________________
પરિચય ડે પણ છાપ ઘણી ઊંડી
[૧૧૩
એમને કંઠ મધ જેવો ગંભીર અને આહલાદક છે. શ્રોતાઓને પિતાની ગંભીર ગર્જનગિરાથી મોરની પેઠે તેઓ નચાવતા અને રસગારથી ટહુકારાવતા.
આ વખતે હું તેમને પ્રત્યક્ષ મળી શક્યો નહિ પણ મળવાની વૃત્તિ અંતરમાં જન્મી. મેં અત્યાર લગી તેમનું કોઈ લખાણ વાંચ્યું ન હતું.
એમની રસધાર ની ચોપડીઓ ઘરમાં હતી છતાં સાંભળેલી નહિ. ક્યારેક મનમાં આવ્યું કે નિરાંત મળે તે એ જોવી જરૂર. અનુકૂળતાએ બધી નહિ તે એમાંથી કેટલીકને કેટલેક ભાગ સાંભળી ગયો અને બોલ્યાવસ્થામાં જે ગ્રામજીવન તેમ જ લોકગીતોને સંસ્કાર ઝીલ્યા હતા અને જે સરકાર હવે ગત જન્મના સંરકાર જેવા થઈ ગયા હતા તે બધા એકેએકે મનમાં ઊભરાવા લાગ્યા.
શ્રીમતી દમયંતીબેનના અવસાન પછી ક્યારેક મુંબઈમાં અમે બન્ને મળ્યા. જમવાનું સાથે તું એટલે ખુલ્લે દિલે વાતચીતની તક મળી. મેં આ પ્રથમ મુલાકાતે જ એમ અનુભવ્યું કે આ માણસ માત્ર કંઠની બક્ષિસવાળે સુગાયક જ નથી પણ એ તે ચિંતન અને સંવેદનથી પણ સ્વચ્છ હૃદયને પુરુષ છે. અમે પ્રથમ મળીએ છીએ ને કાંઈક વચ્ચે સંકઅને પદો છે એ ભાવ જ મારા મન ઉપર ન રહ્યો. ને ફરી તેમની સાથે વધારે પરિચય કરવાની વૃત્તિ પ્રબળ થઈ. અત્યાર લગીમાં એમનું સાહિત્ય અને એમનાં લખાણો ઘણું પ્રસિદ્ધ થયેલાં, મારે ત્યાં પણ એમની કેટલીક
પડી હતી છતાં એક અથવા બીજે કારણે મેં એમાંનું ભાગ્યે જ કોઈ વાંચ્યું કે સાંભળ્યું હશે.
ક્યારેક ક્યારેક “ફૂલછાબ'ના અંકો બહુ જ જૂજ પ્રમાણમાં સાંભળવા પામતો. એમાં “ સાંબેલાના સૂર’ વાંચવા હું બહુ લલચાતો. “જન્મભૂમિમાં
કલમ અને કિતાબ”નું પાનું રહેતું, તે પણ જ્યારે મળે ત્યારે સાંભળી જવા બહુ લલચા. સાંબેલાના સૂર અને કલમ કિતાબનાં પાનાં જે કોઈ બહુ થોડાં સાંભળ્યાં છે તે ઉપરથી તે જ વખતે મારું અનુમાન થયેલું કે હો ન હો પણ આને લેખક મેઘાણી જ હોવું જોઈએ. એમાં કાઠિયાવાડી ભાષાને સૌમ્ય પણ ધોધમાર પ્રવાહ અને માહિતી પૂર્ણ, કલ્પનાપ્રધાન તેમ જ બહુશ્રુત વિચાર જોઈ એમ થતું કે ખરેખર મેઘાણી પારદશી અને તટસ્થ વૃત્તિના છે. “પ્રજાબંધુ'નાં “મંથન” અને “ચક્રવાક” વાંચનાર એને કદી એડી ન શકે તો “સાંબેલાના સૂર” અને “કલમ કિતાબ” તો તેથીયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org