Page #1
--------------------------------------------------------------------------
________________
પરિચય થડે પણ છાપ ઘણી ઊંડી
[૧૫] ૧૯૨૨ની વર્ષાઋતુમાં હું ભાવનગર પાસેના વાળુકડ ગામમાં હતો. જ્યાં ક્યારેક કલાપીએ વાસ કરે એ એતિહાસિક મકાનમાં હું શેઠ પ્રેમચંદભાઈના મિત્ર તરીકે રહેલે. મારું મુખ્ય કામ તે તત્વાર્થના લેખન અને તે અંગેના ચિંતન-મનનનું જ હતું. તે વખતે એ મકાનમાં કાંઈક સમારકામ પણ ચાલતું હતું. ઘણી મજૂરણે કામે આવતી, એ બધી વચ્ચે વચ્ચે સાથે મળી લેકગીત લલકારતી જતી. એમાં એક મુખ્ય બાઈ હતી નામે મેંઘી. એને એટલાં બધાં લેકગીતે યાદ કે બૂટ્યાં ખૂટે નહિ. નવું નવું ગાતી જાય ને બીજી બહેનોને ગવડાવતી જાય. એ પિતે પણ સુકંઠી. એનાં લોકગીત હું તે જ્યારે સાવ નવરે પડે ત્યારે જ ઇચ્છાપૂર્વક સાંભળે, પણ મારી સાથે હતા ભાઈ છોટાલાલ મગનલાલ (ગુજરાતી સાહિત્ય મંદિરના માલિક) તેઓ નવરા પડે કે એ લેકગીતો ઉતારી લે. ક્યારેક ક્યારેક પ્રેમચંદભાઈ એ શ્રાવણની રાતમાં બહેનોને ગરબા લેવા બોલાવે. મેંદી સૌમાં મેવડી. રાત ખૂટતી જાય પણ એનાં ગીતો ન ખૂટે. જેમ જેમ રાત કરે તેમ તેમ એને કંઠ રાતરાણીના ફૂલની પેઠે ખીલત અને ઊધડતો જાય. છોટાલાલે કેટલાય દિવસોમાં કેટલીયે નોટો ભરી. એક દિવસે મેં કહ્યું? “આટલી બધી નેટનું શું કરશે? કેણુ વાંચશે ? અને આ તો બધાં ગીત ગામડિયાં છે. તે વખતે ભાઈ છોટાલાલે કહ્યું કે “ઝવેરચંદ મેઘાણી પાસે લેકગીતોને ભારે સંગ્રહ છે ને એ એના ગવૈયા પણ છે. એમની કદર પૂરેપૂરી નથી થતી તે મારી નેટોની કદર શી થવાની છે? છતાં હશે તો કામ આવશે.”
ઝવેરચંદ મેઘાણીનું નામ આ વખતે પહેલવહેલું જ મારે કાને પડયું. તે વખતે એમને વિષે વિશેષ જિજ્ઞાસા ન થઈ પણ એવી જિજ્ઞાસાનું બીજ તે વવાયું જ.
સાલ યાદ નથી, ને પ્રસંગ પણ પૂરેપૂરો યાદ નથી આવતો, પરંતુ અમદાવાદમાં એક મેળાવડા પ્રસંગે એ જ મેઘાણીનાં ગીતે પહેલવહેલાં સાંભળ્યાં. તે વખતે મન ઉપર પહેલી છાપ એ પડી કે મેઘાણી નામ સાર્થક છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
પરિચય ડે પણ છાપ ઘણી ઊંડી
[૧૧૩
એમને કંઠ મધ જેવો ગંભીર અને આહલાદક છે. શ્રોતાઓને પિતાની ગંભીર ગર્જનગિરાથી મોરની પેઠે તેઓ નચાવતા અને રસગારથી ટહુકારાવતા.
આ વખતે હું તેમને પ્રત્યક્ષ મળી શક્યો નહિ પણ મળવાની વૃત્તિ અંતરમાં જન્મી. મેં અત્યાર લગી તેમનું કોઈ લખાણ વાંચ્યું ન હતું.
