Book Title: Paryushan Parv ane Teno Upayog
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ. પવની ઉત્પત્તિ-તહેવારે અનેક કારણોથી ઉભા થાય છે. ઘણી વાર એવું પણ બને છે કે અમુક એક ખાસ કારણથી તહેવાર શરૂ થયેલ હોય છે અને પછી તેની પુષ્ટિ અને પ્રચાર વખતે બીજ કારણે પણ તેની સાથે આવી મળે છે. જુદા જુદા તહેવારના જુદાં જુદાં કારણે ગમે તે હો છતાં તે બધાની સામાન્ય બે કારણે તે હેય જ છે. એક ભક્તિ અને બીજું આનંદ. કોઈ પણ તહેવારની પાછળ અથવા તેની સાથે અંધ અગર દેખતી ભક્તિ હોય જ છે. ભક્તિ વિના તહેવાર નભી શકતો જ નથી, કારણ કે તેના નભાવ અને પ્રચારને આધાર જનસમુદાય હોય છે, એટલે જ્યાં સુધી તે તહેવાર પર તેની ભક્તિ હોય ત્યાં સુધી જ તે ચાલે. આનંદ વિના તે લેકે કઈ પણ તહેવારોમાં રસ લઈ જ ન શકે. ખાવું પીવું, હળવું મળવું, ગાવું બજાવવું, લેવું–દેવું, નાચવું કૂદવું, પહેરવું ઓઢવું, ઠાઠમાઠ અને ભપકા કરવા વગેરેની ઓછી વધતી ગોઠવણ વિનાને કોઈ પણ સાત્વિક કે તામસિક તહેવાર દુનિયાના પડ ઉપર નહિ જ મળે. - તહેવારના સ્વરૂપ અને તેની પાછળની ભાવના જોતાં આપણે ઉત્પત્તિના કારણું પરત્વે તહેવારને મુખ્યપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. ૧ લૌકિક, ૨ લોકેત્તર. અથવા આસુરી અને દૈવી, જે તહેવારે ભય, લાલચ. અને વિસ્મય જેવા શુદ્ધ ભાવમાંથી જન્મેલા હોય છે તે સાધારણ ભૂમિકાના લેકને લાયક હોવાથી લૈકિક અગર આસુરી કહી શકાય. તેમાં જીવન શુદ્ધિનો કે જીવનની મહત્તાને ભાવ નથી હોતો, પણ પામર વૃત્તિઓ અને શુદ્ર ભાવનાઓ તેની પાછળ હોય છે. જે તહેવાર છવનશુદ્ધિની ભાવનામાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9