Book Title: Paryushan Parv ane Teno Upayog Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 6
________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો અશક્ત નીવડીએ છીએ. પણ જે જાતના જીવનને વિકાસ આપણે ઇચ્છીએ છીએ અને આપણાથી સાધવો શક્ય છે તે જાતના એટલે સામાજિક અને રાષ્ટ્રીય જીવનને આપણે તુચ્છ અને ઓછી કીમતનું માની લીધું છે અને આપણે એમ લાયકાત વિના જ મહેડ કહ્યા કરીએ છીએ કે જીવન તો આધ્યાત્મિક જ ખરું છે. આવી લાયકાત વિનાની સમજથી આપણુમાં નથી થતું આધ્યાત્મિક જીવનને વિકાસ અને નથી સુધરતું સામાજિક કે રાષ્ટ્રીય જીવન. તેથી આપણે આપણા ધાર્મિક સુંદર વારસાનો ઉપયોગ એવી રીતે કરવું જોઈએ કે જેથી આપણું સામાજિક અને રાષ્ટ્રીય જીવન સુધરે અને આંતરિક લાયકાત હોય તો આધ્યાત્મિક જીવન ઉપર પણ તેની સારી અસર થાય. આ જાતને પજુસણના દિવસેને ઉપયોગ કરવા માટે બે વસ્તુની મુખ્ય જરૂર છે. (૧) એક તે એ કે જેન ધર્મે પોતાનાં વિશિષ્ટ વારસા તરીકે કયાં કયાં તો આપણને આપ્યાં છે અને તેને સામાજિક તેમ જ રાષ્ટ્રીય કલ્યાણની દૃષ્ટિએ ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જ્ઞાન મેળવવું અને (૨) બીજું એ કે આપણે પજુસણની નિવૃત્તિનો ઉપયોગ એવી દિશામાં કરવો કે જેથી આપણું ઉપરાંત આપણું પડેશી ભાઈઓને અને દેશવાસીઓને ફાયદો થાય અને આપણું સામાજિક જીવનની લંકામાં તથા રાજ્યમાં પ્રતિષ્ઠા બંધાય. આપણે હસતે મોડે સૌની મોખરે ઉભા રહી શકીએ અને આપણુ ઘર્મની સરસાઈ માટે અભિમાન લઈ શકીએ. આ કારણથી અમે પજુસણને ઉપયોગ કરવાની રીત બદલી છે. આપણુમાં મુખ્ય બે વર્ગો છે. એક વર્ગ એવો છે કે તેને નવું શું, જૂનું શું, મૂળ તત્ત્વ શું વગેરેને કશે જ વિચાર નથી તેને જે ચીલે મળ્યો છે તે જ તેનું સર્વસ્વ છે. એ ચીલા બહાર નજર કરવા અને પોતાની રીત કરતાં બીજી રીત જોવામાં પણ તેને બહુ દુઃખ થાય છે. જગત તરફ આંખ ઉઘાડવામાં પણ તેને ગુન્હો થતો હોય તેમ લાગે છે. તેને પોતાના સિવાયની બીજી કોઈ પણ ઢબ, બીજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9