એમની રસધાર ની ચોપડીઓ ઘરમાં હતી છતાં સાંભળેલી નહિ. ક્યારેક મનમાં આવ્યું કે નિરાંત મળે તે એ જોવી જરૂર. અનુકૂળતાએ બધી નહિ તે એમાંથી કેટલીકને કેટલેક ભાગ સાંભળી ગયો અને બોલ્યાવસ્થામાં જે ગ્રામજીવન તેમ જ લોકગીતોને સંસ્કાર ઝીલ્યા હતા અને જે સરકાર હવે ગત જન્મના સંરકાર જેવા થઈ ગયા હતા તે બધા એકેએકે મનમાં ઊભરાવા લાગ્યા.
શ્રીમતી દમયંતીબેનના અવસાન પછી ક્યારેક મુંબઈમાં અમે બન્ને મળ્યા. જમવાનું સાથે તું એટલે ખુલ્લે દિલે વાતચીતની તક મળી. મેં આ પ્રથમ મુલાકાતે જ એમ અનુભવ્યું કે આ માણસ માત્ર કંઠની બક્ષિસવાળે સુગાયક જ નથી પણ એ તે ચિંતન અને સંવેદનથી પણ સ્વચ્છ હૃદયને પુરુષ છે. અમે પ્રથમ મળીએ છીએ ને કાંઈક વચ્ચે સંકઅને પદો છે એ ભાવ જ મારા મન ઉપર ન રહ્યો. ને ફરી તેમની સાથે વધારે પરિચય કરવાની વૃત્તિ પ્રબળ થઈ. અત્યાર લગીમાં એમનું સાહિત્ય અને એમનાં લખાણો ઘણું પ્રસિદ્ધ થયેલાં, મારે ત્યાં પણ એમની કેટલીક
પડી હતી છતાં એક અથવા બીજે કારણે મેં એમાંનું ભાગ્યે જ કોઈ વાંચ્યું કે સાંભળ્યું હશે.
ક્યારેક ક્યારેક “ફૂલછાબ'ના અંકો બહુ જ જૂજ પ્રમાણમાં સાંભળવા પામતો. એમાં “ સાંબેલાના સૂર’ વાંચવા હું બહુ લલચાતો. “જન્મભૂમિમાં
કલમ અને કિતાબ”નું પાનું રહેતું, તે પણ જ્યારે મળે ત્યારે સાંભળી જવા બહુ લલચા. સાંબેલાના સૂર અને કલમ કિતાબનાં પાનાં જે કોઈ બહુ થોડાં સાંભળ્યાં છે તે ઉપરથી તે જ વખતે મારું અનુમાન થયેલું કે હો ન હો પણ આને લેખક મેઘાણી જ હોવું જોઈએ. એમાં કાઠિયાવાડી ભાષાને સૌમ્ય પણ ધોધમાર પ્રવાહ અને માહિતી પૂર્ણ, કલ્પનાપ્રધાન તેમ જ બહુશ્રુત વિચાર જોઈ એમ થતું કે ખરેખર મેઘાણી પારદશી અને તટસ્થ વૃત્તિના છે. “પ્રજાબંધુ'નાં “મંથન” અને “ચક્રવાક” વાંચનાર એને કદી એડી ન શકે તો “સાંબેલાના સૂર” અને “કલમ કિતાબ” તો તેથીયે
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૧૪]
દર્શન અને ચિંતન કદાચ આગળ વધે એવી મારા મન ઉપર છાપ પડતી. મેઘાણુનાં પુસ્તકે સાંભળવાની તૃષા તે વખતથી આજ લગી હજી નથી જ સંતોષાઈ પણ મેઘાણીને પરિચય થવાના પ્રસંગે મુંબઈમાં જ આવતા ગયા.
