Book Title: Parmatma Sangit Ras Srotaswini
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ ગીતના બે પ્રકાર છે. એક શાસ્ત્રીય રાગરાગિણીમાં જાયેલ અને બીજું દેશી રાગમાં યોજાયેલ તેમાં પ્રથમનું શાસ્ત્રીય રાગરાગિણીવાળું ગીત સાહિત્ય ચીરસ્થાયી પ્રૌઢતાવાળું એક એકાગ્રતા સાધવામાં ઘણું ઉપયોગી છે. જનતામાં પ્રભુભક્તિ નિમિત્તે સંગીતનો પ્રચાર વધતો જાય છે. તે સમયે શાસ્ત્રીય રાગરાગિણીવાળા સ્તવનેના સાહિત્યની ખાસ આવશ્યકતા હતા. તે જરૂરીઆત મુનિ શ્રી ધુરન્ધર વિજયજી મહારાજે રચેલા સ્તવનોથી કેટલેક અંશે પૂરી પાડે છે રાગધારી અને મેલવા વગાડવામાં અનુકૂળતા પડે તે માટે શ્રી દીનુભાઈ એ જેલ નોટેશન તથા રાગનું સ્વરૂપ ગાવાનો સમય આરોહાવરાહ સ્વરૂપ વિગેરે પણ સાથે બતાવ્યા છે. બીજા દેશીય રાગોના સ્તવનોમાં પણ કેવળ શબ્દ જોડણી ન કરતાં સારા શબ્દો સાથે ઉંચા ભાવે અને તેમાં એક ભાવને લઈને તેનું સાંગોપાંગ વર્ણન સારી રીતે કરવામાં આવેલ છે. સ્તવનેના ભાવે સમજવાની સરળતા માટે કેટલાક સ્તવનોના ભાવે આપણે વિચારીએ. ૧ શરૂઆતમાં જ પ્રભુની તથા ગુરુની સ્તુતિની અન્દર છ મૂળ રાગોના (માલવકાષ-હિંડલ-દીપક-શ્રીરાગ ભૈરવ અને મલ્હાર) નામને સુન્દર રીતિએ જ્યા છે. ૨. શ્રી આદિનાથ પ્રભુના સ્તવમાં પ્રભુની દૃષ્ટિનું સન્દર વર્ણન કરવામાં આવ્યું છે. જેમકે તે દષ્ટિ મેહનું માન જીતે છે, લોક તથા અલકના ભાવને જુવે છે દયામય એવી તે દૃષ્ટિ સંસાર ઉપર ફેલાય છે અને રાગ અંધકારને નાશ કરે છે. ૩. આઠમાં ચન્દ્રપ્રભુના સ્તવનમાં ચંદ્રના કરતાં ચન્દ્રપ્રભુમાં લોકોત્તર ગુણો હેવાને કારણે ચન્દ્ર લાંછનરૂપે, તે ગુણો પ્રાપ્ત કરવા માટે પ્રભુની સેવા કરે છે, તે ભાવનું સુન્દર વર્ણન કરેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 178