Book Title: Parichaya thodo pan Chap Ghani Undi Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ ૨૧૬] દર્શન અને ચિંતન ખાતરી થઈ માણસ ગમે તેવો શક્તિશાળી ને કાર્યકર હોય છતાં શક્તિ અને કાર્યની સમતુલા જે રાખી ન શકાય તે એકંદર તે પિતે અને પાછળની પ્રજા નુકસાનીમાં જ રહે છે. લેકસેવક ગેખલેના અવસાન પછી અમદાવાદમાં દિલગીરી દર્શાવવા માટે એક સભા મળેલી. પૂ. ગાંધીજીએ એક વાત કહેલી તે આજે પણ મારા મને ઉપર તેવી જ તાજી છે. તેમણે કહેલું કે, “ગેખલેએ કામ બહુ ખેંચ્યું, જીવનકાળના નિયમોને પૂરી રીતે તેઓ ન અનુસર્યા, તેમણે કામ બહુ કીમતી કર્યું છે, પણ વધારે પડતું કામ ખેંચવાથી એકંદરે તેઓ પિતાની સેવાવૃત્તિમાં નુકસાનમાં જ રહ્યા છે. અને આપણે પણ તેમની પાસેથી લાંબા વખત લગી જે સેવા મેળવી શક્ત તેથી વંચિત જ રહ્યા છીએ. મને લાગે છે કે મેઘાણી વિષે પણ આમ જ બન્યું છે. બીજા કેઈ સાધારણ માણસ કરતાં અસાધારણ વ્યક્તિનું જ જીવન લાંબુ હોવું જોઈએ. તેથી એકંદરે તે પિતાના ક્ષેત્રમાં વધારે સેવા આપી શકે છે. અને પ્રજાને પણ એની કીમતી સેવાને લાભ મળે છે. સેવા લેનાર અને દેનાર જે પ્રમાણમર્યાદા ન સાચવે તે સરવાળે બન્નેને નુકસાન જ થાય છે. યુરોપના આધુનિક લેખકેમાં એચ. જી. વેલ્સ કે બર્નાડે છે જેવા ઘણાય છે, જેઓએ આખી જિંદગી પોતાની ઢબે સાહિત્ય સર્જનમાં જ આપી છે. તેમનું દીર્ધ જીવન જોતાં જ એમ લાગે છે કે તેઓ શક્તિ અને કામની મર્યાદા આંકી સમતુલા સાચવતા હોવા જોઈએ. અને જીવવાની કળા વધારે સારી રીતે જાણતા હોવા જોઈએ. આપણા દેશમાં ઠક્કરબાપા કે ગાંધીજી જેવા જે દીર્ધ વન દ્વારા લોકસેવા કરી રહ્યા છે તેને આધાર આ સમતુલા જ છે એમ હું માનું છું. મેઘાણીનાં પુસ્તકોમાંથી આખેઆખાં મેં ત્રણ જ સાંભળ્યાં છે. વેવિશાળ, “પ્રભુ પધાર્યા” અને “માણસાઈના દીવા.” છેલે મહીડા ચંદ્રક વખતનું પ્રવચન, રાજકોટની સાહિત્ય સભાના પ્રમુખ તરીકેનું ભાષણ અને “સંસ્કૃતિ” મને “લોકકવિતાને પારસમણિ” લેખ : આટલા અતિ અ૫ વાચન અને અતિ અલ્પ પરિચયે મારા મન ઉપર ઊંડામાં ઊંડી છાપ એક જ પાડી છે અને તે એ કે મેઘાણે બીજું બધું ગમે તે હોય કે નહિ પણ એમનામાં જે સમભાવી તત્ત્વ છે, નિર્ભય નિરૂપણશક્તિ છતાં નિષ્પક્ષતા સાચવવાની શકિત છે તે ભાગ્યે જ બીજા કોઈ એવા સમર્થ કવિ, ગાયક કે લેખકમાં હશે. તેઓ બીજ અલાક મહાલ લેખકને સાહિત્ય સ્થાઓની પેઠે વાડાબંધીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6