૧૯૪૧ ના ઉનાળામાં મેઘાણ મુંબઈમાં એક મિત્રને ત્યાં રાતે આવ્યા. હું પણું હતું. બધાએ એમને કાંઈક સંભળાવવા કહ્યું. મેં એમની લથડેલી તબિયત જાણું એટલે એમને પિતાને ગાવા ના પાડી અને શ્રોતાઓને પણ આગ્રહ કરવા ના પાડી. દરમ્યાન મારી સાથે એક બિહારના વનસ્પતિ શાસ્ત્રવિશારદ ડોકટર હતા. તેમણે એક હિન્દી ગીત લલકાર્યું. એ તે સામાન્ય હતું. આ ગીત પૂરું થતાં જ મેઘાણું આપમેળે ગાવા મંત્ર ગયા. મેં ક્યા પણ આ એક, તે પૂરું કરી લઉં એમ કહી તે આગળ ચાલ્યા. એક એટલે કર્યું એક એની પછી સીમા બાંધવી અઘરી હતી. આ ખાનગી મિજલસ પછી તેમનાં મુંબઈ યુનિવર્સિટીના ભાષણ સાંભળવાની તક મળી.
કલાકના કલાકે લગી અખંડપણે એટલા ઊંચા સ્વરથી એટલી મોટી મેદની વચ્ચે ગાવું અને અસાધારણ જણાતા અને વિદ્વાન સમક્ષ વિવેચન પણ કરતા જવું એ સિદ્ધિ તે જ વખતે જોઈ મને મનમાં થયું કે પ્રસંગ મળે તે મેઘાણીને કહી દઉં કે “આટલું બધું ન લંબાવો અને લંબાવવું હોય તો પણ રાતે અને આખો દિવસ પૂરતે આરામ કરી લે.” મેં તમને એ વાત કહી પણ ખરી. પરંતુ તેમણે તો મને એ ઉત્તર આપ્યો કે જેથી હું અતિ વિસ્મયમાં પડી ગયે. તેમણે કહ્યું “આરામની વાત ક્યાં છે? સવારથી ઊઠી ભાષણ માટે આવું છું ત્યાં લગી ભાષણની બધી સંકલના કરું છું, નોટ કે મેં એ મારી સ્મૃતિ જ છે. રાતે પણ વખત મળે ત્યારે એ જ ગાભાજમાં રહું છું.' હું કાંઈ વિશેષ ન બેલ્યો પણ એટલું કહ્યું કે “આ રીત સારી નથી, જીવલેણ છે. યુનિવર્સિટીનાં પાંચ ભાષણે પૂરાં થયાં ત્યારબાદ ભારતીય વિદ્યાભવનમાં એક મેળાવડે યોજાયે. શ્રીયુત મુનશીજી પ્રમુખ અને મેઘાણું લેકગીત લલકારનાર. પણ ત્રણ કલાક એ મેઘગંભીર ગિરા ગાજતી ચાલી. ઉપસંહારમાં શ્રીયુત મુનશીએ ઠીક જ કહ્યું હતું કે “આ તે વ્યાસ છે.” મને એમ જ લાગ્યું કે વ્યાસે મહાભારતમાં જે વિસ્તાર કર્યો છે અને જે વિવિધતા આણું છે તે જ તવ મેધાણુના ગાન અને ભાષણમાં છે. આ બધું છતાં મને એક 2 ઉભય પક્ષે લાગતી જ હતી અને તે એ કે વક્તા શકિત અને સમયનું
Page #4
--------------------------------------------------------------------------
________________
પરિચય ઘેાડો પણ છાપ ઘણી ઊંડી
૧૧૫
પ્રમાણ નથી સાચવતા, રસમાં તણાઈ જાય છે અને શ્રોતાએ માત્ર પેાતાની શ્રવણેન્દ્રિયની તૃપ્તિના જ વિચાર કરે છે, વક્તાની શક્તિ અને સ્થિતિના નહિ,
૧૯૪૪ના ડિસેમ્બરમાં અમદાવાદ મુકામે એક ઇતિહાસ પરિષદ ભરાયેલી. તેમાં અમુક વિષયને લક્ષી વિદ્વાનેાની ચર્ચા ગોઠવેલી. શ્રીયુત મુનશીનું ભાષણુ વીલાતથી ભરેલું હતું. એમાં બીજા પક્ષેા પ્રત્યે જાગતી દૃષ્ટિ નહિ પણ સ્વપક્ષ પરત્વે સમક જાગરિત દૃષ્ટિ હતી. અધ્યાપક રામનારાયણનું ભાષણ એક અધ્યાપકને શોભે તેવું ટૂંકું... અને સ્પષ્ટ હતું. ધૂમકેતુનું પ્રવચન તત્ત્વસ્પર્શી હોય તે કરતાં વધારે વિનાદી હતું પણ મેધાણીનું પ્રવચન તદ્દન જુદી ભાત પાડતુ મને લાગેલું. એમના પ્રવચને પણ મારા મન ઉપર પડેલી તેમની સમભાવ વિષેની છાપને વધારે પુષ્ટ કરી હતી એવું મારું સ્મરણ છે.
