Book Title: Paryushan Parv ane Teno Upayog Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 9
________________ પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ કલ્પસૂત્ર અને તેના વાચનની જે રીતે અત્યારે ચાલે છે તેમાં બધા જ કે રસ લઈ શકે તેમ નથી, તેનાં કારણે આ પ્રમાણે છે:-(૧) વાચન અને શ્રવણમાં એટલે બધે વખત આપવો પડે છે કે માણસ કંટાળી જાય અને શ્રદ્ધાને લીધે બેસી રહે તે પણ વિચાર માટે તો લગભગ અશક્ત બની જાય. (2) નક્કી થયેલ ઢબ પ્રમાણે શબ્દો અને અર્થો ઉચ્ચારાતા અને કરાતા હોવાથી તેમજ ઠરાવેલ વખતમાં ઠરાવેલ ભાગ પુરો કરવાનું હોવાથી બેલનાર કે સાંભળનાર માટે બીજી ચર્ચા અને બીજી દષ્ટિના અવકાશનો અભાવ. (3) એ વાચન વખતે વર્તમાન સમાજની અને દેશની દશા તરફ ઉદાર દૃષ્ટિએ જોવાના વલણનો અભાવ અને તેથી સમાજ અને રાષ્ટ્રમાં ઉપયોગી થઈ શકે એવી કલ્પસૂત્રમાંથી હકીકત તારવી લેવાની ખટ. (4) શ્રદ્ધા, ભક્તિ અને ચાલુ રૂઢિ ઉપર એટલું બધું દબાણ થાય છે કે જેને લીધે બુદ્ધિ, તક અને સ્વતંત્ર જિજ્ઞાસા તદ્દન બુઠાં જ થઈ જાય. (5) ચાલુ પરિસ્થિતિ વિશેનું છેક જ અજ્ઞાન અથવા તેની ગેરસમજ અને તે તરફ આંખમીંચામણુ અને ભૂતકાળની એકમાત્ર મૃત હકીકતને સજીવન કરવાને એક તરફી પ્રયત્ન. - આ અને આના જેવા બીજા કારણોને લીધે આપણું પજુસણનું કલ્પસૂત્રવાચન નીસ જેવું થઈ ગયું છે, તેને ઉદ્ધાર કરવાની જરૂર છે. તે બહુ સારી રીતે થઈ શકે એવાં તો આપણી પાસે છે એ જ વસ્તુ ધ્યાનમાં રાખી આ વખતે અમે અમારી દૃષ્ટિ પ્રમાણે ફેરફાર જાહેર રીતે શરૂ કર્યો છે. તા. 20-8-30 સુખલાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9