને બંદૂકની ગોળીથી વીંધી નાખી લેફટનન્ટ બોલ્ટેનને તલવારનાં ઝાટકેથી ઠાર કરીને આ મંગળ પાંડે નામનાં વિપ્ર યુવાને ક્રાંતિકારી મુકિતસંગ્રામના શ્રીગણેશ કર્યા પછી ગાંધીજીની રાહબરી હેઠળ અહિંસામૂલક આંદોલનો શરૂ થયાં. લીંબડીનાં સરદાક સિંહ રાણા, ભારત સ્વાતંત્ર્ય સૈનિકસંઘના અધ્યક્ષ પદે રહેલા સરદાર પૃથ્વી સિંહ આઝાદ (પદ્મવિભૂષણ-૧૯૭૬) જેઓ ભાવનગરની ભોમકા પર સ્વામીરાવનાં નામે સુવિખ્યાત હતાં અને આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સરદારત્રિપુટી લાલ, બાલ અને પાલની ત્રિપુટીની પુનઃ આવૃત્તિ જ ગણી શકાય. રાજકોટ-જામનગર, ભાવનગર - સૌરાષ્ટ્ર કે કાઠીયાવાડની રાજકીય પ્રવૃત્તિઓ કાઠિયાવાડ રાજકીય પરિષદ મારફત થતી જેનાં અગ્રણી પદે શ્રી ઉછરંગભાઈ ઢેબર (સૌરાષ્ટ્ર રાજપનાં મુખ્યમંત્રી શ્રી ઢેબરભાઈ) હતાં જેમની પ્રતિમા રાજકોટનાં હૃદયસમા ત્રિકોણબાગમાં આજે જોવા મળે છે. જયારે ભાવનગર રાજ્યમાં આ સૌથી વધુ કપરી, કામગીરી ગુજરાત રાજયના મુખ્યમંત્રી સ્વ.શ્રી બળવંતરાય ગો. મહેતા ભાવનગર રાજય પ્રજા પરિષદના નેજા હેઠળ સંભાવળતા હતાં. દેશી રાજાઓને હિન્દી સંઘમાં જોડવાનું કપરું કાર્ય સરદાર પટેલે કુનેહથી કરી બનાવ્યું. તેનું મંગલાચરણ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને દીવાન પ્રભાશંકર પટ્ટણીએ ૧૯૪૮ ની ૨૦મી જાન્યુઆરીએ આનંદનગર, ૮-૮૮, મેઈનરોડ, દિનેશ ડેરી સામે, રાજકોટ-૩૬0002 'પથિક' - મે, ૧૯૯૮ ૯ ૧૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20