છેલ્લે ૧૯૪૬ના એપ્રિલની ધણુ કરી ૪થી તારીખે - બ્લેવેવ્સ્કી હાલ ’ માં એક મેળાવડા યેાજાયેલે. મેઘાણી ગાનાર, ઠંડ ખૂબ જામી હતી. બીજે દિવસે હું કલકત્તા જવા માટેની તૈયારી કરતા હતા છતાં મેધાણીને સાંભળવાને લાભ દાખી ન શક્યો. અને બેઠેલા જોઈ મેઘાણી આપમેળે પાસે આવ્યા, ને જાણે તદ્દન અંગત હોઈ એ એ રીતે વાતેા ચાલી. ભારા પ્રશ્નના ઉત્તરમાં કહે કે ‘ મહેન્દ્રને હમણાં અમેરિકા જતા રોક્યો છે, કામ સારું કરે છે. તૈયારી કરશે ને પછી અમેરિકા જશે ા વધારે ફાયદો થશે.’ મેઘાણીએ પેાતાનું કામ શરૂ કર્યું. મેં ધારેલું કે કલાક દેઢ કલાકમાં પૂરું થશે પણ લગભગ ત્રણ કલાક થવા આવ્યા ને પૂરું ન થયું એટલે હુ તા અંત લંબાણુની સમાલોચના ને ચિંતા કરતા ઘેર પાા કર્યાં. મારી સાથે એક મારાં એન પણ સાંભળવા આવેલાં. અમે ધેર પાછા ફરી થે1ડીક સમાલોચના કરી. મેં એ બેનને કહ્યુ કે જો મેઘાણી આ રીતે ગાતા રહેશે, લેાકાને ટાળે વાળશે તે સમય-મર્યાદા નહિ બાંધે તે તે લાંખું જ્ગન કદી માણી શકશે નહિ. શ્રોતાએ ' આગળ ચલાવે-આગળ ચલાવે ’ એમ કહે જાય છે, સારા સારા લેખકેા તે વિચારકા પણુ એમને રાકવાને બદલે ગાણાં સંભળાવવાની પ્રેરણા કર્યે જ જાય છે, એ ભારેમાં ભારે અજ્ઞાન છે.’ વીય પાતાદ્ વારા અભીયાન' આ સૂત્રેાનું ન કેળવાયેલા પણ ન જાણે તે। સાધારણ શ્રોતાઓને કે કેમ આપી શકાય ? ’
'
લગભગ ૧૧ મહિના પછી જ્યારે કાશીમાં મેધાણીના દુ:ખદ અવસાનની વાત જાણી ત્યારે મને માસ દોરેલ પૂર્વ અનુમાનના કાર્યકારણુભાવ વિષેની
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૧૬]
દર્શન અને ચિંતન ખાતરી થઈ માણસ ગમે તેવો શક્તિશાળી ને કાર્યકર હોય છતાં શક્તિ અને કાર્યની સમતુલા જે રાખી ન શકાય તે એકંદર તે પિતે અને પાછળની પ્રજા નુકસાનીમાં જ રહે છે.
