Book Title: Pathik 1999 Vol 39 Ank 08
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રોજ કસ્તૂરબા રાજકોટ આવી પહોચ્યા. આ પહેલા ઠાકોર સાહેબ અને વીરાબાળા વિલાયત જતાં ગોરા અમલદાર કેડલને દીવાન પદે મૂકતાં ગયા હતા. શ્રી જેઠાલાલભાઈ જોષીની આગેવાની હેઠળ લડત ચાલુ રાખવામાં જ આવી હતી. કસ્તુરબા સાથે મણિબહેન પટેલ પણ રાજકોટ આવેલા. તેમને રાજકોટથી સોળ કી.મી.નાં અંતરે આવેલા સણોસરામાં દરબારનાં ઉતારામાં નજરકેદ રાખવામાં આવ્યા. કસ્તુરબાને પણ ૧૯૩૯ માં ૧૧ ફેબ્રુઆરીથી ૬ માર્ચ સુધી ૨૪ દિવસ નજરકેદ રખાયેલા હતાં. બંન્ને મહિલાઓને સત્કારવા માટે રેલ્વે સ્ટેશને લોકોની ભીડ જામી હતી. તેમણે સરધસ પણ કાઢયું. રાજકોટમાં એજન્સીની હદ પૂરી થતાં જ વીરાવાળાએ સરઘસને ત્યાં જ અટકાવી દીધું.૧૮ છતાં બંન્ને વીરાંગનાઓએ કૂચ આગળ ધપાવવાનું સરઘસને જણાવતાં સ્ટેટનાં ઓર્ડર મુજબ કુમાર વાલેરાવાળાએ તેમની ધરપકડ કરી. શરૂઆતમાં વાંકાનેર પાસેનાં સણોસરા બન્નેને નજરકેદ રાખી, પછીથી મણીબહેનને રાજ્યની જેલમાં આ કસ્તુરબાને ત્રંબામાં દરબારી ગેસ્ટ હાઉસમાં નજરકેદ રખાયા અને ગરેડાયાકુવા આંગણવાચોક, કરણપરા ચોક, છેબર ચોક અને દરબારગઢનાં ચોકમાં ઉત્તેજના ફેલાઈ ચૂકી. આ બાજુ ત્રંબાનું દરબારી ગેસ્ટહાઉસ ગામને છેવાડે હતું. ત્રંબા દરબાર મદારસિંહ બાપુની માલિકીનાં આ ગેસ્ટ હાઉસમાં મજબૂત બારીબારણાવાળા અને પીત્તળનાં સળીયા ફીટ કરાયેલી વિશાળ બારીઓ વાળા ચાર ખંડો હતાં. પ્રવેશદ્વારે સશસ્ત્ર પોલીસની સતત ૨૪ કલાક પહેરાં ચાલુ રહેતા. ગેસ્ટ હાઉસની આસપાસ ખેતરો આવેલાં હતાં. કસ્તુરબા સાથે થોડા પરિચયમાં આવેલા ત્રંબાનાં ૮૪ વર્ષનાં વયોવૃદ્ધ ભવાનભાઈ પટેલ આ વાર્તાને વાગોળતાં અને રસિક વર્ગ તેમની વાત શાંતિ અને કુતૂહલથી સાંભળતા. સાંજે થોડી વાર આંગણામાં કસ્તુરબાને બેસવાની પરવાનગી હતી. એક અહેવાલ પ્રમાણે કુ. મૃદુલાબેન એ. સાયભાઈ પણ સાથે જ નજરકેદ હતાં. સત્યાગ્રહો ઉપર થતાં જુલ્મની વિગતો સાંભળી ગાંધીજી પણ રાજકોટ આવ્યા. એજન્સીનાં પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ ફતેહમામદખાનને વીરાવાળાએ રાજ્યની કાઉન્સીલનું પ્રથમ સભ્યપદ આપી આખીયે લોકલડતને બેરહમથી ચડી નાંખવાની સંપૂર્ણ સત્તા આપેલી. તેણે નાકે નાકે રાજોટમાં પોલીસ ગોઠવી દીધી. તેથી