________________
પ્રસ્તુત
શ્રી જિનશાસનને પામેલા આત્માનો એક આ સંકલ્પ જરૂરી ગ છે કે અનંત ઉપકારી શ્રી જિનશાસન પામ્યા બાદ તે શાસનને આત્મસાત કરવા માટેના બે મહાન માર્ગો છે. એક જનભક્તિ અને બીજે જીવમૈત્રી, આ બે મહા ભાગે ગતિ કરનાર શાસન રક્ષક અચૂક પિતાના શુદ્ધ સ્વરૂપને એક દિ પામ્યા વિના ન રહે પણ—
તે માગે ગતિ કરનાર સાધકને પ્રેરણા આપનાર ઉત્સાહ વધારનાર અને પોતાની ઇષ્ટ સિદ્ધિની નજીકમાં પહોંચાડી ઇષ્ટ સિદ્ધિ કરી આપનાર અનેક પદ્ધતિઓ ઉપકારક બને છે તે પૈકી
અનંતાનંત ઉપકારી શ્રી જિનેશ્વર ભગવંતના ગુણસંસ્તવન, ગુણચિંતન અને તેઓ તારકની વિશ્વોપકારિતાને ખ્યાલ ક્ષણે ક્ષણે
સ્મરણમાં રાખવો કે જેથી તેઓ તારકશ્રીને પૂર્ણ સમર્પિત થઈ શકાય. આ માટે નાના-મોટા સવ કેઈને સ્તુતિ-સ્તોત્રો, મૈત્યવંદને, સ્તવને, સજઝાય અને સ્વાધ્યાય સહાયક બને છે.
પ્રસ્તુત પરમાત્માભક્તિ પ્રકાશ” આ સ્તવનાદિને સંગ્રહ પણ એક જિનભક્તિના રસીક આત્માએ પિતાના ધર્મશ્રીમંતાઈ ભર્યા જીવનમાં પણ સંસાર અને સંસારના અનેકવિધ આકર્ષણને તિલાંજલી આપી સર્વવિરતિધર્મની ઉપાસના કરવાની તીવ્રતા પૂર્વક દેશવિરતિ જીવનથી આત્મકલ્યાણના માર્ગે ગતિશીલ બનાવવા
સ્તુતિ-સ્તવન-છંદ-સજઝાય વિગેરેને કંઠસ્થ કરી યથા સમયે મધુરકંઠે તેને ઉપયોગ કરી પિતે (બીજા સાધકોને પણ) તે દ્વારા આત્મમસ્તીની મોજ માણી રહ્યા છે.