લેકસેવક ગેખલેના અવસાન પછી અમદાવાદમાં દિલગીરી દર્શાવવા માટે એક સભા મળેલી. પૂ. ગાંધીજીએ એક વાત કહેલી તે આજે પણ મારા મને ઉપર તેવી જ તાજી છે. તેમણે કહેલું કે, “ગેખલેએ કામ બહુ ખેંચ્યું, જીવનકાળના નિયમોને પૂરી રીતે તેઓ ન અનુસર્યા, તેમણે કામ બહુ કીમતી કર્યું છે, પણ વધારે પડતું કામ ખેંચવાથી એકંદરે તેઓ પિતાની સેવાવૃત્તિમાં નુકસાનમાં જ રહ્યા છે. અને આપણે પણ તેમની પાસેથી લાંબા વખત લગી જે સેવા મેળવી શક્ત તેથી વંચિત જ રહ્યા છીએ. મને લાગે છે કે મેઘાણી વિષે પણ આમ જ બન્યું છે.
બીજા કેઈ સાધારણ માણસ કરતાં અસાધારણ વ્યક્તિનું જ જીવન લાંબુ હોવું જોઈએ. તેથી એકંદરે તે પિતાના ક્ષેત્રમાં વધારે સેવા આપી શકે છે. અને પ્રજાને પણ એની કીમતી સેવાને લાભ મળે છે. સેવા લેનાર અને દેનાર જે પ્રમાણમર્યાદા ન સાચવે તે સરવાળે બન્નેને નુકસાન જ થાય છે. યુરોપના આધુનિક લેખકેમાં એચ. જી. વેલ્સ કે બર્નાડે છે જેવા ઘણાય છે, જેઓએ આખી જિંદગી પોતાની ઢબે સાહિત્ય સર્જનમાં જ આપી છે. તેમનું દીર્ધ જીવન જોતાં જ એમ લાગે છે કે તેઓ શક્તિ અને કામની મર્યાદા આંકી સમતુલા સાચવતા હોવા જોઈએ. અને જીવવાની કળા વધારે સારી રીતે જાણતા હોવા જોઈએ. આપણા દેશમાં ઠક્કરબાપા કે ગાંધીજી જેવા જે દીર્ધ વન દ્વારા લોકસેવા કરી રહ્યા છે તેને આધાર આ સમતુલા જ છે એમ હું માનું છું.
મેઘાણીનાં પુસ્તકોમાંથી આખેઆખાં મેં ત્રણ જ સાંભળ્યાં છે. વેવિશાળ, “પ્રભુ પધાર્યા” અને “માણસાઈના દીવા.” છેલે મહીડા ચંદ્રક વખતનું પ્રવચન, રાજકોટની સાહિત્ય સભાના પ્રમુખ તરીકેનું ભાષણ અને “સંસ્કૃતિ” મને “લોકકવિતાને પારસમણિ” લેખ : આટલા અતિ અ૫ વાચન અને અતિ અલ્પ પરિચયે મારા મન ઉપર ઊંડામાં ઊંડી છાપ એક જ પાડી છે અને તે એ કે મેઘાણે બીજું બધું ગમે તે હોય કે નહિ પણ એમનામાં જે સમભાવી તત્ત્વ છે, નિર્ભય નિરૂપણશક્તિ છતાં નિષ્પક્ષતા સાચવવાની શકિત છે તે ભાગ્યે જ બીજા કોઈ એવા સમર્થ કવિ, ગાયક કે લેખકમાં હશે. તેઓ બીજ અલાક મહાલ લેખકને સાહિત્ય સ્થાઓની પેઠે વાડાબંધીમાં
Page #6
--------------------------------------------------------------------------
________________ પરિચય થોડે પણ છાપ ઘણું ઊંડી [117 નહિ ફસાતાં તેથી પર હતા. જેટલા પ્રમાણમાં તેઓ દેષ પકડી કાઢતા તેટલા જ પ્રમાણમાં તેઓ ગુણને પણ પકડી કાઢી તેનું નિરૂપણ કરતા. કવિ કે લેખક જ્યારે આવેશ કે " વારિક” માં તણાઈ જાય છે ત્યારે સરવાળે પોતાને અને પિતાની પાછળની પેઢીને એક ચેપી રેગમાં જ સપડાવે છે. મેઘાણી બિલકુલ એવા રેગથી પર હતા એવી મારા મન ઉપર અમીટ છાપ પડી છે. * * શ્રી ઝવેરચંદ મેઘાણે સ્મૃતિગ્રંથ “નો લાડકવાયો ”માંથી ઉધત.