આવતાવેત જ ગાંધીજી ફતેહ મામદખાન, સીવીલ સર્જન, કર્નલ એસ્પીલોન પોલીટીકલ એજન્ટ ડેલી વગેરેને સાથે લઈને જેલો જોવા ગયા હતા. જેલમાં સ્વાતંત્ર્ય સેનાઓની સ્થિતિ જાણવા શ્રી ઢેબરભાઈ, શ્રી વજીભાઈ શુક્લ, સૌભાગ્ય ચંદભાઈ મોદી તથા જેઠાલાલભાઈ જોષીની તપાસ સમિતિની નિમણૂક કરતો પત્ર ગાંધીજીએ ઠાકોરસાહેબને લખ્યો. કોઈ પ્રત્યુત્તર ન મળતાં ૧૯૩૯ ની ત્રીજી માર્ચથી ગાંધીજી ઉપવાસ પર ઉતરી ગયાં. રાષ્ટ્રસમગ્ર આ ઉપવાસે ખળભળાટ મચાવી મૂક્યો. ગોરાદીન કેડલે એટલા અત્યાચારો કર્યા કે આખું રાજકોટ રણમેદાન જેવું બની ગયું. તીજોરી તળીયા ઝાટક થઈ જતા ઠાકોર ધર્મેન્દ્રસિંહજીએ સરદાર પટેલને સમાધાન માટે નોતર્યા. આ સમાધાનથી બ્રિટિશ તાજનાં પ્રતિનિધિ રેસીડેન્ટ ગીલ્ડ ચોંકી ઊઠ્યા. ૨૮ ડિસેમ્બર ૧૯૩૮ નાં દિવસે વીરાવાળાને પોતાનાં બંગલે આ સમાધાન તોડી પાડવાનું જણાવ્યું, તેથી સરદારપટેલે સાતમાંથી ચાર સભ્યોનાં મોકલેલા નામો ઉડાડી દીધા અને પ્રજારોષ ભભૂકી ઊઠ્યો. ન્ ટૂંકમાં જુલ્મોની પરાકાષ્ઠાની વેળાએ જ ગાંધીજી ઘણા સમય પછી જ ઉપવાસ પર ધીરજપૂર્વક વિચારીને ઉતર્યા હતાં. ઉપવાસનાં ચોથા દિવસે ૭-૩-૩૯ નાં રોજ વાઇસ રૉય પ્રેસીડેન્સ ગીબ્સન મારફત ગાંધીજીને ઉપવાસ છોડી દેવાની વિનંતી કરતો સંદેશો મળ્યો અને સમાધાન તથા વચન ભંગનાં અન્યાયનું અર્થઘટન દેશનાં વડા ન્યાયાધીશ સર મોરીસ ગ્વાયર મારફતે કરવાનું સમજાવ્યું. ગાંધીજીએ વિશ્વાસ રાખીને ઉપવાસ છોડ્યા. તેમનો ચુકાદો પ્રજાપક્ષો રહ્યો, પણ વીરાવાળેએ તેની પ્રપંચલીલાઓ ન છોડી તે ન જ છોડી.” રાજ્યનાં ભાયાતો અને મુસલમાનોને તેણે ગાંધીજી સમક્ષ પ્રતિનિધિત્વનો હક્ક ઉઠાવવા માટે ઉશ્કેરી મૂક્યા અને પરિણામ એ આવ્યું કે ૧૬-૪-૩૯ નાં દિવસે ૬૦૦ જેટલા ભાયાતો અને મુસલમાનોએ કાળા કપડામાં સજ્જ થઈ ગાંધીજીને ઘેરો ઘાલ્યા. શ્રી છેલભાઈ દવેએ મહામહેનતે ગાંધીજીને આ વિફરેલા ટોળામાંથી બહાર કાઢ્યાં. વીરાવાળાનું કાવત્રુ ખુલ્લું પડી ગયેલું સમાધાન પડી ભાંગ્યું. સ્વાતંત્ર્ય સૈનિકોને હિન્દનાં વડા ન્યાયમૂર્તિનો ચુકાદો છોડી દેવા જણાવ્યું. એક ભયંકર હતાશા અને નિરાશાનું મોજું ફેલાઈ ગયું. અન્ય રાજ્યોમાં ચાલતી લડાઈઓ પર તેની માઠી અસરો પડી. (ક્રમશઃ) ‘પથિક’♦ મે, ૧૯૯૮ + ૧૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20